World Oldest Man: રોજિંદી ભાગદોડવાળી લાઈફ અને હાલના ખાણપાણના કારણે દુનિયામાં અલગ અલગ કારણોસર ધીરેધીરે માણસની સરેરાશ ઉંમર ઘટતી જઈ રહી છે. જે ખુબ જ ચિંતાનો વિષય છે. પરંતુ દુનિયાભરમાં એવા ઘણા લોકો છે, જે આજે પણ પોતાની ઉંમર અને સ્વાસ્થ્યને લઈને આજની યુવાપેઢીને શરમાવે છે. તેમની ફિટનેસ અને આયુષ્ય કોઈ રહસ્યથી ઓછું હોતું નથી. એવામાં આજે અમે તમને વિશ્વના એક એવા વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છે, જેણા વિશે તમે આજદિન સુધી સાંભળ્યું નહીં હોય. આ વ્યક્તિનું નામ છે જુઆન વિસેંટ પેરેજ મોરા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેનેઝુએલાના રહેવાસી પેરેજ મોરા વિશ્વના સૌથી બુઝુર્ગ અને જીવિત વ્યકિત છે. તેમણે 27 મેના રોજ પોતાનો 113માો જન્મદિન ઉજવીને સમગ્ર દુનિયાના અહેવાલોમાં છવાયા છે. આ ખાસ અવસર પર તેમણે પોતાની લાંબી ઉંમરનું રહસ્ય લોકો સાથે શેર કર્યું. આજે આપણે જાણીશું કે શું છે તેમના સ્વસ્થ રહેવાનું સીક્રેટ.


કોફી અને દારૂ સાથે દિવસની શરૂઆત
જુઆન વિસેંટ પેરેજ મોરાના આ જન્મદિવસ પર તેમના ખાસ મિત્રો અને પરિવારના સભ્યોએ ભાગ લીધો. કેક કાપ્યા બાદ ચર્ચની બહાર મોડે સુધી તેમણે પાર્ટી કરી હતી. ત્યારબાદ પેરેજ મોરાએ જણાવ્યું હતું કે, તેઓ દરરોજ એક ગ્લાસ શેરડીના રસમાંથી બનેલો દારૂ પીવે છે. જોકે, તેઓ દિવસની શરૂઆત 1 કપ કોફી સાથે કરે છે. કોફી પીધા પછી થોડાક સમય પછી તેઓ એક ગ્લાસ અગુઆર્ડિએંટ દારૂ પીવી છે, જે શેરડીના રસમાંથી બનાવવામાં આવે છે.


થોડાક દિવસ પહેલા જ બનાવ્યો રેકોર્ડ
પેરેજ મોકાને ગિનીજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ તરફથી દુનિયાના સૌથી લાંબુ આયુષ્ય ધરાવનાર બુઝર્ગ વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. 4 ફેબ્રુઆરી 2022 સુધી તેમની ઉંમર 112 વર્ષ અને 253 દિવસ હતી. પેરેઝ મોરાએ સેટર્નિનો ડે લા ફુએન્ટે ગાર્સિયાનો રેકોર્ડ તોડ્યો. પેરેઝ મોરા પહેલા ગાર્સિયા સૌથી વૃદ્ધ વ્યક્તિ હતા. 11 ફેબ્રુઆરી 1909ના રોજ સ્પેનમાં જન્મેલા ગાર્સિયાનું જાન્યુઆરીમાં 112 વર્ષ અને 341 દિવસની ઉંમરે અવસાન થયું હતું.


એકદમ છે ફીટ
રિપોર્ટ અનુસાર, સ્થાનીક ડોક્ટર તેમનું ઘણીવખત ચેકઅપ કરી ચૂક્યા છે. ડોક્ટરોનું માનીએ તો પેરેજ મોરાનું સ્વાસ્થ્ય એકદીમ ફીટ છે અને તેઓ કોઈ દવા પણ લઈ રહ્યા નથી. જોકે, તેમણે હાઈ બીપી અને ઉંચું સાંભળવાની સમસ્યા છે. પરંતુ આ તો તેમની ઉંમરના કારણે છે. તેમની પુત્રી નેલિદા પેરેજ જણાવે છે કે, અમારા માટે રાહતની વાત એ છે કે તેમને કોઈ પણ પ્રકારની બિમારી નથી. તેમને કોઈ દવા લેવાની પણ જરૂર પડતી નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube