લંડનઃ Most Powerful passport in 2023: વિશ્વના સૌથી પાવરફુલ પાસપોર્ટનું રેન્કિંગ લંડનની ફર્મ હેલને & પાર્ટનર્સે જાહેર કર્યું છે. વર્ષ 2023 માટે જાહેર થયેલા પાસપોર્ટમાં સૌથી પાવરફુલથી લઈને સૌથી નબળા પાસપોર્ટ વિશે જાણકારી આપવામાં આવી છે. ગ્લોબલ પાસપોર્ટના રેન્કિંગમાં 199 દેશોના પાસપોર્ટને સામેલ કરવામાં આવ્યા છે, જેના પર 227 દેશોની સફર કરી શકાય છે. આ રેન્કિંગ ઈન્ટરનેશનલ એયર ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી આપવામાં આવેલા ડેટા પર આધારિત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાસપોર્ટ કોઈપણ દેશમાં જવા માટે એકમાત્ર ઓળખ છે. તે આંતરરાષ્ટ્રીય યાત્રાની મંજૂરી આપે છે. પાસપોર્ટ વગર વિદેશી યાત્રા મુશ્કેલ છે અને ગેરકાયદેસર છે. આવો જાણીએ ક્યા દેશનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી છે અને ભારતનો રેન્ક કયો છે. 


આ છે દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટ
હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ (Henley Passport Index) પ્રમાણે દુનિયાનો સૌથી પાવરફુલ પાસપોર્ટ જાપાનનો છે. જાપાન બાદ આ લિસ્ટમાં બીજા રેન્ક પર સિંગાપુર અને સાઉથ કોરિયા છે. જર્મની અને સ્પેન આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. ચોથા રેન્ક પર ત્રણ દેશ ફિનલેન્ડ, ઇટલી અને યુરોપનો એક દેશ લક્સમબર્ગ છે. પાંચમાં રેન્ક પર ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, નેધરલેન્ડ અને સ્વીડન છે. 


આ પણ વાંચો- ઉડતા પ્લેનમાં શર્ટલેસ મુસાફરે અન્ય મુસાફરને રોતા રોતા માર્યા મુક્કા, જુઓ Video


ભારતના પાસપોર્ટનું રેન્કિંગ
ગ્લોબલ પાસપોર્ટ રેન્કિંગ 2023માં ભારતનો રેન્ક 85મો છે. પાછલા વર્ષની તુલના પ્રમાણે ભારતની સ્થિતિમાં બે અંકનો સુધાર થયો છે. ભારતીય પાસપોર્ટ ધારક 59 દેશોમાં વીજા મુક્ત યાત્રા કરી શકે છે. ભારતના પાડોશી દેશ ભુટાનનો પાસપોર્ટ 90માં નંબર પર છે. આ સિવાય ચીનના પાસપોર્ટનું રેન્કિંગ 66 છે. શ્રીલંકાનો પાસપોર્ટ 100માં ક્રમાંકે છે. બાંગ્લાદેશનો પાસપોર્ટ 101 સ્થાન પર છે. યમનનો રેન્ક 105 અને મ્યાનમારનો રેન્ક 96 છે. 


વિશ્વનો ચોથો સૌથી ખરાબ પાસપોર્ટવાળો દેશ પાકિસ્તાન
પાકિસ્તાનમાં આર્થિક સંકટ છવાયેલું છે. આ વચ્ચે હેલને પાસપોર્ટ રેન્કિંગમાં પાકિસ્તાન દુનિયાનો ચોથો સૌથી ખરાબ પાસપોર્ટવાળો દેશ છે. પાકિસ્તાન સૌથી પાવરફુલ પાસપોર્ટ રેન્કિંગમાં 106માં ક્રમે છે. જ્યારે તેનાથી સારો પાસપોર્ટ નેપાળનો છે, જે 103માં સ્થાને છે. પાકિસ્તાનની નીચે સિરિયા, ઇરાક અને સૌથી છેલ્લે અફઘાનિસ્તાન છે. અફઘાનિસ્તાનનો રેન્ક 109મો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube