બેઈજિંગઃ World Richest Women: જ્યારે પણ સંપત્તિ અને ધનવાનોની વાત આવે તો પુરૂષોનું વર્ચસ્વ રહે છે. દુનિયાના અબજોપતિઓના લિસ્ટમાં એલોન મસ્ક, જેફ બેઝોસ, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી... નામ જોવા મળશે. આ લિસ્ટમાં મહિલાઓના નામ ગાયબ છે, પરંતુ એક મહિલા એવી છે જેનું નામ ઈતિહાસની સૌથી ધનવાન મહિલાઓના લિસ્ટમાં નોંધાયેલું છે. આજે એક એવી મહિલાની કહાની તમને જણાવી રહ્યાં છીએ જે દુનિયાની સૌથી ધનીક મહિલા તરીકે જાણીતી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1200 લાખ કરોડની માલિકન
એક એસી મહારાણી, જેની પાસે એટલી સંપત્તિ હતી કે ગૌતમ અદાણી, એલોન મસ્ક, જેફ બેઝોસ જેવા ધનીકોની સંપત્તિ ભેગી કરવામાં આવે તો પણ ઓછી પડી જાય. 16 ટ્રિલિયન ડોલરની માલિકન Wu Zetian ચીનની મહારાણી હતી. લોકો તેને મહારાણી વૂ (Wu)નામથી ઓળખે છે. ધરતી પર અત્યાર સુધીની સૌથી ધનવાન મહિલા તરીકે જાણીતી છે. 


આ પણ વાંચોઃ આ બિલ કાચાપોચા બિલકુલ ન જૂએ, રકમ જાણીને આંખો પહોળી થશે, ટિપમાં 20 લાખ રૂપિયા!


સૌથી ધનવાન મહિલા સમ્રાટ
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ પ્રમાણે મહારાણી વૂ તે સમયની સૌથી ધનીક મહિલા હતી. આજના અબજોપતિઓની સંપત્તિ ભેગી કરવામાં આવે તો પણ તે મહારાણી સામે ટકી શકે નહીં. ચીનના સૌથી ચતુર સમ્રાટો તરીકે તેની ગણના થાય છે. 624AD માં વૂનો જન્મ શાંક્સી પ્રાંતમાં વૂ જેટિયનના એક સમૃદ્ધ પરિવારમાં થયો હતો. તેના લગ્ન તાંગના સમ્રાટ ગાઓજોંગ લી યુઆન સાથે થયા હતા. રાજાની તબીયત ખરાબ થયા બાદ સત્તા વૂના હાથમાં આવી હતી. 655 AD બાદ વૂએ સામ્રાજ્યને સંભાળવાનું શરૂ કર્યું હતું. ઈતિહાસકારો પ્રમાણે સત્તા પર રહેવા માટે વૂએ શાહી પરિવારના 12 સભ્યોને મોતના ઘાટ ઉતારી દીધા હતા.


ચીનની અર્થવ્યવસ્થામાં ભૂમિકા
પરંતુ કેટલાક ઈતિહાસકારોએ તેને ગરીબોની મસીહા ગણાવી છે. મહારાણી વૂએ 15 વર્ષ સુધી સત્તા સંભાળી હતી. ધ ચાઇના પ્રોજેક્ટના રિપોર્ટ પ્રમાણે વૂના શાસનકાળમાં ચીની અર્થવ્યવસ્થાએ ચા અને રેશમના વેપારમાં જોરદાર તેજી મેળવી હતી. પોતાના તાનાશાહી વલણની મદદથી વૂએ પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો અને 16 ટ્રિલિયન ડોલરની માલિકન બની ગઈ હતી.