નવી દિલ્હીઃ ટેલીવિઝનના દૈનિક મૂલ્યોને ઉજાગર કરવા માટે વિશ્વ ટેલીવિઝન દિવસ 21 ડિસેમ્બરના રોજ દૂનિયાભરમાં ઉજવવામાં આવે છે, જે સંચાર અને વૈશ્વીકરણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જેના મહત્વને સમજાવવા માટે દર વર્ષ 21 ડિસેમ્બરના રોજ વિશ્વ ટેલીવિઝન દિવસની ઉજવણી કરવામાં આવે છે. ટેલીવિઝન જનસંચાર માટે એક એવું માધ્યમ છે, જેનાથી મનોરંજન, શિક્ષા, સમાચાર અને રાજકારણથી જોડાયેલી તમામ માહિતી લોકોને મળતી રહે છે. આ શિક્ષા અને મનોરંજન બંનેનો એક સ્વાસ્થ્યપરક સ્ત્રોત છે. સમાજમાં માહિતી પહોંચાડવા માટે ટેલીવિઝન મહત્વની ભૂમિકા ભજવે છે. સંયુક્ત રાષ્ટ્ર મુજબ, ટેલીવિઝન વીડિયો માટેનો સૌથી મોટો સ્ત્રોત છે. 2017માં દૂનિયાભરમાં ટીવી ઘરોની સંખ્યા 2017માં 1.63 મિલિયનતી વધીને 2022માં ડબલ થઈ છે. વિશ્વ ટેલીવિઝન દિવસનો ઈતિહાસઃ પ્રથમ વિશ્વ ટેલિવિઝન ફોરમ 21 નવેમ્બર 1996ના રોજ યોજાયો હતો અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ આ દિવસને વિશ્વ ટેલિવિઝન દિવસ તરીકે ચિહ્નિત કર્યો હતો. સંદેશાવ્યવહાર અને વૈશ્વિકરણમાં ટેલિવિઝન નાટકોની ભૂમિકા વિશે જનજાગૃતિ વધારવા માટે આ દિવસે સ્થાનિક અને વૈશ્વિક સ્તરે બેઠકો યોજવામાં આવે છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube