મનુષ્યની એવી પ્રકૃતિ જોવા મળતી હોય છે કે તે વર્તમાન કરતા વધુ ભવિષ્ય વિશે વિચારે છે. જ્યારે કોઈ ભવિષ્યવાણી કરવાનો દાવો કરે છે તો લોકો તે સાંભળવા માટે તત્પર થઈ જાય છે. હાલ એક ભવિષ્યવાણી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલી છે અને આ ભવિષ્યવાણી ત્રીજા વર્લ્ડ વોર અને માનવતાના ભવિષ્ય વિશે છે. આ દાવો એક ઓસ્ટ્રેલિયન બિશપે કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિશપનો દાવો
સિડની સ્થિત બિશપ માર મારી ઈમેન્યુઅલે હાલમાં જ એક ચોંકાવનારો દાવો કર્યો છે કે ત્રીજુ વિશ્વ યુદ્ધ માનવતા માટે ખુબ ભયાનક હશે, તેમણે કહ્યું કે આ યુદ્ધમાં લાખો લોકો પોતાના જીવ ગુમાવશે અને જે બચશે તે પોતાના જીવ બચવા બદલ પણ  પસ્તાશે. બિશપે પોતાની ભવિષ્યવાણીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરી. જેમાં તેણે માનવતા માટે એક અંધારા ભવિષ્યની આશંકા જતાવી, જે આફતોથી ફરેલું હશે. 


અનેક લોકો મરશે, જે બચશે તે પસ્તાશે
ડેઈલી સ્ટાર મુજબ બિશપ માર મારી ઈમેન્યુઅલે એક વીડિયો સંદેશમાં કહ્યું કે ત્રીજા વિશ્વયુદ્ધથી સમગ્ર દુનિયામાં ભારે તબાહી મચશે. તેમણે દાવો કર્યો કે દુનિયાની એક તૃતિયાંશ વસ્તી ખતમ થઈ જશે અને જે બે તૃતિયાંશ લોકો બચશે તેઓ પોતાના જન્મને કોસશે. પૃથ્વી અને તેના રહીશો બંને પીગળશે. બિશપે એમ પણ કહ્યું કે પરમાણુ હથિયાર ફક્ત દેખાડવા માટે નથી, પરંતુ તેનો ઉપયોગ કરવામાં આવશે અને તે માનવ ઈતિહાસનો સૌથી ભયંકર સમય હશે. 


ન્યૂક્લિયર હુમલાથી બચવા માટે FEMA ની ગાઈડલાઈન
આ ચેતવણી એવા સમયે આવી છે કે જ્યારે અમેરિકાની FEMA એ પરમાણુ હુમલાથી બચવા માટેના ઉપાયો પર ગાઈડલાઈન્સ બહાર પાડી છે. આ સંદર્ભમાં બિશપનો સંદેશ વધુ ગંભીર બને છે. કારણ કે વિશ્વભરમાં તણાવ વધી રહ્યો છે અને પરમાણુ હુમલાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. 


આવી ભવિષ્યવાણીઓ નવી નથી
અત્રે જણાવવાનું કે આવું પહેલીવાર નથી બન્યું કે જ્યારે આટલી ભયંકર ભવિષ્યવાણી કરાઈ છે. જાણીતા ભવિષ્યવક્તાઓ જેમ કે બાબા વેંગા અને નાસ્ત્રાદમસે પણ વિશ્વયુદ્ધો અને તેની સાથે આવનારી તબાહી વિશે ભવિષ્યવાણી કરી હતી. આ ભવિષ્યવાણીઓમાં દુનિયાના મોટા સંઘર્ષો અને વિનાશકારી પરિણામો વિશે વાત કરાઈ હતી. હાલમાં વૈશ્વિક તણાવ અને રાજકીય અસ્થિરતા વચ્ચે આ ભવિષ્યવાણીઓ વધુ ડરામણી લાગવા લાગી છે. 


ભવિષ્યવાણીઓ અને વૈશ્વિક સ્થિતિ
હાલના સમયમાં જે રીતે દુનિયાભરમાં વિવિધ પ્રકારના સંકટ અને યુદ્ધની સ્થિતિ વધી રહી છે તે જોતા બિશપની ભવિષ્યવાણી લોકોને વધુ વિચારવા પર મજબૂર કરી રહી છે. અનેક દેશો વચ્ચે વધતા તણાવ અને પરમાણુ હથિયારોનો વધતો ખતરનાક ઉપયોગ માનતા માટે એક મોટી ચિંતાનો વિષય  બની ચૂક્યો છે. આવામાં બિશપ માર મારી ઈમેન્યુઅલની આ ભવિષ્યવાણી વધુ ગંભીર દેખાઈ રહી છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)