નવી દિલ્હીઃ લગ્ન પ્રસંગની તમામ વ્યવસ્થામાં પૈસા પાણીની જેમ વપરાય છે. મહેંદીવાળા, ડેકોરેશનવાળા, બ્યુટિશિયન, જમવાની વ્યવસ્થા, લગ્ન-મંડપની સાજ-સજાવટમાં ધાર્યા કરતા વધારે જ પૈસા વપરાઈ જાય છે. આટલુ ઓછુ હતુ, તો હવે દુલ્હનની બહેનપણીઓ વધારે બતાવવા માટે પણ પૈસા ખર્ચવામાં આવે છે. લગ્નમાં દુલ્હનની બહેનો અને બહેનપણીઓનો એક અલગ જ રૂઆબ હોય છે. દુલ્હેરાજા અને મિત્રો તેમને ચિડવવાની એકપણ તક છોડતા નથી. પરંતુ જો તમને ખબર પડે કે, આ બહેનપણીઓને પૈસા આપીને લગ્નમાં બોલાવવામાં આવી છે તો? આવી બહેનપણીઓ દુલ્હનને ઓળખતી પણ નથી હોતી. જીહાં, આ માત્ર ખયાલી પુલાવ નથી પરંતુ હકીકત છે. હવે એવુ ચલણ પણ શરૂ થયુ છે, જ્યાં છોકરીઓ પૈસા લઈને દુલ્હનની બહેનપણી બને છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રંગીન ગલીઓમાં 'સુખ' શોધવા જાય છે લોકો! અપ્સરા જેવી રૂપ લલનાઓથી છલકતા દુનિયાના 10 Red Light Area ની તસવીરો!

આ છોકરી ઘણી દુલ્હનની મિત્ર બની છે:
જેન ગ્લેન્ટ્ઝ નામની એક છોકરીએ સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો છે કે તે ઘણા લગ્નોમાં દુલ્હનની બ્રાઈડમેડ (કન્યાને મદદ કરનાર તેની બહેનપણી) બની છે. આવુ કરવા બદલ તેને ઘણા રૂપિયા અને એક શાનદાર ડ્રેસ પણ મળે છે. જેન બતાવે છે કે, પૈસા લઈને દુલ્હનની બહેનપણી બનવાની તે, એટલી સારી એક્ટિંગ કરે છે કે, દુલ્હેરાજાને શંકા પણ નથી જતી અને દુલ્હેરાજા તેની સાથે એવી હસી-મજાક કરે છે, જેવી દુલ્હનની બહેનપણી કે બહેન સાથે કરવામાં આવે છે.

આ છે વિશ્વનું સૌથી મોટું પાગલખાનું, અહીં જામે છે ભૂતોની મહેફિલ! પોચા હૃદયવાળા ના જોતા આ તસવીરો

સંજોગોવસાત પસંદ કર્યુ આવુ કરિયર:
અમેરિકામાં રહેતી જેન કહે છે કે તેણે આ વિચિત્ર પ્રકારનું કામ સંજોગોવસાત શરૂ કર્યુ. ધીમે ધીમે જેનને લગ્નમાં જવાનું અને દુલ્હનની બહેનપણી બનવાનું કામ પસંદ પડી ગયુ. આમ કરતા કરતા તેની પાસે શાનદાર ડ્રેસનું મોટુ કલેક્શન બની ગયુ.

જેન પૈસા લઈને બ્રાઈડ્સ મેડ બનવાનું કામ છેલ્લા 7 વર્ષથી કરી રહી છે. તે પોતાને દુનિયાની પહેલી પેઈડ બ્રાઈડ્સમેડ બતાવે છે. જેનનાં આ ખુલાસા બાદ કેટલાક યૂઝર્સે સોશિયલ મીડિયા પર તેના જેવી કારકિર્દી બનાવવા માટેની ટિપ્સ પણ માગી.

એક લાખથી પણ ઓછામાં મળી રહ્યું છે સૌથી શાનદાર ઓફ રોડ બાઈક! Royal Enfield Himalayan ના ચાહકો જલ્દી કરો!

અમદાવાદમાં ક્યાં-ક્યાં ચાલે છે દેહવ્યાપારની દુકાન! સરનામું અને તસવીરો સાથે આ રહ્યાં પુરાવા! હવે પોલીસ શું કરશે?

Virat Kohli ના માનીતા અને ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરની પત્નીએ Topless થઈ Video શેર કર્યો! પત્નીની હરકતથી ખેલાડીને લાગ્યો આઘાત

ભારતનો સૌથી શિક્ષિત ક્રિકેટર કોણ છે તમે જાણો છો? આ ખેલાડીને NASA માં પણ રમતા રમતા મળી શકે છે નોકરી!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube