COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી દિલ્હીઃ એક નવી શોધ મુજબ, પેસિફિક લિંકોડ માછલીમાં તીક્ષ્ણ સોય જેવા 500 દાંત હોય છે. આ દાંતની મદદથી સમુદ્રી જીવોને પોતાનો ખોરાક બનાવે છે. દાંતને તીક્ષ્ણ રાખવાનું રહસ્ય પણ છે રસપ્રદ. પેસિફિક લિંકોડ માછલીના મોંઢામાં આંગળી નાંખવાની કોઈ હિંમત નથી કરતું. કારણ, આ 5 ફૂટ અને 80 પાઉન્ડની માછલીના જડબામાં સોય જેવા 500 દાંત હોય છે. આ દાંતની મદદથી તે દરિયાઈ જીવોને પોતાનો ખોરાક બનાવે છે. માછલીના તીક્ષ્ણ દાંત પાછળનું રહસ્ય પણ રોચક છે. રૉયલ સોસાયટી બીના અહેવાલ મુજબ, લિંકોડના તીક્ષ્ણ દાંતનું રહસ્ય દરરોજ ઉગતા નવા સેટમાં છુપાયેલુ છે. આ માછલીના જડબામાં દરરોજ 20 નવા દાંત ઉગે છે, જે જૂના દાંતની જગ્યા લે છે. યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના સંશોધકોના રિપોર્ટ અનુસાર જો મનુષ્યમાં પણ આવી વિશેષતા હોય તો દરરોજ આપણો એક દાંત તૂટી જાય છે અને તેની જગ્યાએ નવો આવે છે. સંશોધકોના મતે, શાર્કમાં પણ ઘણા બધા દાંત હોય છે, જે નિરંતર જૂના દાંતની જગ્યા લેતા રહે છે. પરંતુ શાર્કના દાંત લિંકોડના દાંત કરતા તદ્દન અલગ છે. લિંકોડની 20% વસ્તી ચમકદાર લીલી અથવા નીલા રંગની હોય છે. આનું કારણ હજુ સુધી વૈજ્ઞાનિકો જાણી શક્યા નથી. તેને એક સારુ સી ફૂડ માનવામાં આવે છે. આ રીતે કરવામાં આવેલ અભ્યાસ- કારલે કોહન અને તેમના સાથીઓએ 20 દિવસ સુધી લિંકોડના દાંતની વૃદ્ધિ પર આ અભ્યાસ હાથ કર્યો હતો. તેમણે માછલીઓને પહેલા લાલ રંગની ડાઈની ટાંકીમાં રાખી, જેના કારણે દાંત લાલ રંગના થઈ ગયા. 10 દિવસ પછી ફરીથી માછલીઓને લીલા રંગની ડાઈની ટાંકીમાં છોડી. વિશ્લેષણમાં જાણવા મળ્યું કે, આ માછલીઓમાં જે દાંત પહેલેથી જ લાલ અને લીલા બંને રંગના થઈ ગયા હતા. ત્યાં જ બીજી બાજુ નવા દાંત ફક્ત લીલા રંગના હતા. 10 હજાર દાંતો પર વિશ્લેષણ- અભ્યાસ દરમિયાન, સંશોધકોએ લિંકોડના લગભગ 10,000 દાંતનું વિશ્લેષણ કર્યું. તેમણે જોયું કે, માછલીના દાંત ઝડપથી બદલાય છે અને નવા ઉગે છે. યુનિવર્સિટી ઓફ સાઉથ ફ્લોરિડાના એક સંશોધક એમિલી કારના જણાવ્યા અનુસાર, આ ખૂબ જ અનોખી બાબત છે. આ માછલીના જડબામાં દાંતના બે સેટ હોય છે. પ્રથમ મોંમાં છે, જેનો ઉપયોગ શિકારને પકડવા માટે કરે છે અને દાંતનો બીજો સેટ ગળામાં હોય છે. જેનો ઉપયોગ શિકારને ચાવવા અને તેને પેટમાં પહોંચાડવામાં કરે છે. અંદરના જડબાના દાંત સૌથી વધુ બદલાય છે. પરિવર્તન માણસની જેમ આવે છે- લિંકોડના દાંતની અન્ય એક વિશેષતા સામે આવી. આ માછલીઓમાં આવતા ઘણા પરિવર્તન મનુષ્યના દાંત જેવા હોય છે. જેમકે દાંત તૂટવા, તેની જગ્યાએ નવા દાંત આવે છે. કોઈપણ દાંત પોતાની પૂર્વ નિર્ધારિત અવસ્થાથી મોટો નથી હોતો.