World's Most Delicious Sweets: રસગુલ્લા, ગુલાબ જાંબુ, જલેબી, પેંડા, મોતીચુર, રબડી, બરફી વગેરે મીઠાઈનું નામ લેતાં જ મોંમાં પાણી આવી જાય છે. આ મીઠાઈ તો ભારતની પ્રખ્યાત મીઠાઈઓ છે. જે દુનિયાભરમાં ફેમસ છે. પરંતુ શું તમે જાણો છો કે આ મીઠાઈથી પણ વધારે સ્વાદિષ્ટ મીઠાઈઓ આખી દુનિયામાં ઉપલબ્ધ છે ? ભારતમાં જ નહીં દુનિયાભરમાં મીઠાઈ ખાવાના શોખીન છે જેના કારણે તાજેતરમાં વિશ્વની સૌથી લોકપ્રિય અને સ્વાદિષ્ટ મીઠાઈઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ભારતની 3 મીઠાઈઓનો પણ સમાવેશ થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


મિસ યુનિવર્સ ઈન્ડોનેશિયા: 6 કન્ટેસ્ટન્ટનો ગંભીર આરોપ, '20 લોકો સામે ટોપલેસ કર્યા'


ભારતમાં બનેલી આ કફ સિરપ જોખમી? WHO એ ગણાવી દૂષિત અને ઘાતક 


દુનિયાનું સૌથી મોટુ પેસેન્જર પ્લેન, 70 કારોના પાર્કિંગ એરિયા જેટલી છે સાઇઝ


એક મેગેઝીન દ્વારા વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય 50 મીઠાઈઓની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં ભારતનો મૈસૂર પાક, ફાલુદા અને કુલ્ફી ફાલુદાને સ્થાન આપવામાં આવ્યું છે. આ યાદીમાં મૈસૂર પાક 14માં સ્થાન પર છે. જ્યારે કુલ્ફી 18 માં ક્રમે અને કુલ્ફી ફાલુદા 32 માં ક્રમે છે.


વિશ્વની સૌથી સ્વાદિષ્ટ અને લોકપ્રિય 5 મીઠાઈઓમાં પહેલા ક્રમે પોર્ટુગલની પેસ્ટલ ડી નાટા, બીજા નંબર પર ઈન્ડોનેશિયાની સોરાબી મીઠાઈ, ત્રીજા નંબર પર તુર્કીની ડોંડુરમા, ચોથા નંબર પર સાઉથ કોરિયાની હોટ્ટેઓક અને પાંચમા ક્રમે થાઈલેંડની પા થોંગ સ્વીટ છે.
 
જો કે વિશ્વની 50 લોકપ્રિય અને સ્વાદિષ્ટ મીઠાઈઓમાં ભારતનો મૈસૂર પાક 14માં નંબરે છે. આ મીઠાઈ ચણાના લોટ, ઘી અને ખાંડથી બને છે. આ મીઠાઈ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.