નવી દિલ્હી: જાપાનમાં જન્મેલા એક બાળક વિશે એવું કહેવાય છે કે તેનું વજન એટલું ઓછું હતું કે જાણે એક સફરજન બરાબર... જો કે હવે આ બાળક એકદમ તાજુમાજુ થઈને બહારની દુનિયામાં પગ રાખવા માટે તૈયાર છે. ઓક્ટોબરમાં જન્મેલું આ બાળક દુનિયામાં સૌથી ઓછા વજન સાથે જન્મેલો બેબી બોય છે. તોશિકોએ ગર્ભધારણ બાદ હાઈ બ્લડ પ્રેશરની મુશ્કેલીના પગલે 24 સપ્તાહ અને પાંચ દિવસ બાદ રયુસુકે સેકિયે (Ryusuke Sekiya) ને જન્મ આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેખાવમાં સામાન્ય લાગતું આ ફૂલ પાણીના સંપર્કમાં આવતા જ બની જાય છે અદભૂત ચીજ, PHOTOS


જન્મ સમયે બાળકનું વજન માત્ર 258 ગ્રામ હતું. તેણે ગત વર્ષે જન્મેલા જાપાનના એક અન્ય બાળકનો રેકોર્ડ પણ તોડ્યો હતો. જેનું વજન માત્ર 268 ગ્રામ હતું. બાળકને ફેબ્રુઆરીમાં ટોકિયોની એક હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. પહેલી ઓક્ટોબર 2018ના રોજ જ્યારે રયુસુકેનો જન્મ થયો તો ત્યારે તેની લંબાઈ 22 સેન્ટીમીટર હતી અને ડોક્ટરોએ તેને અન્ડર ઓબ્ઝર્વેશનમાં રાખ્યો હતો. 


[[{"fid":"211244","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ડોક્ટરોએ બાળકેને દૂધ પીવડાવવા માટે ટ્યૂબનો સહારો લીધો. તેઓ ક્યારેક  ક્યારેક માતાનું દૂધ પીવડાવવા માટે રૂનો ઉપયોગ કરતા હતાં. લગભગ સાત મહિના બાદ બાળકનું વજન 13 ગણું વધ્યું. હવે બાળકનું વજન 3 કિલોગ્રામ છે. આ સપ્તાહના અંતમા મધ્ય જાપાનમાં નગાનો ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાંથી તેને રજા આપી દેવાઈ હતી. 


બાળકની માતા તોશિકોએ પત્રકારોને કહ્યું કે જ્યારે તેનો જન્મ થયો તો તે ખુબ જ નાનો હતો અને એવું લાગતું હતું કે જો તેને સ્પર્શ કરીશું તો તે તૂટી જશે. હું ખુબ જ ચિંતિત હતી. તેમણે કહ્યું કે હવે તે દૂધ પીવે છે, અમે તેને નવડાવીએ છીએ. હું ખુશ છું કે તેને મોટો થતો જોઈ શકું છું. જર્મનીમાં 2015માં સૌથી ઓછા વજનવાળી બાળકીનો જન્મ થયો હતો જેનું વજન 250 ગ્રામ હતું. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...