આ ગાયને જોઈને બધા દંગ રહી જાય છે, ગણતરીના કલાકોમાં બની ગઈ લોકપ્રિય
અમેરિકાના મિસીસિપીમાં દુનિયાની સૌથી નાની ગાય મળી આવી છે. જેનું વજન એક પાળતું બિલાડી જેટલું છે. મિરરમાં છપાયેલા અહેવાલ મુજબ આ નાનકડી ગાયનું કુલ વજન માત્ર 4.5 કિગ્રા છે. ગાયને મિસીસિપી સ્ટેટ યુનિવર્સિટી કોલેજ ઓફ વેટનરીમાં લઈ જવામાં આવી છે. ગાયના માલિકે જ્યારે આટલું ઓછું વજન જોયું તો સ્તબ્ધ થઈ ગયો અને ટ્રિટમેન્ટ માટે મેડિકલ કોલેજ લઈ ગયો. કોલેજમાં મેડિકલ તપાસ બાદ સ્પષ્ટ કરાયું કે ગાયનું માત્ર વજન સામાન્ય ગાયોની સરખામણીમાં ઓછુ છે, જો કે આ ગાય સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.
મિસીસિપી: અમેરિકાના મિસીસિપીમાં દુનિયાની સૌથી નાની ગાય મળી આવી છે. જેનું વજન એક પાળતું બિલાડી જેટલું છે. મિરરમાં છપાયેલા અહેવાલ મુજબ આ નાનકડી ગાયનું કુલ વજન માત્ર 4.5 કિગ્રા છે. ગાયને મિસીસિપી સ્ટેટ યુનિવર્સિટી કોલેજ ઓફ વેટનરીમાં લઈ જવામાં આવી છે. ગાયના માલિકે જ્યારે આટલું ઓછું વજન જોયું તો સ્તબ્ધ થઈ ગયો અને ટ્રિટમેન્ટ માટે મેડિકલ કોલેજ લઈ ગયો. કોલેજમાં મેડિકલ તપાસ બાદ સ્પષ્ટ કરાયું કે ગાયનું માત્ર વજન સામાન્ય ગાયોની સરખામણીમાં ઓછુ છે, જો કે આ ગાય સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.
જાનવરોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોએ આ અદ્ભૂત કહાની જેવી દુનિયા સાથે શેર કરી કે આ બિલાડી જેટલી નાનકડી ગાય પર લોકોએ વ્હાલ વરસાવવાનું શરૂ કરી દીધુ. સૌથી ઓછા વજનની આ ગાયના લોકો ચાહક બની ગયા છે. મેડિકલ ટીમે પોતાના ફેસબુક પેજ પર ગાય લિટિલ બિલની તસવીર શેર કરતા લખ્યું કે અમને એક એવો કેસ મળ્યો કે જેણે અમને સંપૂર્ણ પણે સ્તબ્ધ કરી દીધા. લિટિલ બિલ અમારા માટે આવો જ એવો કેસ છે. નોર્મલ ગાયના વજન કરરતા આ લિટિલ બિલનું વજન લગભગ 10 ગણુ ઓછું છે.
[[{"fid":"194084","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
(તસવીર-સાભાર ફેસબુક પેજ)
ફેસબુક પર જેવી આ નાનકડી વ્હાલી ગાયની તસવીર શેર થઈ કે લોકો તેને જોઈને દીવાના થઈ ગયા. ગણતરીના કલાકોમાં #LilBill હેશટેગ સોશિયલ મીડિયામાં પ્રખ્યાત થઈ ગયો. લોકોએ આ ગાયની ક્યુટનેસના ખુબ વખાણ કર્યાં. લિટિલ બિલના સ્વાસ્થ્ય માટે લોકોએ અલગથી ફેસબુક પેજ પણ તૈયાર કર્યું.
મેડિકલ ટીમે લોકો તરફથી મળી રહેલી આટલી ઉત્સાહજનક પ્રક્રિયા બાદ ફેસબુક પેજ પર લખ્યું કે લિટિલ બિલ અંગે સમયાંતરે જાણકારી આપવામાં આવશે.