બગદાદ/વોશિંગ્ટન: અમેરિકી હુમલામાં ઈરાનના ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના વિશિષ્ટ કુદ્સ ફોર્સના પ્રમુખ જનરલ કાસિમ સુલેમાની (Qassem Suleimani) ના મોત બાદ ઈરાને (Iran) તેનો બદલો લેવાની ચેતવણી આપી દીધી છે. ઈરાનની આ ધમકી બાદ દુનિયાભરમાં હડકંપ મચી ગયો છે. યુદ્ધની સંભાવનાઓ જોતા બગદાદમાં અમેરિકી દૂતાવાસે પોતાના નાગરિકોને તત્કાળ ઈરાક છોડવાની અપીલ કરી છે. આથી ઈરાકી તેલ કંપનીઓમાં કામ કરતા અમેરિકી કર્મચારીઓ સ્વદેશ ભાગવા લાગ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈરાકમાં અમેરિકાની વધુ એક એર સ્ટ્રાઈક, ઈરાન સમર્થક મિલિશિયા કાફલાના 6 લોકો જીવતા ભૂંજાયા


બ્રિટિશ વિદેશ મંત્રી ડોમિનિક રાબ તરફથી પણ પોતાના નાગરિકોતને જેમ બને તેમ જલદી ઈરાક છોડીને પાછા ફરવાની સલાહ અપાઈ છે. વિદેશ મંત્રી રાબ તરફથી કહેવાયું છે કે હું બંને પક્ષોને સંઘર્ષ ઓછો કરવાનો આગ્રહ કરું છું. આગળનો સંઘર્ષ આપણા હિતમાં નથી. આ સાથે જ બ્રિટને મધ્યપૂર્વમાં પોતાના સૈનિક અડ્ડાઓની સુરક્ષા પણ વધારી છે. અત્રે જણાવવાનું કે ઈરાકમાં બ્રિટનના લગભગ 400 સૈન્ય અધિકારીઓ તૈનાત છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube