જાણો વિશ્વના સૌથી લાંબા 10 પૂલ વિશે, જે આજની અજાયબી બનેલા છે
વિશ્વમાં પૂલનું નિર્માણ કસોટીભર્યું હોય છે અને તેમાં પણ સમુદ્ર પર કે પછી બે પર્વતને જોડતો પુલ હોય કે પછી દુર્ગમ માર્ગોમાં પરિવહનની સહુલિયત માટે બનાવવામાં આવતા પુલ, જોકે, આજે એન્જિનિયરિંગ એટલું આગળ વધી ગયું છે કે અતિ દુર્ગમ અને પડકારજનક જગ્યાએ પણ તેણે પુલ બનાવીને લોકોને ચોંકાવી દીધા છે
ન્યૂયોર્કઃ વિશ્વમાં પૂલ એ બે દૂરની વસ્તુઓને નજીક લાવતો સેતુ છે. પછી તે સમુદ્રમાં બનાવાલેયો હોય, નદી પર બનાવાયેલો હોય કે બે પર્વતને જોડતો હોય. આજે વિશ્વમાં એવા કેટલાક પૂલ બનાવવામાં આવ્યા છે જે એન્જિનિયરિંગની કમાલ બન્યા છે. જેની આપણે કલ્પના પણ શક્ય ન હોય એવી જગ્યાએ એન્જિનયરોએ વિશેળ મટિરિયલ અને ડિઝાઈન તૈયાર કરીને પુલ બનાવ્યા છે અને પરિવહનને સરળ બનાવ્યું છે. આવાજ વિશ્વના સૌથી લાંબા 10 પૂલ અને તેમની વિશેષતાઓ પર નજર નાખીએ.
1. દાનયાંગ કુશાન ગ્રાન્ડ બ્રિજ, ચીન
5 વર્ષના નિર્માણકાર્ય બાદ વર્ષ 2011માં ખુલ્લો મુકાયો હતો. દાનયાંગ-કુશાન બ્રિજ 102.4 માઈલ લાંબી બિજિંગ-શાંઘાઈ હાઈ-સ્પીડ રેલવેને સાંકળે છે. તેના નિર્માણનો ખર્ચ 8.5 બિલિયન ડોલર આવ્યો હતો. આ પુલના નિર્માણથી બે શહેરો વચ્ચેનું અંતર ઘટી ગયું અને વધતી વસતીને બે શહેરો સાથે સાંકળી લીધી.
2. ચાંઘાઉ-કાઓસિયુંગ, રેલવે પુલ- તાઈવાન
તાઈવાન હાઈસ્પિડ રેલવે દ્વારા નિર્મિત ચાંઘાઉ-કાઓસિયુંગ પુલ તાઈપેઈ શહેરને કાઓસિયુંગ શહેર સાથે જોડે છે. આ પુલ પર 97.8 માઈલ લાંબા બુલેટ ટ્રેનના પાટા નાખવામાં આવ્યા છે.
3. તિયાનજિન ગ્રાન્ડ બ્રિજ, ચીન
તિયાનજિન ગ્રાન્ડ બ્રિજનું નિર્માણકાર્ય વર્ષ 2010માં પુરું થયું હતું. તે લાંગફાંગ અને ક્વિંગઝિયાન શહેરને બિજિંગ-શાંઘાઈ હાઈસ્પીડ રેલવે મારફતે જોડે છે. આ પુલ 70.6 માઈલ લાંબો છે અને વિશ્વનો ત્રીજા ક્રમનો સૌથી લાંબો પુલ છે.
તુલસી ગબ્બાર્ડનો ટીકાકારોને જવાબ, અમેરિકન હિંદુ હોવાનો મને ગર્વ
4. વેઈનાન વેઈહે ગ્રાન્ડ બ્રિજ, ચીન
વર્ષ 2008માં બનીને તૈયાર થયેલો આ પુલ 49.5 માઈલ લાંબો છે. તે વેઈ રિવર ઉપરથી પસાર થાય છે અને ચીનના ઝેંઘઝોઉ શહેરને ઝિયાન શહેર સાથે જોડે છે. જોકે, તેના પરની રેલવેલાઈન વર્ષ 2010માં શરૂ થઈ હતી.
5. બેંગ ના, હાઈવે- થાઈલેન્ડ
આ પુલ કોઈ પાણી પરથી પસાર થતો નથી. બંગ ના હાઈવે વિશ્વનો પાંચમા ક્રમનો સૌથી લાંબો પુલ છે, જેમાં 6 લેનની સડક છે અને 33.5 માઈલ લાંબો છે. વર્ષ 2000માં બનીને તૈયાર થયેલા આ પુલમાં 1 મિલિયન ક્યુબિક મીટર કોન્ક્રીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
6. બિજિંગ ગ્રાન્ડ બ્રિજ, ચીન
બિજિંગ ગ્રાન્ડ બ્રિજ 29.9 માઈલ લાંબો છે. તે વર્ષ 2010માં બન્યો હતો. તે વિશ્વનો છઠ્ઠા ક્રમનો સૌથી લાંબો પુલ છે.
બ્રિટનમાં કૂમળી છોકરીઓને કરવામાં આવે છે 'બ્રેસ્ટ આયર્નિંગ', કારણ જાણીને થથરી જશો
7. લેક પોન્ચાર્ટ્રેઈન કોઝવે- યુએસએ
લેક પોન્ચાટ્રેઈન કોઝવે પુલનો વિચાર 19મી સદીમાં આવ્યો હતો અને 20મી સદીમાં તેને અમલમાં મુકવામાં આવ્યો હતો. આ પુલ 23.9 માઈલ લાંબો છે અને 1956માં ખુલ્લો મુકાયો હતો. તેને પહોળો કરવાનું કામ 1969 બાદ પુરું થયું હતું. આ પુલ પરથી એક વર્ષમાં 12 મિલિયન વાહનો પસાર થાય છે.
8. માનચાક સ્વેમ્પ બ્રિજ, યુએસએ
માનચાક સ્વેમ્પ બ્રિજ 22.8 માઈલ લાંબો છે અને તે અમેરિકાના લુઇસિયાના સ્ટેટમાં આવેલો છે. લેક મોરેપાસ પર તેનું નિર્માણ કરાયેલું છે. તેના બાંધકામમાં 1,20,000 ફીટ કોન્ક્રીટનો ઉપયોગ કરાયો હતો.
9. યાંગકુન બ્રિજ, ચીન
22.3 માઈલ લાંબો આ પુલ વર્ષ 2007માં બનીને તૈયાર થયો હતો. તે બિંજિંગ-તિયાનજિન શહેરને રેલમાર્ગે જોડે છે.
10. હુઆંગઝોઈ બે બ્રિજ, ચીન
વર્ષ 2008માં ખુલ્લો મુકાયેલો હુઆંઝોઉ બે બ્રિજ સમગ્ર વિશ્વમાં સૌથી લાંબો સમુદ્ર પર બનેલો પુલ છે. તે 22.2 માઈલ લાંબો છે અને ચીનના નિંગબો સિક્સી શહેરને જિયાઝિંગ સાથે જોડે છે. આ સાથે જ તે શાંઘાઈ અને નિંગબો શહેર વચ્ચેનો ટ્રાવેલિંગ સમય પણ ઘટાડે છે. તેને બનાવવામાં 10 વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો હતો અને તેની ડિઝાઈન 600 નિષ્ણાતોએ તૈયાર કરી છે.