આગામી એક વર્ષમાં આવી શકે છે 2008 કરતાં પણ મહાભયાનક મંદીઃ અહેવાલ
બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિન્ચ દ્વારા વિશ્વના ફંડ મેનેજર્સ વચ્ચે કરવામાં આવેલા એક સર્વેમાં આ વાત બહાર આવી છે
ન્યૂયોર્કઃ આગામી એક વર્ષમાં સમગ્ર વિશ્વમાં મહાભયાનક વૈશ્વિક મંદીના એંધાણ વર્તાઈ રહ્યા છે. આ મંદી વર્ષ 2008માં આવેલી વૈશ્વિક મંદી કરતાં પણ ખતરનાક હશે અને જેની શરૂઆતના ચિન્હો અનેક જગ્યાએથી દેખાવા લાગ્યા છે. બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિન્ચ દ્વારા બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં આ પ્રકારની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિન્ચ દ્વારા વિશ્વના અનેક જાણીતા ફંડ મેનેજર્સ વચ્ચે 2થી 8 ઓગસ્ટ વચ્ચે એક સરવે કરવામાં આવ્યો હતો. આ સરવેમાં 34 ટકા ફંડ મેનેજર્સે સ્વીકાર્યું છે કે, આગામી એક વર્ષમાં મોટી મંદી આવી શકે છે, જે ઓક્ટોબર, 2011 પછીની સૌથી મોટી મંદી હશે. આ સરવેમાં 224 ફંડ મેનેજર્સે ભાગ લીધો હતો.
કંપનીઓ બેલેન્સ શીટ સુધારે
આ સરવેમાં સ્વીકારવામાં આવ્યું છે કે, મોટી કંપનીઓ હજુ પણ પોતાની બેલેન્સ શીટમાં સુધારો કરવાના પ્રયાસ નથી કરી રહી, જેના કારણે આવું થઈ શકે છે. મોટી કંપનીઓએ પોતાની બેલેન્સ શીટ સુધારવા પર ધ્યાન આપવું જોઈએ. તેમણે બાયબેક અને કેપેક્સ વધારવાને એટલું મહત્વ આપવાની જરૂર નથી.
ઓટો ઈન્ડસ્ટ્રીમાં સંકટઃ કોઈ કરી રહ્યું છે છટણી તો કોઈએ આપી VRSની ઓફર
વેપાર યુદ્ધની આશંકા
અમેરિકાની ચીન, ઈરાન અને ભારત સાથે વેપાર યુદ્ધની આશંકા ઘેરી બનતી જઈ રહી છે. વૈશ્વિક અર્થતંત્ર માટે આ મોટી ચિંતાજનક વાત છે. જો વ્યાપાર યુદ્ધ આગળ પણ ચાલુ રહેશે તો તેની ઝપટમાં અનેક દેશ આવી શકે છે.
સમાચાર એજન્સી બ્લૂમબર્ગે એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે, જેના અનુસાર એશિયાના તમામ દેશોમાં અત્યારે અર્થતંત્રની ગતિ સારી નથી. સિંગાપોર, ચીન, દક્ષિણ કોરિયા જેવા દેશોનો વિકાસ દર ઘણો જ નીચે જતો રહ્યો છે.
[[{"fid":"229302","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ભારત અને ચીન જેવા દેશોને અત્યારે અમેરિકા સાથે વ્યાપાર યુદ્ધ ચાલી રહ્યું છે. જેની સીધી અસર આ દેશોનાં ઉદ્યોગો પર પડી છે. છેલ્લા ત્રણ મહિનામાં સિંગાપોરનો વિકાસ દર ઘટીને માત્ર 3.4 ટકા પર આવી ગયો છે, જે 2012 પછી સૌથી નીચલો દર છે. ચીનની આયાતમાં પણ ગયા વર્ષની સરખામણીએ 1.3 ટકાનો ઘટાડો થયો છે. નિકાસમાં પણ 7.3 ટકા જેટલો મોટો ઘટાડો જોવા મળ્યો છે. દક્ષિણ કોરિયાના અર્થતંત્રમાં પણ ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઘટાડો જોવા મળ્યો હતો.
ફેક્ટરીઓમાં ઉત્પાદન ઠપ
માગ ન હોવાના કારણે અનેક દેશોની ફેક્ટરીઓએ પોતાનું ઉત્પાદન બિલકુલ બંધ કરી દીધું છે. કંપનીઓ પાસે જુનો સ્ટોક જ એટલો પડ્યો છે કે, તેને કાઢવામાં હજુ ઘણો સમય લાગશે. ભારત અને ચીનના ઓટોમોબાઈલ ક્ષેત્રની હાલત અત્યારે સૌથી ખરાબ છે. બંને દેશમાં વાહોનાના વેચાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
વૈશ્વિક જીડીપીમાં 20 બીપીએસનો ઘટાડો
મોર્ગન સ્ટેનલીએ મંદીના ભણકારા જોતાં વૈશ્વિક જીડીપીમાં 20 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરી દીધો છે. એજન્સીએ 2019 માટે ત્રણ ટકા અને 2020 માટે વિકાસ દર 3.2 ટકા રાખ્યો છે.
જુઓ LIVE TV....