નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીથી અમેરિકા અને કેનેડાની વિમાન મુસાફરી માત્ર 13,499 રૂપિયામાં કરી શકો છો. આઈસલેન્ડની એરલાઈન વોવ (WOW) એરલાઈને પોતાની ફ્લાઈટ્સ માટે ઓછા દરો રજુ  કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જારી કરાયેલી એક વિજ્ઞપ્તિ મુજબ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી પોતાના કેન્દ્ર આઈસલેન્ડના રેકઝાવિક માટે સાત ડિસેમ્બરથી ફ્લાઈટ શરૂ કરાશે. તેની શરૂઆત કરતા વોવ એર 3 અઠવાડિય ફ્લાઈટ્સ ચલાવશે. કંપની આ ફ્લાઈટ્સ દ્વારા પોતાના કેન્દ્ર રેકજાવિકના રસ્તે મુસાફરોને ઉત્તર અમેરિકા તથા યુરોપ સાથે જોડશે. ત્યારબાદ ફ્લાઈટ્સની સંખ્યા વધારીને સપ્તાહમાં પાંચ કરાશે. 


એરલાઈનની જાહેરાત મુજબ મુસાફરો 13,499 રૂપિયાનું ભાડું ચૂકવીને શિકાગો, ઓરલેન્ડો, નેવાર્ટ ડેટ્રોઈટ, સાન ફ્રાન્સિસ્કો, બાલ્ટીમોર, બોસ્ટન, પિટસબર્ગ, લોસ એન્જલસ, વોશિંગ્ટન ડીસી, સેન્ટ લુઈ જેવા શહેરોની હવાઈ મુસાફરી કરી શકે છે. આ ભાડામાં ટેક્સ પણ સામેલ છે. આ ભાડું ટોરેન્ટો અને મોન્ટ્રીયલ માટે પણ હશે. આ લાભ ડિસેમ્બર 2018થી માર્ચ 2019 વચ્ચે નવી દિલ્હીથી ઉપરોક્ત સ્થળો માટે હશે. 


જો કે આ સસ્તી મુસાફરીનું બુકિંગ કરાવવા માટે આ શરત છે. સસ્તા દરો પર લાંબી મુસાફરીની સુવિધા ઉપલબ્ધ કરાવનારી કંપનીએ રજુઆત 18 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધી કરાયેલા બુકિંગ માટે આપવાની જાહેરાત કરી છે. ભાડુ એ મુસાફરો માટે છે જે લોકો ટિકિટનું બુકિંગ એરલાઈનની વેબસાઈટથી કરશે.