હોતન (ચીન): ચીનના અશાંત શિનજિયાંગ વિસ્તારમાં હેયિતકા મસ્જિદની આજુ બાજુ એક સમયે રોનકનો માહોલ જોવા મળતો હતો. પરંતુ ઊંચી ગુંબજવાળી ઈમારતનું નામોનિશાન મિટાવી દીધા બાદ હવે આ જગ્યા સાવ ઉજ્જડ થઈ ગઈ છે. દુનિયાભના મુસલમાન ખુશી અને ઉત્સાહ સાથે ઈદની ઉજવણી કરી રહ્યાં છે પરંતુ વર્તમાન સમયમાં શિનજિયાંગમાં ડઝન જેટલી મસ્જિદો તોડી પાડવાના કારણે ઉઈગર અને અન્ય અલ્પસંખ્યક વસ્તી સુરક્ષાકર્મીઓની મોટી સંખ્યામાં હાજરીના કારણે આ વિસ્તારમાં દબાણનો સામનો કરી રહી છે. રમજાન મહિનો પણ સાવ ફિક્કો ગયો. હોતન શહેરમાં આ જગ્યાની પાછળ એક પ્રાથમિક શાળાની દીવાલ પર લાલ રંગના અક્ષરોમાં લખેલું છે કે 'પાર્ટી માટે લોકોને ભણાવો'. અને આ શાળામાં પ્રવેશ અગાઉ વિદ્યાર્થીઓએ પોતાનો ચહેરો સ્કેન કરાવવો પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાસેના બજારના એક દુકાનદારે કહ્યું કે મસ્જિદની બનાવટ શાનદાર હતી. ત્યાં અનેક લોકો રહેતા હતાં. ઉપગ્રહથી મળેલી તથા અન્ય તસવીરો જોતા માલુમ પડે છે કે 2017 બાદથી 36 મસ્જિદો અને ધાર્મિક સ્થળોને તોડી પડાયા છે. જે મસ્જિદો ખુલ્લી છે ત્યાં જવા માટે શ્રદ્ધાળુઓએ મેટલ ડિટેક્ટરમાંથી પસાર થઈને જવું પડે છે અને સર્વિલાંસ કેમેરા સતત તેમના પર નિગરાણી રાખે છે. દમનના ડરથી ઓળખ ઉજાગર નહીં કરવાની ભલામણ કરતા ઉઈગર મુસલમાને કહ્યું કે અહીં હાલાત ખુબ જ કડક છે. હ્રદય પથ્થર કરીને રહેવું પડે છે. 


બુધવારે ઈદ મનાવનારા મુસલમાનો એકદમ ચૂપચાપ ઈદગાહ મસ્જિદ પહોંચ્યા
બુધવારે ઈદ ઉજવનારા મુસલમાનો ખુબ જ ખામોશીથી ઈદગાહ મસ્જિદ પહોંચ્યાં. આ મસ્જિદને પ્રશાસને મંજૂરી આપી રાખી છે અને તે ચીનની સૌથી મોટી મસ્જિદોમાંથી એક છે. આસપાસના રસ્તા, ઈમારતો પર સાદા વેષમાં સુરક્ષાકર્મીઓ આવતા જતા લોકો પર નજર રાખી રહ્યાં હતાં. શિનજિયાંગમાં મુસ્લિમો માટે આ વખતે રમજાનમાં કોઈ રોનક નહતી. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...