નવી દિલ્હી: ચીનના જે શહેરમાંથી કોરોના વાયરસ સક્રમણની શરૂઆત થઈ હતી. આજે તે ખુલી રહ્યું છે. લગભગ ત્રણ મહિનાના લોકડાઉન બાદ વુહાન શહેરમાંથી પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે, સંક્રમણને રોકવા માટે સૌથી પહેલા લોકડાઉનની શરૂઆત પણ આ શહેરમાંથી થઈ હતી. વુહાનથી નીકળલા જીવલેણ કોરોના વાયરસના કારણે આજે દુનિયાના 184 દેશોમાં લગભગ 14 લાખથી વધારે લોકો સંક્રમિત થયા છે. ચીનના શહેરથી નીકળીને આ વાયરસના કારણે 82 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુધવારે મધરાત સુધીમાં લોકડાઉન પૂર્ણ થઈ ગયા પછી, શહેરના 1.1 કરોડ લોકોને હવે ક્યાંય જવાની ખાસ પરવાનગીની જરૂર રહેશે નહીં, જો જરૂરી સ્માર્ટ ફોન એપ્લિકેશન બતાવે કે તેઓ સ્વસ્થ છે અને ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યા નથી. આ સમય પર યાંગતેજ નદીની બંને સાઈડ લાઈટ શો થયો, ગગનચુંબી ઇમારતો અને પુલો પર આ પ્રકારની છબીઓ જોવા મળતી હતી જેમાં આરોગ્ય કર્મચારીઓ દર્દીઓ લઈ જતા જોવા મળ્યા હતા, અને ક્યાંક વુહાન માટે 'હિરોઇક સિટી' શબ્દો જોવા મળ્યા હતા.


ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં પહેલીવાર ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસનો કેસ નોંધાયો હતો. આ પછી સમગ્ર ચીનમાં વાયરસ ફેલાયો. આ જીવલેણ સંક્રમણને કારણે, ફક્ત ચીનમાં 82 હજારથી વધુ લોકો અસરગ્રસ્ત થયા હતા. ચીનમાં 3,337 લોકોના મોત માત્ર કોરોના વાયરસના કારણે થયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube