Yemen Stampede:  યમનની રાજધાની સનાથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. અહીં નાસભાગમાં 78 લોકોના મોત થયા છે. તો બીજી તરફ નાસભાગ દરમિયાન અનેક લોકો લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર નાસભાગમાં ઘાયલ 13 લોકોની હાલત ગંભીર છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેની સારવાર ચાલી રહી છે. રાહત સામગ્રીના વિતરણ દરમિયાન ભીડ બેકાબૂ બની ગઈ હતી અને નાસભાગ મચી ગઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બચાવ કામગીરીમાં સામેલ બે પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે શાળામાં સેંકડો લોકો દાન એકત્રિત કરવા માટે એકઠા થયા હતા. દરેક વ્યક્તિને 5,000 યમની રિયાલ અથવા લગભગ $9 US મળવાના હતા. પરંતુ આ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી.


તો બીજી તરફ યમનના ગૃહ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે દાનનો આ કાર્યક્રમ બે ઉદ્યોગપતિઓ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. બંનેને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. કેસની તપાસ ચાલી રહી છે. નાસભાગનું કારણ જાણવામાં આવી રહ્યું છે.