બાળકો માટે જીવતું જાગતું નરક બન્યું છે આ સ્થળ, જાણો કેમ
હજારો બાળકો કુપોષણ અને તેની બીમારીઓથી દર વર્ષે મોતને ભેટી રહ્યાં છે. જેની સરળતાથી સારવાર કરવામાં આવી શકે છે.
અમ્માન: સંયુક્ત રાષ્ટ્રના એક મુખ્ય અધિકારીએ રવિવારે કહ્યું કે યુદ્ધગ્રસ્ત યમન બાળકો માટે ‘જીવતું જાગતું નરક’ બની ગયું છે. જ્યાં હજારો બાળકો કુપોષણ અને તેની બીમારીઓથી દર વર્ષે મોતને ભેટી રહ્યાં છે. જેની સરળતાથી સારવાર કરવામાં આવી શકે છે. સંયુક્ત રાષ્ટ્રની બાળ એજન્સી યૂનિસેફમાં દક્ષિણ એશિયા અને ઉત્તર આફ્રિકાના પ્રાદેશિક ડિરેક્ટર ગીર્ટ કેપ્લેયરે સંબંધિત પક્ષો સાથે આ મહિનાના અંતમાં થનારી વિશ્વ શાંતિની વાર્તામાં શામેલ થવા અને સંઘર્ષવિરામ પર રાજી થવાનું આહવાન કર્યું છે. તેમમે જોર્ડનની રાજધાની અમ્માનમાં એક પત્રકાર સમ્મેલનમાં જણાવ્યું હતું કે, યમન આજના સમયમાં જીવતું જાગતું નરક બની ગયું છે.
માત્ર 50થી 60 ટકા બાળકો માટે નથી, પરંતુ યમનના દરેક છોકરા અને છોકરીઓ માટે એક નરક છે. તેમણે કહ્યું કે આ આંકડા અમે બધાને તે સમજાવવા માટે એક ચેતવણી છે કે સ્થિતિ કેટલી ગંભીર થઇ ગઇ છે. યૂનિસેફના જણાવ્યા અનુસાર, યમનમાં પાંચ વર્ષથી નીચેના લગભગ 18 લાખ બાળકો ભયંકર રીતથી કુપોષણથી ગ્રસ્ત છે. તેમાંથી ગંભીર રીતથી પ્રભાવિત 4 લાખ બાળકોના જીવન પર ખતરો મંડરાઇ રહ્યો છે.
યમનમાં દર એક વર્ષે 30 હજાર બાળકોનો મોત કુપોષણના કારણે થાય છે. જ્યારે દર એક 10 મીનિટમાં એક બાળકનું મોત તેની બીમારીઓના કારણે થયા છે. જેની સારવાર સરળતાથી કરવામાં આવી શકે છે.