Hamas Massacre Video : ઈઝરાયેલ-હમાસ યુદ્ધ ચાલુ છે અને આ દરમિયાન ઈઝરાયેલે 7 ઓક્ટોબરે હુમલાનો વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયો તે સમયનો છે જ્યારે હમાસના આતંકવાદીઓએ મ્યુઝિક કોન્સર્ટમાં નરસંહાર કર્યો હતો. આ વિડિયો હુમલા બાદ બચાવ કામગીરી દરમિયાન શૂટ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. જ્યારે લોકો ત્યાં પહોંચ્યા તો વાળ ઉભા કરી નાખે તેવું દ્રશ્ય હતું. થોડા સમય પહેલાં સુધી નાચતા-ગાતા યુવાનોના મૃતદેહો આસપાસ પડેલા હતા. આ ભયાનક વીડિયો જોઈને કોઈ પણ કહી શકે છે કે હમાસે ઈઝરાયેલ પર કેટલો મોટો હુમલો કર્યો હતો.


હમાસે મ્યુઝિક કોન્સર્ટમાં 260 લોકોની હત્યા કરી હતી
આ વીડિયો 7 ઓક્ટોબરનો છે જ્યારે દક્ષિણ ઇઝરાયેલ વિસ્તારમાં એક મ્યુઝિક કોન્સર્ટ ચાલી રહ્યો હતો. તે જ સમયે હમાસના આતંકવાદીઓએ હુમલો કરીને સામૂહિક નરસંહાર કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે હુમલા બાદ બચાવ અભિયાન દરમિયાન આ વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો. સમગ્ર વિસ્તારમાં યુવાનોના મૃતદેહો વિખરાયેલા છે. ઇઝરાયેલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સુપરનોવા ટ્રાન્સ મ્યુઝિક પ્રોગ્રામ દરમિયાન 260 લોકોની હત્યા કરવામાં આવી હતી અને ઘણા લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા.


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube