પાકિસ્તાનમાં મળ્યો હિન્દૂ છોકરીનો મૃતદેહ, પરિવારે વ્યક્ત કરી હત્યાની આશંકા
પાકિસ્તાનમાં હિન્દૂ છોકરીઓ પર અત્યાચારના કિસ્સા અટકવાનું નામ નથી લઇ રહ્યાં. ત્યારે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક હિન્દૂ છોકરીની હત્યાના સમાચાર સામે આવ્યા છે
હૈદરાબાદ (પાકિસ્તાન): પાકિસ્તાનમાં હિન્દૂ છોકરીઓ પર અત્યાચારના કિસ્સા અટકવાનું નામ નથી લઇ રહ્યાં. ત્યારે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક હિન્દૂ છોકરીની હત્યાના સમાચાર સામે આવ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, હત્યા જબરજસ્તી ધર્મ પરિવર્તનના કારણે થઇ છે. મૃતક વિદ્યાર્થીનીનું નામ નમૃતા ચંદાની હતું અને તે ઘોટકીના જ મીરપુર મથેલાની રહેવાથી હતી. પોલીસનું કહેવું છે કે, શરૂઆતમાં તે કહેવું મુશ્કેલ છે કે આ આત્મહત્યા છે કે પછી હત્યા. પરંતુ નમૃતાના ભાઇ ડો. વિશાલ સુંદરે દાવો કર્યો છે કે, આ આત્મહત્યા નથી હત્યા છે.
આ પણ વાંચો:- સઉદી: ઑઇલ પ્લાંટ પર એટેકની અસર, ક્રુડની કિંમતમાં 28 વર્ષ બાદ મોટો ભડકો
નમૃતા લરકાણાના બીબી આફિસ ડેન્ટલ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી. નમૃતાનો મૃતદેહ હોસ્ટેલના રૂમના બેડ પર પડેલો મળ્યો અને તેના ગળામાં દોરીનો ફાંસો લગાવેલો હતો. સવારે જ્યારે નમૃતાની મિત્રએ તેના રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. તે દરમિયાન અંદરથી ઘણા સમય સુધી જવાબ ના મળતા તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસના આવ્યા બાદ ચોકીદારે દરવાજો તોડ્યો અને અંદર નમૃતાનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલવામાં આવ્યો છે.
આ પણ વાંચો:- VIDEO: પાક.માં હિંદુઓ પર જુલમ, તોફાનીઓના ખોફથી રડતા બાળકોનાં મોઢા દબાવી દેવા પડ્યાં
લરકાણાના ડીઆઇજી ઇરફાન અલી બલૂચે એસએસપી મસૂદ અહેમદ બંગશને ઘટનાના તપાસના આદેશ આપ્યા હતા. ત્યારે કોલેજના કુલપતી, ડો અનિલ અતાઉર સહેમાને કહ્યું, પ્રથમ નજરે આ ઘટના આત્મહત્યા લાગી રહી છે. પરંતુ પોલીસ મેડિકો-લીગલ પોસ્ટમોટર્મ રિપોર્ટ બાદ સ્થળ પરના વાસ્તવિક કારણો મેળવામાં સક્ષમ હશે.
આ પણ વાંચો:- OMG..! પ્રથમ નજરે જોતાં જ ડરી જવાય એવી 'એલિયન માછલી' મળી આવી
તમને જણાવી દઇએ કે, થોડા દિવસથી સિંધના ઘોટકી વિસ્તારમાં હિન્દૂઓ પર થઇ રહેલા અત્યાચારના કિસ્તા ચર્ચામાં હતા. 15 સપ્ટેમ્બર ઘોટકીમાં જે એક હિન્દૂ મંદિર અને સ્કૂલમાં તોડફોડ કરવામાં આવી હતી.
જુઓ Live TV:-