ટાઈટેનિક વિશે તમે આ વાતો ક્યારેય નહીં સાંભળી હોય, આ જહાજમાં વસેલું હતું આખું શહેર
ટાઈટેનિક એક સમુદ્રી જહાજ હતું. તેનું જીવનકાળ માત્ર 5 દિવસનું હતું. પરંતુ ડૂબવાના દાયકા પછી પણ લોકો તેને ભૂલી શકતા નથી. આ જહાજ સાથે જોડાયેલ અનેક રોચક વાત છે જેને તમે જાણીને હેરાન રહી જશો.
નવી દિલ્હીઃ Titanic Story: ટાઈટેનિકનું ડૂબી જવું દુનિયાની સૌથી મોટી સમુદ્રી દુર્ઘટનામાંથી એક માનવામાં આવે છે. તેનું જીવનકાળ માત્ર 5 દિવસનું હતું. પરંતુ ડૂબવાના દાયકા પછી પણ લોકો તેને ભૂલી શકતા નથી. 1997માં જેમ્સ કેમરૂને ટાઈટેનિક પર ફિલ્મ બનાવીને તેની યાદોને ફરી એકવાર જીવંત કરી દીધી. ફિલ્મમાં ટાઈટેનિક ફિલ્મના શરૂથી લઈને તેના ડૂબવા સુધીની આખી વાસ્તવિક ઘટનાને ફિલ્માવવામાં આવી છે. ટાઈટેનિકને વાસ્તવિક જીવનની આજુબાજુ નિર્દેશિત કરવામાં આવતાં દુનિયાભરમાં તેને ભારે લોકપ્રિયતા મળી. ટાઈટેનિક પોતાના સમયમાં દુનિયાનું સૌથી મોટું અને મોંઘું જહાજ હતું.
ટાઈટેનિકની સફર:
ટાઈટેનિકની સફર 10 એપ્રિલ 1912માં શરૂ થઈ હતી અને તે 15 એપ્રિલ 1912ના રોજ આઈસબર્ગ સાથે ટકરાઈને ડૂબી ગયું. જેના કારણે તેમાં સવાર 1517 લોકોના મોત થયા હતા. આ ટાઈટેનિક વિશે તમે અનેક વાતો વાંચી હશે અને જાણતા પણ હશો પરંતુ અમે તમને એવી વાતો જણાવીશું જેને જાણીને તમે રોમાંચિત થઈ જશો.
ટાઈટેનિકનો કાટમાળ શોધવામાં લાગ્યા 73 વર્ષ:
તમને જાણીને આશ્વર્ય થશે કે જહાજ એટલી ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયું હતું કે દૂર-દૂર સુધી તેનો કાટમાળ મળ્યો નહતો. તેનો કાટમાળ શોધવામાં લગભગ 73 વર્ષ લાગ્યા. 1 સપ્ટેમ્બર 1985માં વૈજ્ઞાનિક જીન-લુઈ-મિશેલ અને ડૉ.રોબર્ટ બલાર્ડે જહાજના અવશેષોની જાણકારી મેળવી હતી.
જહાજની કિંમત:
સન 1912માં આ જહાજની કિંમત 7.5 મિલિયન ડોલર હતી. તેનાથી પણ દિલચશ્પ વાત એ છે કે જેમ્સ કેમરૂન દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મનું બજેટ 200 મિલિયન ડોલર સુધી પહોંચી ગયું હતું.
શાનદાર હતું ઈન્ટીરીયર:
ટાઈટેનિક જહાજ એકદમ લક્ઝરી અને મોડર્ન સ્ટાઈલનું હતું. તેનું ઈન્ટીરીયર જોવાલાયક હતું. કદાચ તમને ખબર નહીં હોય કે જહાજની અંદરનું ઈન્ટીરીયર લંડનની એક હોટલ ધ રિટ્ઝથી ઈન્સ્પાયર્ડ હતું. આ હોટલ આજે પણ છે. જો તમે ટાઈટેનિકનો અનુભવ લેવો હોય તો તમારે જીવનમાં એકવાર લંડનની આ હોટલની જરૂર મુલાકાત લેવી જોઈએ.
જહાજમાં કેટલા લોકો હતા સવાર:
ટાઈટેનિકની સફર શરૂ થવા સુધીમાં કુલ 2200 લોકો સવાર હતા. 2200માંથી લગભગ 1500 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. જ્યારે 700 લોકો ડૂબવાથી બચી ગયા,. જોકે અનેક લોકોનું માનવું છે કે જહાજ પર 2200થી વધારે લોકો હતા. એવામાં મૃતકોનો આંકડો 1500થી વધારે થઈ શકે છે.
ફિલ્મી પરદા પર કહાની બતાવવામાં આવી:
જો તમે ફિલ્મ ટાઈટેનિક જોઈ હશે તો તમે જોયું હશે કે એક સીનમાં ટાઈટેનિકના ડૂબવા પર પણ મ્યુઝિશિયન શાંતિની ભાવનાને દર્શાવી રાખવા માટે મ્યુઝિક વગાડતો રહે છે. દિલચશ્પ વાત એ છે કે આવું હકીકતમાં થયું હતું. તે લગભગ 2 કલાક 5 મિનિટ સુધી મ્યુઝિક વગાડતો રહ્યો અને છેલ્લે પોતાનો જીવ ગુમાવી બેસે છે.
ટાઈટેનિકને ડૂબવામાં કેટલો સમય લાગ્યો:
આ વાતની એકદમ સટીક જાણકારી આપવી તો અઘરી છે. પરંતુ જાણકારી અનુસાર જહાજને ડૂબવામાં લગભગ 2 કલાક 40 મિનિટનો સમય લાગ્યો હતો. આ ટાઈમિંગ તે સમય પરથી કાઢવામાં આવ્યો છે જ્યારે આઈસબર્ગના સ્પોટિંગને લઈને પહેલા અલર્ટ આપવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube