બાળકો પાર્કમાં રમવા જતા હોય તો સાવધાન...6 દિવસમાં માસૂમનું મોત, દરેક માતા પિતાએ ખાસ વાંચવા જેવો કિસ્સો
અમેરિકાના ટેક્સાસમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં પાર્કમાં રમવા ગયેલા બાળક સાથે એવી ઘટના ઘટી કે ગણતરીના દિવસોમાં તેનું મોત થઈ ગયું.
ટેક્સાસ: અમેરિકાના ટેક્સાસમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં પાર્કમાં રમવા ગયેલા બાળક સાથે એવી ઘટના ઘટી કે ગણતરીના દિવસોમાં તેનું મોત થઈ ગયું. વાત જાણે એમ છે કે બાળક સ્પ્લેશ પેડના કારણે બ્રેઈન ઈટિંગ અમીબા(Brain-Eating Amoeba)ના સંપર્કમાં આવ્યો. અમીબા નાક કે મોઢા દ્વારા બાળકના મગજમાં ઘૂસી ગયો અને 6 દિવસની અંદર બાળકનું મોત થઈ ગયું.
કેમ આટલો જોખમી?
અત્રે જણાવવાનું કે જાહેર પાર્કમાં સ્પ્લેશ પેડ પર લાગેલા સ્પ્રિંકલર, ફૂવારા, નોઝલ અને અન્ય જળ સ્પ્રેની સમયાંતરે સફાઈ ન થવાના કારણે તેના પર બ્રેઈન ઈટિંગ અમીબા જમા થઈ જાય છે અને લોકોને નુકસાન પહોંચાડે છે. આ Amoeba જો નાક કે મોઢા દ્વારા શરીરમાં ઘૂસી જાય તો જીવલેણ બની શકે છે. મળતી માહિતી મુજબ આ બ્રેઈન ઈટિંગ અમીબાથી સંક્રમિત થનારા 95 ટકા લોકોના મોત થઈ જાય છે.
અધિકારીઓએ શું કહ્યું
ટેક્સાસ શહેરના અર્લિંગ્ટનના અધિકારીઓએ કહ્યું કે શહેર અને ટેરેન્ટ કાઉન્ટી પબ્લિક હેલ્થને 5 સપ્ટેમ્બરે જાણ કરાઈ હતી કે એક બાળકને અમીબીક મેનિગોએન્સેફલાઈટિસના સંક્રમણના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જેનું સારવાર દરમિયાન મોત થયું.
ગંદા પાણીમાં ઉછરે છે આ અમીબા
બાળકની બીમારી અંગે જાણ્યા બાદ સ્વાસ્થ્ય અધિકારીઓએ તપાસ શરૂ કરી. આ બધા વચ્ચે અર્લિંગ્ટનના તમામ જાહેર સ્પ્લેશ પેડ બંધ કરાયા. અધિકારીઓએ સ્પ્લેશ પેડના પાણીમાં અમીબાની હાજરીની પુષ્ટિ કરી. ડેપ્યુટી સિટી મેનેજર લેમ્યુઅલ રેન્ડોલ્ફ (Deputy City Manager Lemuel Randolph) એ કહ્યું કે સ્પ્લેશ પેડની રેગ્યુલર સાફ સફાઈમાં કમી જોવા મળી. અમે દેખરેખના માપદંડોને પૂરા કરી શક્યા નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube