કીવઃ યુક્રેન પર રશિયા સતત હુમલો કરી રહ્યું છે. નવા પ્રતિબંધોની માંગ કરતા યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ ભારતને અપીલ કરી છે કે તે રશિયાને યુદ્ધ રોકવા માટે કહે. એક ટીવી સંબોધન દરમિયાન કુલેબાએ રશિયા પર યુદ્ધવિરામ સમજુતીના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. સાથે યુદ્ધગ્રસ્ત વિસ્તારથી વિદેશી વિદ્યાર્થીઓ અને નાગરિકોને સુરક્ષિત કાઢવા માટે ફાયરિંગ બંધ કરવાનો આગ્રહ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું, '30 વર્ષો માટે યુક્રેન આફ્રિકા અને એશિયાના હજારો વિદ્યાર્થીઓ માટે એક સ્વાગત યોગ્ય ઘર હતું. વિદેશી વિદ્યાર્થીઓને અહીંથી કાઢવા માટે યુક્રેને ટ્રેનોની વ્યવસ્થા કરી છે. હોટલાઇન સ્થાપિત કરી છે. દૂતાવાસોની સાથે કામ કર્યુ છે. યુક્રેની સરકાર સતત તેના માટે કામ કરી રહી છે.'


યુક્રેની વિદેશ મંત્રીએ દાવો કર્યો કે રશિયા તે દેશોની સહાનુભૂતિ જીતવાનો પ્રયાસ કરી રહી છે, જેના નાગરિક યુક્રેનમાં છે. તેમણે કહ્યું કે, જો રશિયા વિદેશી વિદ્યાર્થીઓના મામલામાં મદદ કરે છે તો તે બધાને સુરક્ષિત કાઢી લેવામાં આવશે. તેમણે કહ્યું- હું ભારત, ચીન અને નાઇઝીરિયાની સરકારોને અપીલ કરૂ છું કે રશિયાને ફાયરિંગ રોકવા અને નાગરિકોને જવાની મંજૂરી આપવાની અપીલ કરે.


આ પણ વાંચોઃ Russia-Ukraine War: પુતિને આપી મોટી ધમકી, યુક્રેનને  ‘No-Fly Zone’ જાહેર કરનાર દેશને યુદ્ધમાં સામેલ માનવામાં આવશે


આ સિવાય કુલેબાએ કહ્યુ કે, ભારત સહિત તમામ દેશ જે રશિયા સાથે વિશેષ સંબંધથી જોડાયેલા છે, રશિયન રાષ્ટ્રપતિ પુતિનને અપીલ કરી શકે છે કે આ યુદ્ધ બધાના હિતની વિરુદ્ધ છે. તેમણે તર્ક આપ્યો કે સંઘર્ષનો અંત તમામ દેશોના સર્વોત્તમ હિતમાં છે. તેમણે કહ્યું- ભારત યુક્રેનના કૃષિ ઉત્પાદકોના સૌથી મોટા ઉપભોક્તામાંથી એક છે. જો યુદ્ધ યથાવત રહેશે તો અમારા માટે નવો પાક ઉત્પન કરવો મુશ્કેલ હશે. વૈશ્વિક અને ભારતીય ખાદ્ય સુરક્ષાના સંદર્ભમાં આ યુદ્ધને રોકવું સર્વોત્તમ હિતમાં છે. 


તેમણે સામાન્ય ભારતીયો પાસે યુદ્ધ રોકવાની માંગ કરવા આટે રશિયા પર દબાવ બનાવવાનું આહ્વાન કર્યું. તેમણે કહ્યું- યુક્રેન માત્ર તે માટે લડી રહ્યું છે કારણ કે અમારા પર હુમલો કરવામાં આવ્યો હતો અને અમારે અમારી ધરતીની રક્ષા કરવાની છે, કારણ કે પુતિન અમારા અસ્તિત્વના અધિકારને ઓળખતા નથી. 


આ પણ વાંચોઃ War Live Updates: ઈયુએ કરી યુક્રેનની મદદ, યુદ્ધ વચ્ચે કર્યો પૈસાનો વરસાદ


વિદેશ મંત્રાલયે શનિવારે કહ્યું કે, ઓપરેશન ગંગા હેઠળ 63 ઉડાનોથી અત્યાર સુધી લગભગ 13300 લોકો યુક્રેનથી ભારત પરત ફર્યા છે. તેમણે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં લગભગ 2900ને લઈને 15 ઉડાનો ઉતરી છે. એક બ્રીફિંગમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ- છેલ્લા 24 કલાકમાં લગભગ 2900 લોકોની સાથે 15 ઉડાનો ઉતરી છે. ઓપરેશન ગંગા હેઠળ 63 ઉડાનોથી અત્યાર સુધી 13300 લોકો ભારત પરત ફર્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube