YouTuber gifts his wife Lamborghini: અમેરિકામાં રહેતા યુટ્યૂબર એડમ પોતાની લાઈફના દરેક નાના મોટા અપડેટ વિશે દુનિયાને જાણ કરે છે. આ બધા વચ્ચે તેણે એક ગજબ કારનામું કરી નાખ્યું જેને લઈને લોકો હવે તેમની મજાક ઉડાવી રહ્યા છે. યુટ્યૂબર એડમે તેની પત્ની લીનાને સવા ત્રણ કરોડ રૂપિયાની શાનદાર લેમ્બોર્ગિની કાર ગિફ્ટ કરી છે. યુટ્યૂબરે જેવો આ ખુલાસો કર્યો કે આ ગિફ્ટ તેની પત્નીને બીજા વ્યક્તિ સાથે સેક્સ સીન ફિલ્માવવા પર આપી છે તો ઓપન વિચારધારા ધરાવતા અમેરિકી સોશિયલ મીડિયા પર બબાલ મચી ગઈ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રીન લેમ્બોર્ગિની સાથે શેર કર્યો ફોટો
આ  કપલે પોતાની નવી સવા ત્રણ કરોડની લક્ઝરી કરાનો ફોટો શેર કર્યો છે. એડમ તેની યુટ્યૂબ ચેનલ ઉપરાંત એક પોડકાસ્ટ શો પણ હોસ્ટ કરે છે. તેના પોડકાસ્ટનું નામ  'No Jumper' છે. એડમે હાલમાં જ પત્નીને બીજા વ્યક્તિ સાથે સંબંધ બનાવતા જોયા બાદ ખુશ થઈને કરોડોની ભેટ આપી. ગ્રીન કારની બાજુમાં એક બીજાને કિસ કરી રહેલા આ કપલના ફોટા પર અનેક લોકો રિએક્શન આપી રહ્યા છે. 


એડમ સોશિયલ મીડિયાના દરેક મંચથી કમાણી કરે છે. આવામાં તેની ફેન ફોલોઈિંગ પણ કરોડોમાં છે. પરણિત લાઈફમાં કપલને એક બાળક પણ છે. તે હંમેશા પોતાના બાળકની તસવીરો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. આવામાં જ્યારે એડમે ટિકટોક પર એમ કહીને પોતાનો વીડિયો પોસ્ટ કર્યો કે તેણે પોતાની ક્વીન માટે આ કાર લીધી કારણ કે તેણે કઈ અન્ય વ્યક્તિ સાથે એક દ્રશ્ય કરવા બદલ તેના પર ખુબ ગર્વ હતો. ત્યારબાદ લોકોએ તેને ખુભ સંભળાવી દીધુ. 


ઘરે પાછી ફરેલી પત્નીનું રિએક્શન
ટોરંટ સનમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ આ ઘટના ક્રમનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લગભગ 2 મિનિટના વીડિયોમાં જોઈ શકાય છે કે એડમની પત્ની સરપ્રાઈઝ ગિફ્ટ જોવા માટે જેવી પોતાની આંખો ખોલે છે તો ખુશીથી ઉછળી પડે છે. તેના મોઢામાંથી પહેલો શબ્દ એ નીકળે છે કે શું? આ મારા માટે છે? હે ભગવાન આને હું રાખી લઉ? ત્યારે એડમે કહ્યું કે બિલકુલ મારી ક્વીન બધુ તમારા માટે છે. તારા માટે કઈ પણ. 


હવે તમે વિચારી રહ્યા હશો કે આ કેવી પતિ પત્ની છે જે આવી વાત પર જશ્ન મનાવીને ખુશ થઈ રહ્યા છે જાણે કોઈ મોટું કામ કરીને પાછી ફરી હોય. તો તમને જણાવી દઈએ કે તેમાં તમારે પરેશાન થવાની કોઈ જરૂર નથી. કારણ કે યુટ્યૂબર એડમની પત્ની એક એડલ્ટ સ્ટાર છે. આથી જ્યારે એડમે તેને આમ કરવાનું કહ્યું તો તેણે ના ન પાડી.