જો કોઈ વ્યક્તિ પાસે iPhone 12 Mini હોય અને તે iPhone 14 Pro Maxનો ઉપયોગ કરવાનું શરૂ કરે, તો કેવુ સારુ લાગે. તેમાં મોટી સ્ક્રીન, લાંબી બેટરી લાઇફ અને સારો કેમેરો મળે છે. પરંતુ શું પ્રો મેક્સથી પણ મોટો iPhone ક્યારેય જોયો છે? એક YouTuber એ વિશ્વનો સૌથી મોટો iPhone બનાવ્યો છે, જેની ઉંચાઈ 6 ફૂટથી વધુ છે. તે ખરેખર આઇફોનની જેમ જ કામ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વનો સૌથી મોટો આઇફોન


લોકપ્રિય યુટ્યુબર મેથ્યુ બીમ વારંવાર તેના ફોલોઅર્સ માટે મજેદાર કન્ટેન્ટ લાવે છે. તેના વીડિયો જોનારા લોકોની સંખ્યા ઘણી મોટી છે અને તેનો લેટેસ્ટ વીડિયો પણ ધૂમ મચાવી રહ્યો છે. તેણે 'મે વિશ્વનો સૌથી મોટો આઇફોન બનાવ્યો' નામનો વીડિયો પોસ્ટ કર્યો. તે ખરેખર વિશ્વનો સૌથી મોટો આઇફોન બનાવવામાં સફળ થયો છે.


તેમનો આ આઈફોન 2 મીટર લાંબો છે અને કામ કરવાની સ્થિતિમાં છે. પરંતુ આ વાસ્તવિક iPhone નથી. આ એક ડિસ્પ્લે ટચ પેનલ છે જેનો ઉપયોગ ટેલિવિઝન માટે થાય છે, જે TV Mac Mini સાથે બનેલ છે. આ ટીવી મેક મિની iPhone જેવી બધી એપ્સ અને ફંક્શન્સને ચલાવવાની મંજૂરી આપે છે, પરંતુ મોટા સ્કેલ પર.


YouTuber એ ડીવાઈસને પ્રદર્શિત કરે છે જેના દ્વારા તે સેલ્ફી લેવાથી લઈને ટાઈમર સેટ કરવા અને Apple Payનો ઉપયોગ કરીને ખરીદી કરવા સુધીના કાર્યો કરી શકે છે. 


અહીં બની રહી છે ભારતની પ્રથમ અંડરવોટર રેલરોડ, 6 કલાકની મુસાફરી 40 મિનિટમાં
ખબર છે... કયા સમયે પાણી પીવું યોગ્ય અને કયા સમયે ઝેર સમાન? વાંચી લો
મહિલાઓ માટે ખાસ કામની આ છે ટિપ્સ, હેરફોલથી બચવું હોય કરો આ ઉપાય, દૂર થશે સમસ્યા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube