કીવ: રશિયા અને યુક્રેન વચ્ચે આજનો યુદ્ધનો 18મો દિવસ છે. છતાં બન્ને દેશો ટસથી મસ થવા તૈયાર નથી. પરંતુ આજે એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ જેરુસલેમમાં રશિયાના રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. જેલેન્સકીએ જણાવ્યું છે કે, તેમણે ઈઝરાયલના પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટને મધ્યસ્થીના રૂપમાં કાર્ય કરવાની અપીલ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇઝરાયેલે કરી હતી મધ્યસ્થતાની ઓફર 
ઉલ્લેખનીય છે કે ગત 6 માર્ચે ઈઝરાયલના પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટે મોસ્કોની અચાનક મુલાકાત કરી રશિયા અને યુક્રેનની વચ્ચે સુલેહ કરાવવાની કોશિશ કરી હતી. બેનેટે પુતિનની સાથે બેઠક માટે મોસ્કોની મુલાકાત કરી અને ઝેલેન્સકી, ફ્રાંસ અને જર્મનીના નેતાઓની સાથે ઘણી વખત વાતચીત કરી. એક વર્ષથી ઓછા સમયથી ઇઝરાયેલની કમાન સંભાળી રહેલા બેનેટ વિશ્વ મંચ પર વ્યાપક રીતે પરખાયા નથી. તેમણે રશિયા અને યુક્રેનની વચ્ચે ઈઝરાયલને એક અસ્વસ્થ સ્થિતિમાં મૂક્યું છે અને કૂટનીતિક કોશિશોની ભૂમિકા નિભાવવાની સંભાવના બનાવી રહ્યા છે.


પહેલા પણ થઈ ચૂકી છે 3 વખત વાતચીત
તમને જણાવી દઈએ કે, આજે રશિયા મીડિયાએ પણ દાવો કર્યો છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી દરેક મુદ્દા પર વાતચીત કરવા તૈયાર છે. અગાઉ 3 વખત વાતચીત થઈ ચૂકી છે, એવામાં રશિયાના આ દાવાને સકારાત્મક રીતે લેવામાં આવી રહ્યો છે.


મેયરને છોડવાની કરી અપીલ
તેના સિવાય ઝેલેન્સકીએ જણાવ્યું કે મેલિટોપોલથી અપહરણ કરાયેલા મેયર હજુ જીવિત છે. અપહરણ કર્યા પછી તેમને વિતાડવામાં આવી રહ્યા છે. ઝેલેન્સકીએ તેમને છોડવાની અપીલ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube