કોરોના વાયરસના પ્રકોપથી અહીં સ્કૂલો બંધ થતાં ધડાધડ છોકરીઓ પ્રેગ્નેંટ થવા લાગી, સરકારના ઉડ્યા હોંશ, એવું તે શું થયું કે આ નોબત આવી?
જોકે, ઝિમ્બાબ્વેમાં લગ્ન માટે બે કાયદા છે. એક મેરેજ એક્ટ અને બીજો ટ્રેડિશનલ મેરેજ એક્ટ... લગ્નની સંમતિ માટે લગ્નની લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ તે કોઈ કાયદો સ્પષ્ટ કરતું નથી. જ્યારે, પરંપરાગત લગ્ન કાયદો બહુપત્નીત્વને મંજૂરી આપે છે.
નવી દિલ્હી: ઝિમ્બાબ્વેમાં કોરોના મહામારી વચ્ચે એક ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે. અહીં રોગચાળા વચ્ચે પણ ઓછી ઉંમરની છોકરીઓ ઝડપથી ગર્ભવતી થઈ રહી છે. તેનું કારણ એ છે કે આ દેશમાં લગ્નની કોઈ કાયદાકીય ઉંમર નક્કી કરવામાં આવી નથી. આ જ કારણે અહીં સેક્સ સામાન્ય બાબત છે. કોવિડને કારણે શાળાઓ લાંબા સમયથી બંધ છે, જેના કારણે આ સમસ્યા વધુ ઘેરી બની છે.
જોકે, ઝિમ્બાબ્વેમાં લગ્ન માટે બે કાયદા છે. એક મેરેજ એક્ટ અને બીજો ટ્રેડિશનલ મેરેજ એક્ટ... લગ્નની સંમતિ માટે લગ્નની લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ તે કોઈ કાયદો સ્પષ્ટ કરતું નથી. જ્યારે, પરંપરાગત લગ્ન કાયદો બહુપત્નીત્વને મંજૂરી આપે છે. જેના કારણે, કોવિડ મહામારીમાં આ સમસ્યા વધુ ઘેરી બની રહી છે.
કોરોના વાયરસના પ્રકોપથી આ મુદ્દાએ વધુ સ્પીડ પકડી
અમારી સહયોગી વેબસાઈટ WION ના રિપોર્ટ અનુસાર, કોરોના વાયરસના પ્રકોપથી આ મામલાને વધુ વેગ મળ્યો છે. 1.5 કરોડની વસ્તી ધરાવતો દેશ માર્ચ 2020 થી લોકડાઉન હેઠળ છે. અગાઉ 6 મહિના સુધી શાળાઓ સંપૂર્ણપણે બંધ હતી અને ત્યારબાદ વચ્ચે ફરી સ્કૂલો ખોંલી નાંખવામાં આવી હતી. ખાસ કરીને છોકરીઓને એવી રીતે છોડી મૂકવામાં આવી અને ગર્ભનિરોધક દવાઓ અને ક્લિનિક્સ સુધી તેમને પહોંચવું મુશ્કેલ કરી દીધું હતું, જેના કારણે હવે છોકરીઓ ઝડપથી પ્રેગ્નેંટ થવા લાગી છે.
આ દેશમાં કૌટુંબિક સેક્સ છે માન્ય, ભાઈ-બહેન માણી શકે છે શારીરિક સંબંધ, અને હવે સરકાર...
સગર્ભા છોકરીઓને શાળામાં આવવાની મનાઈ
ઓગસ્ટ 2020 માં સરકારે એક કાયદો બદલ્યો હતો, જેમાં સ્કૂલોમાં ગર્ભવતી છોકરીઓની સંખ્યા વધ્યા બાદ તેમણે સ્કૂલ આવવાની મનાઈ કરી દેવામાં આવી હતી. બાદમાં આ નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો હતો પરંતુ તેમ છતાં આવી વિદ્યાર્થીનીઓ શાળાએ પાછી ફરી ન હતી.
આ રીતે આવી રહ્યો છે નવો કાયદો
એક નવું લગ્ન વિધેયક જે સંસદમાં ચર્ચા માટે છે. તે કાયદાઓને યોગ્ય રીતે બનાવવા, 18 વર્ષથી ઓછી ઉંમરના કોઈપણના લગ્ન પર પ્રતિબંધ લગાવવો અને સગીરના લગ્નમાં સામેલ કોઈપણ વ્યક્તિ સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપે છે.
આ ફિલ્મમાં પરિણીતી ચોપરાએ વટાવી હતી તમામ હદ, ચાલતી ટ્રેનમાં નગ્ન થઈને અર્જુન કપૂરને કર્યો હતો ગરમ!
યૌન હિંસાની સંભાવના વધી જાય છે અહીં
ઝિમ્બાબ્વેમાં લગભગ ત્રીજા ભાગની છોકરીઓના લગ્ન 18 વર્ષની ઉંમર પહેલા થઈ જાય છે અને 4 ટકા છોકરીઓના લગ્ન 15 વર્ષની ઉંમર પહેલા થઈ જાય છે. તેઓ શિક્ષણથી વંચિત કરી નાંખવામાં આવે છે. જેના કારણે યૌન હિંસા થવાની સંભાવના વધી જાય છે અને તેમને બાળ જન્મમાં મૃત્યુ અથવા ગંભીર ઈજા થવાનું જોખમ રહે છે. ઝિમ્બાબ્વેમાં બાળ લગ્નો પાછળનું એક કારણ ગરીબી છે જ્યાં માતા-પિતા ઘણીવાર નાની ઉંમરે છોકરીઓના લગ્ન કરાવી નાંખે છે કારણ કે તેનાથી તેમને પરિવારમાં ઓછા લોકોને ખવડાવવું પડે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube