Single Dose Of Medicine: શું તમે જાણો છો કે દુનિયાની સૌથી મોંઘી દવા કઈ છે. Zolgensma ઈન્જેક્શન હાલ દુનિયાની સૌથી મોંઘી દવા છે. આ દવા એકવાર ફરીથી ચર્ચામાં છે. અસલમાં આ એક પ્રકારની જીન થેરેપી છે. જેનો ઉપયોગ સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA) થી પીડિત બાળકોની સારવારમ માટે થાય છે. આ બીમારી બાળકોના સ્નાયુને નબળા કરે છે અને જો તેનો ઈલાજ કરવામાં ન આવે તો તે ઘાતક સાબિત થઈ શકે છે. Zolgensma ઈન્જેક્શનનો ઉપયોગ કરીને SMA ની સારવાર માટે બાળકને એકવાર ઈન્જેક્શન લગાવવામાં આવે છે. ઈન્જેક્શન બાળકના શરીરમાં એક નવા જીનને નાખે છે જે SMA ને કારણે થનારા નુકસાનને ઠીક કરી શકે છે. Zolgensma ઈન્જેક્શન હજુ પણ ભારતમાં સ્વીકૃત નથી. પરંતુ ડોક્ટરની સલાહ અને સરકારની મંજૂરી બાદ તેની આયાત થઈ શકે છે. ભારતમાં તેના એક ડોઝની કિંમત 17 કરોડ રૂપિયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વિસ કંપની નોવાર્તિસ દ્વારા વિક્સિત
હકીકતમાં હાલમાં જ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ SMA થી પીડિત 15 વર્ષના એક બાળકના ઈલાજ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે મદદ માંગી છે. તેમણે કહ્યું કે આ બાળક ગરીબ પરિવારથી છે અને તેના માતા પિતા ઈન્જેક્શનની કિંમત ચૂકવી શકે તેમ નથી. ત્યારબાદ આ દવા ફરીથી ચર્ચામાં આવી છે. રિપોર્ટ્સ મુજબ આ દવા સ્વિસ કંપની નોવાર્તિસ દ્વારા વિક્સિત કરવામાં આવી છે. એસએમએ એક ઘાતક, ન્યુરોમસ્ક્યુલર અને પ્રોગ્રેસિવ વારસાગત બીમારી છે. જે બ્રેઈનના નર્વ સેલ્સ અને કરોડના હાડકાને નુકસાન પહોંચાડે છે. અમેરિકામાં અંદાજિત 10,000થી 25,000 બાળકો અને વયસ્ક એસએમએથી પીડિત છે. Zolgensma ની કિંમત બેશક ખુબ વધુ છે એટલે ખુબ ઓછા દર્દીઓ તેને ખરીદી શકે છે. 


ખુબ જ અસરકારક અને સંજીવની બુટ્ટી જેવી
દુનયામાં એસએમએની સારવાર માટે ફક્ત ત્રણ દવાને મંજૂરી મળી છે. તેમને બાયોજેન, નોવાર્તિસ અને રોશ દ્વારા બનાવવામાં આવી છે. નોવાર્તિસની વેબસાઈટ મુજબ જણાવવામાં આવ્યું છે કે આ દવાને 45 દેશોમાં મંજૂરી મળી છે અને અત્યાર સુધીમાં દુનિયાભરમાં 2500 દર્દીઓની સારવાર થઈ ચૂકી છે. કંપનીએ દાવો કર્યો છે કે તેમણે 36 દેશોમાં લગભગ 300 બાળકોને મફતમાં જીન થેરેપી આપી છે. આ એટલા માટે આટલી મોંઘી છે કારણ કે તે ખુબ જ અસરકારક છે અને એક પ્રકારે સંજીવની બુટ્ટીનું કામ કરે છે. 


ન્યૂરોન્સ પ્રભાવિત થાય છે 
આ બીમારી વિશે વાત કરીએ તો સ્પાઈનલ મસ્ક્યુલર એસ્ટ્રોફી ખુબ દુર્લભ બીમારી છે. ભારતમાં અત્યાર સુધીમાં આ બીમારીને બહુ ઓછા કેસ સામે આવ્યા છે. બીમારીમાં બાળકોને હલન ચલન, ઉઠક બેઠક અને ખાણી પીણીમાં તકલીફ થાય છે. યોગ્ય સારવાર ન મળી શકવાથી મોટાભાગના કેસોમાં બાળકનો જીવ જાય છે. તેનું કારણ એ છે કે આ બીમારીમાં ન્યૂરોન્સ પ્રભાવિત થાય છે. જેનાથી શરીર અને મગજ વચ્ચેના તાલમેલ પર અસર થાય છે. આ બીમારી બ્રેઈનને નુકસાન પહોંચાડવાની સાથે જ સેલ્સને નષ્ટ કરવાના શરૂ કરી દે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube