Viral Video: થોડા દિવસ પહેલા જ વૈજ્ઞાનિકોએ એવો દાવો કર્યો હતો કે બે ડઝનથી પણ વધુ વાયરસ મળી આવ્યા છે. જેમાંથી એક ઝીલ નીચે જમા થયેલો હતો અને તે લગભગ 48,500 વર્ષ કરતા પણ જૂનો છે. વૈજ્ઞાનિકોએ 13 નવા પૈથોજેનને પુર્નજીવિત કર્યા છે અને તેમની ખાસિયત જણાવી. તેમને ઝોમ્બી વાયરસ નામ અપાયું છે. રિસર્ચર્સ મુજબ જામી ગયેલા બરફમાં હજારો વર્ષો સુધી આ વાયરસ જીવિત રહ્યા. અમેરિકામાં ફિલાડેલ્ફિયાના રસ્તાઓ પર કેટલાક એવા દ્રશ્યો જોવા મળ્યા જેના પર સરળતાથી ભરોસો કરી શકાય તેમ નથી. વાયરલ થયેલા વીડિયોને જોતા એવું લાગે છે કે જાણે કોઈ ઝોમ્બી ધોળે દિવસે રસ્તાઓ પર કોઈ પણ ડર વગર ફરી રહ્યો છે. 


રસ્તા પર ઘૂમતા જોવા મળ્યા
કોઈએ પોતાના મોબાઈલ કેમેરામાં આ ઘટનાને કેદ કરી લીધી અને પછી સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી દીધો. જો કે એ વાતની હજુ પુષ્ટિ નથી થઈ કે આ ઝોમ્બીના કારણે છે કે પછી ડ્રગ્સના કારણે કે પછી કોઈ પ્રેન્ક વીડિયો બનાવી રહ્યું છે. લોકોએ એ પણ કહ્યું કે બની શકે કે આ કોઈ ફિલ્મના દ્રશ્યનું શુટિંગ ચાલી રહ્યું હોય. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અમેરિકાના ફિલાડેલ્ફિયાના રસ્તા પર કેટલાક લોકો અજીબોગરીબ હરકત કરી રહ્યા છે. ખુલ્લા મોઢા સાથે ચાલતી યુવતી પગના ટેકે ઝૂકેલી છે અને અર્ધબેભાન અવસ્થામાં ફૂટપાથ પર ચાલવાની કોશિશ કરી રહી છે. આ ક્લિપમાં એક અન્ય વ્યક્તિ પણ શહેરમાં વિચિત્ર હરકત કરતો જોવા મળ્યો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube