કેન્દ્રીય કર્મચારી ખાસ વાંચે! 44% થી વધુ વધશે પગાર! 8મા પગાર પંચ પર મોટું અપડેટ

8th Pay Commission latest Updates: 7મા પગાર પંચની ભલામણો છતાં ઓછી સેલરી મળવાની ફરિયાદ કરી રહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. હવે આ કર્મચારીઓની ફરિયાદો પણ દૂર થઇ શકે છે. કેન્દ્ર સરકાર જલદી જ તેમના પગાર વધારાની માંગ પર મોટો નિર્ણય લઇ શકો છો. 

કેન્દ્રીય કર્મચારી ખાસ વાંચે! 44% થી વધુ વધશે પગાર! 8મા પગાર પંચ પર મોટું અપડેટ

8th Pay Commission latest Updates: કેન્દ્ર કર્મચારીઓ માટે જરૂરી સમાચાર છે. જોકે હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે 7મા પગાર પંચની ભલામણો દેશભરમાં લાગૂ છે અને કર્મચારીઓને તેનો લાભ પણ મળી રહ્યો છે. પરંતુ કર્મચારીઓની ફરિયાદ છે કે તેમના માટે જેટલી ભલામણો કરવામાં આવી હતી, તેમને તેમાં ઓછી સેલરી મળી રહી છે. એવામાં કેન્દ્રીય કર્મચારી 8મા પગાર પંચની માંગ કરી રહ્યા છે. 

કર્મચારી યૂનિયનો દ્વારા કરવામાં આવેલી જાણકારી અનુસાર તે આ સંબંધમાં એક મેમોરેન્ડમ તૈયાર કરી રહ્યા છે, જેને જલદી જ સરકારને સોંપવામાં આવશે. મેમોરેન્ડમમાં કર્મચારીઓ દ્વારા ભલામણોના અનુરૂપ સેલરી વધારવા અથવા 8મા પગાર પંચની માંગણી કરવામાં આવશે. જોકે બીજી તરફ સરકારે સદનમાં 8મા પગારપંચને લાગૂ કરવાના વિષય પર કોઇપણ વિચારથી સ્પષ્ટ મનાઇ કરી છે. પરંતુ તેમછતાં કર્મચારીઓને આશા છે કે સરકાર તેના પર ચર્ચા કરી શકે છે. 

કેટલો થઇ શકે છે ન્યૂનતમ પગાર
અમારી સહયોગી વેબસાઇટ ઝી બિઝનેસના અનુસાર કેન્દ્રીય કર્મચારી સંગઠનોનું કહેવું છે કે હાલ ન્યૂનતમ વેતનની સીમા 18 હજાર રૂપિયા રાખવામાં આવી છે. તેમાં વેતન વૃદ્ધિમાં ફિટમેંટ ફેક્ટર (Fitment Factor) ને ખૂબ પ્રાયોરિટી આપવામાં આવી છે. હાલ આ ફેક્ટર 2.57 ગણી વધારે છે, જોકે 7મા પગાર પંચમાં તેને 3.68 ગણા સુધી રાખવાની ભલામણ કરવામાં આવી છે. જો તેના પર સરકાર સાથે સહમતી બને છે તો કર્મચારીઓનું ન્યૂનતમ વેતન 18 હજાર રૂપિયાથી વધીને 26 હજાર રૂપિયા સુધી થઇ જશે. 

4th Pay Commission કેટલો વધ્યો પગાર
પગાર વધારો: 27.6%
ન્યૂનતમ પગાર ધોરણ: 750 રૂપિયા

5th Pay Commission કેટલો વધ્યો પગાર
પગાર વધારો: 31%
ન્યૂનતમ પગાર ધોરણ: 2,550 રૂપિયા

6th Pay Commission કેટલો વધ્યો પગાર (Fitment Factor)
ફિટમેંટ ફેક્ટર: 1.86 ગણો
પગાર વધારો: 54%
ન્યૂનતમ પગાર ધોરણ: 7,000 રૂપિયા

7th Pay Commission કેટલો વધશે પગાર? (Fitment Factor)
ફિટમેંટ ફેક્ટર: 2.57 ગણું
પગાર વધારો: 14.29%
ન્યૂનતમ પગાર ધોરણ: 18,000 રૂપિયા

8th Pay Commission કેટલો વધશે પગાર? (Fitment Factor)
ફિટમેંટ ફેક્ટર: 3.68 ગણો વધારે
પગાર વધારો: 44.44%
ન્યૂનતમ પગાર ધોરણ: 26000 રૂપિયા સંભાવના

કોઇ નવી સિસ્ટમ પણ લોન્ચ કરી શકે છે સરકાર
જોકે સરકાર પણ કર્મચારીઓને સાધવામાં લાગેલી છે. સૂત્રોના અનુસાર હવે 7મા પગાર પંચ (7th pay commission) બાદ નવું પગાર પંચ આવશે નહી. તેના બદલે સરકાર એવી સિસ્ટમ લાગૂ કરવા જઇ રહી છે, જેથી સરકારી કર્મચારીઓની વેતન વૃદ્ધિ આપમેળે થઇ જશે. આ એક 'ઓતોમેટિક પે રિવિઝન સિસ્ટમ' હોઇ શકે છે. જેમાં 50 ટકાથી વધુ DA થતં પગારમાં ઓટોમેટિઅક રિવિઝન થઇ જશે. જો આમ થાય છે તો કેન્દ્ર સરકારના 68 લાખ કર્મચારીઓ અને 52 લાખ પેંશનધારકોને તેનો સીધો લાભ મળશે. 

સરકારને મેમોરેન્ડમ સોંપશે યૂનિયન
કેન્દ્રીય કર્મચારીઓ યૂનિયનના એક પદાધિકારીના અનુસાર પગાર વધારાની માંગોને લઇને યૂનિયના એક નોટ તૈયાર કરીને જલદી જ સરકારને સોંપવા જઇ રહી છે. જો સરકાર તેમની માંગોને માનવાની ના પાડી દે છે છે તો યૂનિયનને મજબૂરન આંદોલન પર જવું પડશે. આ આંદોલનમાં કર્મચારીઓની સાથે જ પેંશન મેળવવા માટે પૂર્વ કર્મચારીઓ પણ ભાગ લેશે. 

આ પણ વાંચો: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો:
 BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news