BSNL ના 2 શાનદાર પ્લાન લોન્ચ, સિંગલ રિચાર્જમાં આખુ વર્ષ Free અનલિમિટેડ Calling અને Data

BSNL Recharge Offers: બીએસએનએલના નવા પ્રી-પેડ પ્લાન દેશભરના તમામ સર્કલમાં રિચાર્જ માટે ઉપલબ્ધ રહેશે. આ સાથે જ બીએસએનએલ તરફથી બે એન્ટરટેનમેંટ અને ગેમિંગ વાઉચર લોન્ચ કરવામાં આવ્યા છે, જેની કિંમત 269 રૂપિયા છે. તેની વેલિડિટી 30 દિવસની છે.

BSNL ના 2 શાનદાર પ્લાન લોન્ચ, સિંગલ રિચાર્જમાં આખુ વર્ષ Free અનલિમિટેડ Calling અને Data

Bsnl Launches New Tariff Plans:  સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ (BSNL) દ્રારા પ્રી-પેડ યૂઝર્સ માટે બે નવા રિચાર્જ પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે. આ રિચાર્જ પ્લાન 1198 રૂપિયા અને 439 રૂપિયામાં આવે છે. બીએસએનએલના 1198 રૂપિયાવાળા પ્લાનમાં એક વર્ષની વેલિડિટી મળે છે. જ્યારે બીએસએનએલના 439 રૂપિયાવાળા પ્લાનમાં ત્રણ મહિનાની વેલિડિટી સાથે અનલિમિટેડ કોલિંગ આપવામાં આવે છે. બીએસએનએલના નવા પ્રી-પેડ પ્લાન દેશભરના તમામ સર્કલમાં રિચાર્જ માટે ઉપલબ્ધ રહેશે. આ સાથે જ બીએસએનએલ તરફથી બે એન્ટરટેનમેંટ અને ગેમિંગ વાઉચર લોન્ચ કરવામાં આવ્યા છે, જેની કિંમત 269 રૂપિયા છે. તેની વેલિડિટી 30 દિવસની છે. જ્યારે 769 રૂપિયાવાળા પ્લાનમાં 90 દિવસની વેલિડિટી સાથે આવે છે.  

BSNL નો 1198 રૂપિયાવાળો ટેરિફ પ્લાન
BSNL ના 1198 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 365 દિવસની છે. આ પ્લાનમાં 3GB ડેટા ઓફર કરવામાં આવે છે. સાથે જ 300 મિનિટ કોલિંગ અને 30 SMS ની સુવિધા મળે છે. જે પ્રકારે દરે મહિને રિન્યૂ કરવામાં આવે છે. આ તમામ બેનિફિટ્સ એક મહિનાના અંતે પુરા થઇ જશે અને પછી આગામી મહિને રિન્યૂ થઇ જશે. 

BSNL નો 439 રૂપિયાવાળો પ્લાન
બીએસએનએલનો 439 રૂપિયાવાળો પ્લાન 90 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ સાથે 300 SMS ની સુવિધા મળે છે. પરંતુ આ પ્લાનમાં યૂઝર્સને ડેટા ઓફર કરવામાં આવતો નથી. 

BSNL એન્ટરટેનમેંટ અને ગેમિંગ વાઉચર
બીએસએનએલ તરફથી ફેસ્ટિવલ ધમાકા અંતગર્ત દિવાળી અને એન્ટરટેનમેંટ અને ગેમિંગ વાઉચર લોન્ચ કરવામાં આવ્યા છે. બીએસએનએલના 269 રૂપિયાવાળા રિચાર્જ વાઉચરની વેલિડિટી 30 દિવસની છે. આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 2GB ડેટા ઓફર કરવામાં આવે છે. આ ઉપરાંત ડેલી 100 SMS ની સુવિધા મળે છે. બીએસએનએલ તરફથી arena games રમનારાઓએ 2 લાખ રૂપિયા અને અન્ય એન્ટરટેનમેંટ બેનિફિટ્સ આપવાની જાહેરાત કરી છે. 

આ પણ વાંચો: Perfume અને Deodorant વચ્ચે શું ફરક છે? સમજો ક્યારે કોનો ઉપયોગ કરવો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: જો તમે 10 સેકન્ડ KISS કરો છો તો 8 કરોડ બેક્ટેરિયા એકબીજા સાથે થાય છે શેર
આ પણ વાંચો: Himachal ના ખતરનાક પહાડ પર સરકારી ડ્રાઇવરે દોડાવી બસ, જુઓ ખતરનાક Video

આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news