ATM કાર્ડ વાપરો છો? આ માહિતી છે ખાસ જરૂરી, થાય છે 10 લાખનો સુધીનો ફાયદો

એટીએમનો ઉપયોગ આપણે મોટાભાગે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કે પછી કેશ કાઢવા માટે કરતા હોઈએ છીએ. પરંતુ એટીમ સંબંધિત અનેક જાણકારીઓ એવી છે કે જેની જાણકારી બેંક કે એટીએમ કિટ આપનારા એજન્ટ આપતા નથી. 

ATM કાર્ડ વાપરો છો? આ માહિતી છે ખાસ જરૂરી, થાય છે 10 લાખનો સુધીનો ફાયદો

નવી દિલ્હી: એટીએમનો ઉપયોગ આપણે મોટાભાગે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કે પછી કેશ કાઢવા માટે કરતા હોઈએ છીએ. પરંતુ એટીમ સંબંધિત અનેક જાણકારીઓ એવી છે કે જેની જાણકારી બેંક કે એટીએમ કિટ આપનારા એજન્ટ આપતા નથી. જો કે આ સુવિધાઓ અને જાણકારીઓ ખુબ મહત્વની હોયછે. ખાસ વાત એ છે કે આ સુવિધાઓ માટે તમારે અલગથી કોઈ ચાર્જ આપવાનો રહેતો નથી. પ્રાઈવેટ કે ગવર્મેન્ટ બેંકનું એટીએમ કાર્ડ તમારી પાસે હોય તો તમને ફ્રીમાં એક એક્સીડેન્ટલ ઈન્શ્યોરન્સ મળેલો છે, આ વાતની તમને ખબર છે ખરા? દુર્ઘટના થાય તો તમે સંબંધિત બેંક પાસેથી ઈન્શ્યોરન્સ હેઠળ મળનારી રકમ લઈ શકો છો. મોટા ભાગના લોકોને આ નિયમોની જાણકારી નથી. કારણ કે બેંક આ વિગતો સામાન્ય લોકોને જણાવતી નથી. 

એટીએમ કાર્ડનો હોય છે ઈન્શ્યોરન્સ
સરકારી બેંકોથી લઈને પ્રાઈવેટ બેંકો સુધીની તમામ બેંકો પોતાના ગ્રાહકોને એટીએમ પર એક્સીડેન્ટલ હોસ્પિટલાઈઝેશન કવર અને એક્સીડેન્ટલ ડેથ કવર આપે છે. આ ઈશ્યોરન્સ 50 હજાર રૂપિયાથી લઈને 10 લાખ સુધીનો હોય છે. તેનો ફાયદો એ ગ્રાહકોને મળે છે જેના બેંક એકાઉન્ટ ઓપરેશનલ હોય છે. 

કેવી રીતે કરશો ક્લેમ
એટીએમ ઈન્શ્યોરન્સ ક્લેમ માટે એટીએમ ધારકે 2 થી 5 મહિનાની અંદર ક્લેમ કરવાનો હોય છે. જો કોઈ વ્યક્તિનું એક્સીડેન્ટલ ડેથ થાય તો તેના સંબંધીએ 2થી 5 મહિનાની અંદર જે બ્રાન્ચમાં મૃતકનું એકાઉન્ટ હોય ત્યાં જવાનું રહેશે. તે જ બ્રાન્ચમાં વળતર માટે અરજી  આપવાની રહેશે. વળતર આપતા પહેલા બેંક ક્રોસ ચેક કરશે કે મૃતક વ્યક્તિએ છેલ્લા 60 દિવસોમાં કોઈ નાણાકીય લેણદેણ કરી છે કે નહીં. આ ઈન્શ્યોરન્સ અંતર્ગત વિકલાંગતાથી લઈને મોત થાય તેના ઉપર અલગ અલગ રીતે વળતરની જોગવાઈ છે. 

કેવી રીતે માલુમ કરવું કે કેટલો વીમો છે
સાધારણ એટીએમ, માસ્ટરકાર્ડ, ક્લાસિક એટીએમ પર અલગ અલગ પ્રકારનું વળતર મળે છે. આવામાં તમે બેંકમાં મેનેજરને જઈને મળો તો માલુમ કરી શકો કે તમારા કાર્ડ પર કેટલો વીમો છે અને કઈ શ્રેણી હેઠળ તમને તે મળી શકે છે. ક્લેમ સંબંધિત કઈ કઈ વસ્તુ તમારે જરૂર પડી શકે તે પણ માહિતી મળશે. 

ક્લેમ માટે ડોક્યુમેન્ટેશન
દુર્ઘટના થાય ત્યારે પોલીસને પ્રાથમિક જાણકારી આપવાની હોય છે. પોલીસ રિપોર્ટમાં એક્સીડેન્ટના તમામ તથ્યોનો ઉલ્લેખ હોવો જોઈએ. જે વ્યક્તિનો એક્સીડેન્ટ થયો હોય કે મૃતક સંબંધિત તમામ ડોક્યુમેન્ટ્સ જરૂરી છે. સંબંધિત વ્યક્તિ જો હોસ્પિટલમાં હોય તો તેના મેડિકલ ડોક્યુમેન્ટ પણ જરૂરી છે. મૃતક વ્યક્તિના પોસ્ટમોર્ટમ રિપોર્ટ, પોલીસ રિપોર્ટ, ડેથ સર્ટિફિકેટ અને ડ્રાઈવિંગ લાઈસન્સ જરૂરી છે. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news