અડધી કિંમતમાં મળી રહ્યું છે બ્રાંડેડ AC, આ કંપનીએ શરૂ કરી ઓફર

જો તમારું એસી જૂનું થઇ ગયું છે અને તેનાથી વધુ વિજળી વપરાતી હોવાછતાં કૂલિંગ ઓછી થાય છે તો બીએસઇએસ રાજધાની પાવર લિમિટેડ (BRPL)એ ગ્રાહકો માટે ધાંસૂ ઓફર લોંચ કરી છે. આ સ્કીમ હેઠળ તમારું જૂનું એસી બદલીને નવું એસી લઇ શકો છો, તે પણ 47 ટકાના ડિસ્કાઉંટ પર. નવું એસી એનર્જી એફિશિએંટ છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે બીએસઇએસે મોટી એર કંડીશનર નિર્માતા સાથે ભાગીદારી કરી છે. તેના હેઠળ સસ્તા ભાવે નવું એસી લઇ શકો છો. કંપનીની આ ઓફર લિમિટેડ પીરિયડ માટે છે.
અડધી કિંમતમાં મળી રહ્યું છે બ્રાંડેડ AC, આ કંપનીએ શરૂ કરી ઓફર

નવી દિલ્હી: જો તમારું એસી જૂનું થઇ ગયું છે અને તેનાથી વધુ વિજળી વપરાતી હોવાછતાં કૂલિંગ ઓછી થાય છે તો બીએસઇએસ રાજધાની પાવર લિમિટેડ (BRPL)એ ગ્રાહકો માટે ધાંસૂ ઓફર લોંચ કરી છે. આ સ્કીમ હેઠળ તમારું જૂનું એસી બદલીને નવું એસી લઇ શકો છો, તે પણ 47 ટકાના ડિસ્કાઉંટ પર. નવું એસી એનર્જી એફિશિએંટ છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે બીએસઇએસે મોટી એર કંડીશનર નિર્માતા સાથે ભાગીદારી કરી છે. તેના હેઠળ સસ્તા ભાવે નવું એસી લઇ શકો છો. કંપનીની આ ઓફર લિમિટેડ પીરિયડ માટે છે.

47 ટકાનું બંપર ડિસ્કાઉંટ
ઓફરને સાઉથ અને વેસ્ટ દિલ્હીના ગ્રાહકો માટે શરૂ કરવામાં આવી છે. પછી એસી સ્કીમને ઇસ્ટ અને સેંટ્રલ દિલ્હીના વિસ્તારોમાં શરૂ કરવામાં આવી શકે છે. સ્કીમ હેઠળ બીઆરપીએલના સાઉથ અને વેસ્ટ દિલ્હીવાળા ગ્રાહકોને એનર્જી એફિશએંટ 5 સ્ટાર એસી 47 ટકાના બંપર ડિસ્કાઉંટ સાથે આપવામાં આવશે. સ્કીમ હેઠળ મોટી બ્રાંડના 10 હજાર (વિંડો અને સ્પલિટ) ફર્સ્ટ સર્વ બેસિસ પર આપવામાં આવશે. 

એક વખતમાં લઇ શકશો ત્રણ એસી
સાઉથ અને વેસ્ટ દિલ્હીમાં રહેતા ગ્રાહકો એકવારમાં ત્રણ એસી લેવાના પાત્ર છે. પરંતુ ત્રણ એસી માટે તેને અલગ-અલગ ગ્રાહક એકાઉંટ નંબરનો ઉપયોગ કરવો પડશે. પ્રવક્તાએ જણાવ્યું કે એનર્જી એફિશિએંટ એર કંડીશનર વાર્ષિક 7500 (સ્પલિટ) અને 6500 રૂપિયા (વિંડો)ની બચત કરે છે. સ્કીમ હેઠળ તમે વોલ્ટાસ, એલજી અને ગોદરેજ બ્રાંડના એસી બદલી શકો છો.  

આટલો થશે ફાયદો
ઉદાહરણ તરીકે જો કોઇ 5 સ્ટાર રેટિંગવાળું એસી બજારમાં 30 હજાર રૂપિયામાં મળી રહ્યું છે, તો સ્કીમ હેઠળ છૂટને પાત્ર BSES પોતાના ગ્રાહકોને તેને 15,900 રૂપિયામાં ઉપલબ્ધ કરાવશે. જૂના એસીમાં લીકેજથી પર્યાવરણ સતત હાઇડ્રોફ્લોરો કાર્બન (HFC) ની માત્રા સતત વધી રહી છે, જેના લીધે ગ્લોબઅલ વાર્મિંગ વધે છે. નવા ઇકો-ફ્રેંડલી એસીથી આ સમસ્યા રોકવામાં મદદ મળશે. 

આ રીતે મળશે એસી
જો તમે પણ તમારું જુનું એસી બદલીને નવું એસી લેવા માંગો છો તો તેના માટે ગ્રાહકોને રજિસ્ટ્રેશન કરાવવું પડશે. રજિસ્ટ્રેશન માટે તમારે હેલ્પલાઇન 011-3999970 અથવા ટોલ ફ્રી નંબર- 19123 પર કોલ કરીને રજિસ્ટ્રેશન કરાવવું પડશે. કંપનીના અનુસાર એસીના લીધે દિલ્હીમાં મિનિમમ અને મેક્સિમમ પાવર ડિમાંડમાં ખૂબ અંતર છે, એવામાં તેની ભરપાઇ કરવી મુશ્કેલ થઇ રહી છે. જૂના એસીથી ગ્રાહકોના ખિસ્સા પર ભારે અસર પડે છે. નવા એસીથી વિજ બિલમાં બચત થવાની આશા છે.

15 દિવસમાં ડિલિવરી
સંબંધિત નંબર પર કોલ કરીને રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ તમે તમારું નામ અથવા સીએ નંબર નોંધાવવો પડશે. ત્યારબાદ જણાવવાનું રહેશે કે તમારે કઇ કંપનીનું એસી જોઇએ અને સ્પલિટ જોઇએ કે વિંડો. કંપની તરફ દાવો કરવામાં આવી રહ્યો છે કે 15 દિવસમાં એસી ડિલીવરી થઇ જશે. ટૂંક સમયમાં આ સ્કીમ ઇસ્ટ દિલ્હીમાં શરૂ કરવામાં આવી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news