5000 રૂપિયાથી વધુ સસ્તું થયું સોનું, હાલ રોકાણ કરશો તો મળશે મોટો ફાયદો
કોરોના કાળની શરૂઆતમાં સોનામાં તેજી આવી પરંતુ ઓગસ્ટ મહિના બાદ તેમાં ઘટાડો થઈ રહ્યો છે. 7 ઓગસ્ટે સોનું 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું પરંતુ ત્યારબાદ સતત ઘટાડો થઈ રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ સોનાના ભાવમાં ઘટાડાનું એક મોટુ કારણ નબળી માંગ છે. સોનાના ઘટડા ભાવને કારણે લોકો હાલ સોનામાં રોકાણ કરી રહ્યાં નથી. રોકાણકારોને સોનાના ભાવમાં હજુ ઘટાડાની આશા છે તેથી લોકો હાલ રોકાણ અને ખરીદી કરવાથી બચી રહ્યાં છે. આગળ તહેવારોની સીઝનમાં તેમાં તેજી આવવાની સંભાવના છે. આ કારણ છે કે હાલ સોનામાં રોકાણ કરવા માટે સારો સમય છે. ઓક્ટોબરથી લઈને નવેમ્બરમાં તહેવારોની ભરમાર રહેશે અને તેવામાં સોનાની માગ વધશે અને તેની અસર ભાવ પર જોવા મળશે. નિષ્ણાંતો પ્રમાણે આવનારા કેટલાક સપ્તાહમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી શકે છે, તેથી સોનામાં રોકાણ એક સારી તક છે. જે આવનારા ચાર પાંચ મહિનામાં મોટો નફો આપશે.
MCX પર સોનાનો આ સપ્તાહનો ક્લોઝિંગ રેટ
5 ઓક્ટોબરના ડિલિવરી વાળુ સોનું MCX (Gold MCX price) પર આ સપ્તાહે 536 રપિયાના વધારા સાથે 50940ના સ્તર પર બંધ થયું હતું. 30 સપ્ટેમ્બરે તે 50404 પર બંધ થયું હતું. સપ્તાહના છેલ્લા દિવસે તેમાં 9 લોટનો કારોબાર થયો. ડિસેમ્બરમાં ડિલિવરી વાળુ સોનું (Gold delivery prices) આ સપ્તાહે 210 રૂપિયાની તેજીની સાથે 50544ના સ્તર પર બંધ થયું. 30 સપ્ટેમ્બરે તે 50334ના સ્તર પર બંધ થયું હતું. તેમાં કુલ 9897 લોટનો કારોબાર થયો. ફેબ્રુઆરી 2021મા ડિલિવરી વાળુ સોનું 175 રૂપિયાની તેજી સાથે 50655ના સ્તર પર બંધ થયું હતું. તેમાં કુલ 198 લોટનો કારોબાર થયો. MCX પર હવે સોમવાર એટલે કે 5 ઓક્ટોબરે ટ્રેડિંગ થશે.
સોની બજારની કિંમત
સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ (1 ઓક્ટોબર) દિલ્હી સોની બજાર (Gold price in bullion market)માં સોનું તેજીની સાથે અને ચાંદી ઘટાડા સાથે બંધ થઈ હતી. ગુરૂવારે સોનાની કિંમતમાં 37 રૂપિયાનો સામાન્ય વધારો જોવા મળ્યો. પરંતુ ચાંદીમાં 915 રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. દિલ્હી સોની બજારમાં સોનું 51389 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું, જ્યારે ચાંદી 61423 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર બંધ થઈ હતી. ચાંદી બુધવારે 62338 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર બંધ થઈ હતી.
બેન્ક લોકરમાં રાખેલું સોનું ચોરી થશે તો નહી મળે એકપણ રૂપિયો, જાણો નિયમ
6 સપ્તાહથી સોના પર ડિસ્કાઉન્ટ જારી, ખરીદવાની શાનદાર તક
સોનાના ડીલર ગ્રાહકોને સોના પર મોટું ડિસ્કાઉન્ટ (Discount on gold in india) આપીને બજારમાં માગ ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. 6 સપ્તાહથી સત ગ્રાહકોને સોના પર ડિસ્કાઉન્ટ આપવાનો સિલસિલો ચાલી રહ્યો છે. પાછલા સપ્તાહે 5 ડોલર પ્રતિ ઔંસ એટલે કે આશરે 130 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું. આ પહેલા તે ડિસ્કાઉન્ટ 23 ડોલર પ્રતિ ઔંસ હતું. થોડા પાછળ જઈએ તો તેના પાછલા સપ્તાહે 30 ડોલર પ્રતિ ઔંસનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું હતું, જે ક્યારેક 40 ડોલર પ્રતિ ઔંસ પણ રહી ચુક્યું છે. આમ તો આ સમય સોનું ખરીદવા માટે સારો છે, પરંતુ સોની બજારમાં ઓછી માગને કારણે ભારે ડિસ્કાઉન્ટ આપવા છતાં લોકો પહેલાની જેમ સોનું ખરીદવા આકર્ષિત થઈ રહ્યાં નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે