બિહાર ચૂંટણીઃ મહાગઠબંધનમાં થઈ ગઈ સીટોની વહેંચણી, RJDને 144, કોંગ્રેસને 70


બિહાર ચૂંટણીને લઈને મહાગઠબંધનમાં સીટ શેરિંગ ફોર્મ્યુલા ફાઇનલ થઈ ગઈ છે. શનિવારે આરજેડી નેતા તેજસ્વી યાદવે સીટ વહેંચણીની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, બિહાર ચૂંટણીમાં આરજેડી 144 સીટો પર ચૂંટણી લડશે. 

બિહાર ચૂંટણીઃ મહાગઠબંધનમાં થઈ ગઈ સીટોની વહેંચણી, RJDને 144, કોંગ્રેસને 70

પટનાઃ બિહાર ચૂંટણીને લઈને મહાગઠબંધનમાં સીટ શેરિંગ ફોર્મ્યુલા ફાઇનલ થઈ ગઈ છે. શનિવારે આરજેડી નેતા તેજસ્વી યાદવે સીટ વહેંચણીની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, બિહાર ચૂંટણીમાં આરજેડી 144 સીટો પર ચૂંટણી લડશે. કોંગ્રેસને 70 સીટો, સીપીએમને 4 સીટો, સીપીઆઈને 6 સીટો, સીપીઆઈ માલેને 19 સીટો આપવામાં આવી છે. હેમંત સોરેનની જેએમએમ અને વીઆઈપીને આરજેડી પોતાના કોટામાંથી સીટ આપશે. આ દરમિયાન મહાગઠબંધન તરફથી નવો નારો આપવામાં આવ્યો- સંકલ્પ બદલાવ કા. કોંગ્રેસ નેતા અવિનાશ પાન્ડેયે કહ્યુ કે, ઘણી વિચારણા કર્યા બાદ બિહારમાં પરિવર્તન માટે એક મજબૂત ગઠબંધન બનાવ્યું છે. બિહારના વિકાસ માટે એક મંચ પર આવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, બિહારની જનતાએ 2015મા નરેન્દ્ર મોદી અને ભાજપની વિરુદ્ધ પોતાનો મત આપ્યો હતો. પરંતુ નીતીશ કુમાર જનમત સાથે છેતરપિંડી કરીને ભાજપની સાથે સત્તામાં બેસી ગયા. બિહારની જનતા તેમને માફ કરશે નહીં. નરેન્દ્ર મોદી કિસાનો સાથે કપટ કરી રહી છે. બિહાર એક યુવા પ્રદેશ છે, જ્યાં યુવાઓની સંખ્યા વધુ છે, તેજસ્વી યાદવ એક યુવા ચહેરો છે. લાલૂ લાયદના પુત્ર તેજસ્વી યાદવ ગરીબના પુત્ર અને સંઘર્ષશીલ નેતાના રૂપમાં ઓળખાય છે. 

— ANI_HindiNews (@AHindinews) October 3, 2020

કોંગ્રેસ નેતા અવિનાશ પાન્ડેયે કહ્યુ કે, આરજેડી ઘણા સમયથી યૂપીએ અને કોંગ્રેસની સાથે ખરાબ દિવસોમાં સાથે રહી છે. નીતીશ કુમારના કથિત સુશાસનની સરકારમાં બિહારની જનતાને છેલ્લા 15 વર્ષથી માત્ર નિરાશા હાથ લાગી છે. બિહારમાં બેરોજગારી પ્રથમ નંબરે છે. બિહારમાં રોજગાર ન મળવાથી હિન્દુસ્તાનના દરેક રાજ્યમાં મજબૂરી કરવા મજબૂર છે. કોંગ્રેસ નેતા અવિનાષ પાન્ડેયના ભાષણ દરમિયાન આરજેડી કાર્યકર્તાઓએ કહ્યું કે, આ પીસી છે, રેલીની જેમ ભાષણ ન આપે. ત્યારબાદ પાન્ડેયે વચ્ચે ભાષણ રોકીને કહ્યું કે, મહાગઠબંધનનું નેતૃત્વ આરજેડીના નેતા કરશે. 

કૃષિ બિલોના વિરોધ પર બોલ્યા પીએમ મોદી- વિરોધી કરે સ્વાર્થની રાજનીતિ, સુધારાની પ્રક્રિયા ચાલુ રહેશે

સીટ વહેંચણીને લઈને સંયુક્ત પત્રકાર પરિષદમાં તેજસ્વી યાદવ, તેજ પ્રતાપ યાદવ, VIP પ્રમુખ મુકેશ સાહની, આરજેડી સાંસદ મનોજ ઝા, કોંગ્રેસ નેતા આનંદ માધવ, આરજેડી નેતા ભોલા યાદવ સામેલ થયા હતા. આ દરમિયાન માલે,  CPI, CPI (M)ના નેતા પણ હાજર હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news