GPF Interest Rate: સુકન્યા સમૃદ્ધિ બાદ GPF વ્યાજ દરની જાહેરાત, સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત

What is GPF: GPF હેઠળ, સરકારી કર્મચારીઓ નોકરી પર હોય ત્યારે બચત કરે છે. આ એક મહત્વની સ્કીમ છે, જેમાં કર્મચારીઓએ તેમના પગારનો અમુક હિસ્સો જમા કરાવવો જરૂરી છે.

GPF Interest Rate: સુકન્યા સમૃદ્ધિ બાદ GPF વ્યાજ દરની જાહેરાત, સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત

GPF vs EPF: જો તમે સરકારી કર્મચારી છો અથવા તમારા પરિવારમાં કોઈ સરકારી નોકર છે, તો આ સમાચાર તમારા માટે છે. તાજેતરમાં સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY Interest Rate) ના વ્યાજ દરમાં વધારો કર્યા પછી, સરકાર દ્વારા જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF) ના વ્યાજ દરની જાહેરાત કરવામાં આવી છે. જાન્યુઆરીથી માર્ચ 2024ના ત્રિમાસિક ગાળા માટે GPF પર 7.1%ના દરે વ્યાજ મળશે. એટલે કે, 7.1%નો વ્યાજ દર 31 માર્ચ, 2024 સુધી લાગુ રહેશે.

દર ત્રણ મહિને કરવામાં આવે છે સમીક્ષા 
તમને જણાવી દઈએ કે GPF હેઠળ સરકારી કર્મચારીઓ નોકરી પર હોય ત્યારે બચત કરે છે. આ એક મહત્વની સ્કીમ છે, જેમાં કર્મચારીઓએ તેમના પગારનો અમુક હિસ્સો જમા કરાવવો જરૂરી છે. GPF પર ઉપલબ્ધ વ્યાજ દરની સરકાર દ્વારા દર ત્રણ મહિને સમીક્ષા કરવામાં આવે છે. આ સિવાય પીએફના વ્યાજ દરની વાર્ષિક ધોરણે સમીક્ષા કરવામાં આવે છે અને EPFO ​​દ્વારા તેમાં ફેરફાર કરવામાં આવે છે.

31 માર્ચ 2024 સુધી રહેશે આ વ્યાજ દર 
2 જાન્યુઆરી, 2024 ના રોજ નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ (DEA) દ્વારા જારી કરાયેલ સૂચના અનુસાર, GPF પર 2023-2024ના ચોથા ક્વાર્ટરમાં 7.1%ના દરે વ્યાજ મળશે. આ દર 1 જાન્યુઆરી, 2024 થી 31 માર્ચ, 2024 સુધી લાગુ રહેશે. સરકારે વર્તમાન ક્વાર્ટર માટે GPF અને લિન્ક્ડ ફંડ્સ પરના વ્યાજ દરો સમાન સ્તરે જાળવી રાખ્યા છે.

શું છે GPF?
જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF) એ માત્ર સરકારી કર્મચારીઓને આપવામાં આવતું પ્રોવિડેંટ ફંડ છે. સરકારી વિભાગમાં કામ કરતા દરેક કર્મચારી તેના પગારનો એક ભાગ GPF માં ફાળો આપવા માટે પાત્ર છે. GPFમાં જમા કરાયેલા નાણાં કર્મચારીઓને તેમની નિવૃત્તિના સમયે પાકતી મુદત સાથે પ્રાપ્ત થાય છે. નાણા મંત્રાલય દર ક્વાર્ટરમાં GPFના વ્યાજ દરની સમીક્ષા કરે છે.

EPF વ્યાજ દર
EPFના વ્યાજ દરમાં EPFO ​​દ્વારા વાર્ષિક ધોરણે ફેરફાર કરવામાં આવે છે. નાણાકીય વર્ષ 2023-24 માટે PFનો વ્યાજ દર 8.15% નક્કી કરવામાં આવ્યો છે. EPFO દ્વારા સમગ્ર નાણાકીય વર્ષ માટે વ્યાજ દર નક્કી કર્યા પછી, તેની ગણતરી મહિનાના અંતે અને આખા વર્ષના આધારે કરવામાં આવે છે.

સરકારે જાન્યુઆરી-માર્ચ 2024 ક્વાર્ટર માટે બચત યોજનાઓના વ્યાજ દરમાં ફેરફાર કર્યો છે. 31 માર્ચ, 2024 ના રોજ સમાપ્ત થતા સમયગાળા માટે નાની બચત યોજનાઓ અને પોસ્ટ ઓફિસ બચત યોજના માટે વ્યાજ દરોમાં વધારાની જાહેરાત કરવામાં આવી હતી. સરકારે ત્રણ વર્ષના સમયગાળા માટે પોસ્ટ ઓફિસ ડિપોઝિટ સ્કીમમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ સિવાય સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજ દરમાં પણ 20 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. આ પછી વ્યાજ દર વધીને 8.2 ટકા થઈ ગયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news