30 હજાર સુધી છે તમારો પગાર? તો તમારા માટે આવી રહ્યા છે સારા સમાચાર

હાલમાં તે લોકો ESICની યોજનાઓનો ફાયદો ઉઠાવી શકે છે, જેનો મહિનાનો પગાર 21000 રૂપિયા છે. તેના પગારમાંથી એક ભાગ કપાયને દર મહિને ESICને જાય છે.

30 હજાર સુધી છે તમારો પગાર? તો તમારા માટે આવી રહ્યા છે સારા સમાચાર

નવી દિલ્હીઃ સરકાર હવે કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)નો વિસ્તાર કરવા જઈ રહી છે. તેનો ઈરાદો વધુ પગાર મેળવનારને તેની યોજનાનો લાભ મળી શકે. સૂત્રો અનુસાર શ્રમ મંત્રાલયે  ESICનો વિસ્તાર કરવાનો પ્રસ્તાવ નાણા મંત્રાલયને આપ્યો છે. તેના પ્રસ્તાવને કહેવામાં આવ્યું છે કે, જે કામદારોનો મહિનાનો પગાર 30,000 રૂપિયા છે, તેને પણ ESICના મેડિકલ અને કેશ બેનિફિટનો ફાયદો મળી શકે. 

હાલમાં તે લોકો ESICની યોજનાઓનો ફાયદો ઉઠાવી શકે છે, જેનો મહિનાનો પગાર 21000 રૂપિયા છે. તેના પગારમાંથી એક ભાગ કપાયને દર મહિને ESICને જાય છે, જેથી તેને મેડિકલ લાભ મળી શકે. આવા કર્મચારીઓને ઇંશ્યોર્ડ પર્સન કહે છે. તે પોતાના પગારના .75 ટકા અને કંપનીના 3.25 ટકા ESICમા જમા કરે છે. તેની અવેજમાં ESICની તરફથી તેને મેડિકલ વીમા કવરેજ તથા કેશ બેનિફિટ આપવામાં આવે છે. 

પાલખના 20 હતા, 80 થયા... વરસાદે શાકભાજીના ભાવોને આસમાને પહોંચાડ્યા

કેમ પડી જરૂર
એક સરકારી અધિકારી અનુસાર લેબર મિનિસ્ટ્રીને પોતાના સર્વેમાં જાણવા મળ્યું કે, કોવિડ સંકટને કારણે ઘણા લોકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. આ વાતને ધ્યાનમાં રાખતા નવો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે કે હવે ESICની સાથે જોડવા માટે નક્કી શરતો અને નિયમોમાં ઢીલ આપવામાં આવે. 

મહત્વનું છે કે કેન્દ્ર સરકારે હાલમાં ESICથી 40 લાખ ઈન્ડસ્ટ્રિયલ વર્કર્સને રાહત આપી છે. સરકારને નિયમોમાં ઢીલ આપી છે જેથી લોકડાઉનને કારણે 24 માર્ચથી લઈને 31 ડિસેમ્બર 2020 વચ્ચે બેરોજગાર થનારા કારીગરોને બેરોજગારી ભથ્થાનો લાભ મળી શકે. તેનાથી બેરોજગાર થયેલા ઈન્ડસ્ટ્રિયલ વર્કર્સોને તેના ત્રણ મહિનાના એવરેજ પગારનો 50 ટકા પગાર બેરોજગારી ભથ્થા તરીકે મળશે. લૉકડાઉન દરમિયાન નોકરી ગુમાવી ચુકેલા કારીગરો માટે આ પ્રસ્તાવ ESIC બોર્ડે પાસ કર્યો છે. આ બોર્ડના અધ્યક્ષ કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવાર છે. ESICનું અનુમાન છે કે આ પહેલથી માર્ચથી લઈને ડિસેમ્બર વચ્ચે 41 લાખ મજૂરોને ફાયદો મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news