ડીઝલની હોમ ડીલિવરી, જાણો કોને અને કઇ રીતે મળશે આ સુવિધા?
હવે ડીઝલની પણ હોમ ડિલિવરી શરૂ થઇ ગઇ છે. ઇન્ડીયલ ઓઇલ કોર્પોરેશન બાદ સરકારી ઓઇલ કંપની હિંદુસ્તાન પેટ્રોલ કોર્પોરેશન લિમિટેડ (HMPC)એ મુંબઇમાં ડીઝલની હોમ ડિલિવરી શરૂ કરી દીધી છે.
Trending Photos
નવી દિલ્હી: તમે ખાવા પીવાનો સામાન, શાકભાજી, કપડાં અને દવાઓ તો ઘરે મંગાવો છો હવે ડીઝલની પણ હોમ ડિલિવરી શરૂ થઇ ગઇ છે. ઇન્ડીયલ ઓઇલ કોર્પોરેશન બાદ સરકારી ઓઇલ કંપની હિંદુસ્તાન પેટ્રોલ કોર્પોરેશન લિમિટેડ (HMPC)એ મુંબઇમાં ડીઝલની હોમ ડિલિવરી શરૂ કરી દીધી છે. ઇન્ડીયન ઓઇલ આ સુવિધા પૂણેના ગ્રાહકોને આપી રહ્યું છે. ટૂંક સમયમાં કંપનીઓ દેશના દરેક ભાગમાં આ સર્વિસ આપશે.
અત્યારે ફક્ત ડીઝલની ડિલિવરી થઇ રહી છે. સરકારે ગત વર્ષે કહ્યું હતું કે તે લોકોની સુવિધા માટે પેટ્રોલ અને ડીઝલની હોમ ડિલિવરી કરવા માંગે છે, પરંતુ સુરક્ષાના કારણોના લીધે હજુ પેટ્રોલની હોમ ડિલિવરીને મંજૂરી મળી નથી. ઓઇલ કંપનીઓ તેના પર કામ કરી રહી છે.
ડીઝલની હોમ ડિલિવરી એક મધ્યમ આકારના ફ્યૂલ ટેંકરની મદદથી થશે, જેના પર ડીઝલ ડિસ્પેંસર લાગેલું છે. આ એજ પ્રકારનું હશે જેવું તમે પેટ્રોલ પંપ પર જુવો છો. તેની મદદથી ગ્રાહક સુધી ડીઝલ પહોંચાડવામાં આવશે.
આ બંને ઓઇલ કંપનીઓ અત્યારે આ સુવિધા ખાસ ગ્રાહકોને જ આપશે, જે વધુ માત્રામાં ડીઝલનો ઉપયોગ કરે છે. મોલ, ફેક્ટરી અથવા કોમર્શિયલ જગ્યાઓ પર ડીઝલની સપ્લાઇ કરવામાં આવશે જ્યાં મોટાપાયે ડીઝલ જનરેટર અથવા અન્ય મશીનો લાગેલા છે. સામાન્ય ગ્રાહકોને હાલમાં ડીઝલ મંગાવાની સુવિધા નહી મળે. ડીઝલ માટે કિંમત પંપ બરાબર જ ચૂકવવી પડશે, પરંતુ કેટલાક વધારા ટ્રાંસપોર્ટેશન ચાર્જ વસૂલવામાં આવી શકે છે.
એક્સપ્લોસિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન (PESO) એ ઓઇલ કંપનીઓને ડીઝલની સપ્લાઇ ગ્રાહકોના દર પર કરવાની પરવાની આપી દીધી છે, પરંતુ જૂન 2017માં બેગલુરૂ બેસ્ટ સ્ટાર્ડઅપ ANB ફ્યૂલે જ્યારે આ પ્રકારની જ સર્વિસની શરૂઆત કરી હતી તો PESOએ ઓઇલ કંપનીને સર્કુલર જાહેર કરતાં ANB ને ઓઇલ સપ્લાઇ રોકવા માટે કહ્યું હતું. આ આદેશ સુરક્ષા કારણોનો હવાલો આપતાં પારિત કરવામાં આવ્યો.
મોટી માત્રામાં ડીઝલનો ઉપયોગ કરનાર ગ્રાહકોને આ સર્વિસને ખૂબ ફાયદો મળસહે. તેનાથી ના ફક્ત તેમના સમયની બચત થશે, પરંતુ આ વધુ સુરક્ષિત પણ છે. અત્યારે બેરલમાં ભરીને ડીઝલ મંગાવવું પડે છે. દેશમાં હાલ કુલ 61,983 પેટ્રોલ પંપ છે. તેમાંથી 90 ટકા સરકારીઓ કંપનીઓના છે. નાણાકીય વર્ષ 2016-17માં દેશમાં 19.46 કરોડ ટન ડીઝલનો ઉપયોગ થયો. તેમાંથી લગભગ 40 ટકા ડીઝલ હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે