તમારા 'આધાર કાર્ડ' સાથે લિંક છે બીજા કોઇનો મોબાઇલ, જાણો કેવી રીતે ખબર પડશે?

આધાર કાર્ડ વડે મોબાઇલ ફોન, બેંક એકાઉન્ટ અથવા અન્ય સર્વિસને લિંક કરવી જરૂરી છે. સરકાર તેના પર નક્કર પગલાં ભરી રહી છે. UIDAI પણ સતત આધારને મજબૂત બનાવવાનું કામ કરી રહી છે. આધાર કાર્ડનો દુરઉપયોગ ન થાય તેને લઇને પણ સરકાર તૈયારી કરી રહી છે.

તમારા 'આધાર કાર્ડ' સાથે લિંક છે બીજા કોઇનો મોબાઇલ, જાણો કેવી રીતે ખબર પડશે?

નવી દિલ્હી: આધાર કાર્ડ વડે મોબાઇલ ફોન, બેંક એકાઉન્ટ અથવા અન્ય સર્વિસને લિંક કરવી જરૂરી છે. સરકાર તેના પર નક્કર પગલાં ભરી રહી છે. UIDAI પણ સતત આધારને મજબૂત બનાવવાનું કામ કરી રહી છે. આધાર કાર્ડનો દુરઉપયોગ ન થાય તેને લઇને પણ સરકાર તૈયારી કરી રહી છે. પરંતુ કેટલાક એવા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે જ્યાં આધાર કાર્ડ બીજા કોઇના મોબાઇલ નંબર સાથે લિંક છે. તમારા આધાર કાર્ડનો ક્યાં ઉપયોગ થઇ રહ્યો છે. એક રીતે તમે આ જાણી શકો છો. આધાર કાર્ડનું મેનેજમેન્ટ કરનાર સંસ્થા UIDAI એ એવી જોગવાઇ તૈયાર કરી છે, જેથી આધાર કાર્ડનો ઉપયોગ ક્યાં થયો, તે વિશે જાણી શકાય છે. 

કેવી રીતે ખબર પડે
સૌથી પહેલાં તમે https://resident.uidai.gov.in વેબસાઇટ ખોલો અને આધાર ઓથેંટિકેશન હિસ્ટ્રી પેજ જવા માટે લીંક પર ક્લિક કરો. હવે તમે તમારો આધાર નંબર અને સિક્યોરિટી કોડ નાખો. ત્યારબાદ 'Generate OTP' પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ મોબાઇલ પર OTP પ્રાપ્ત થશે. તેના માટે જરૂરી છે કે UIDAI વેબસાઇટ પર તમારો મોબાઇલ નંબર પહેલાંથી જ રજિસ્ટ્રેડ હોય.

અન્ય વિકલ્પમાં જાણકારી ભરો
ઓટીપી નાખ્યા બાદ બીજા અન્ય વિકલ્પ જોવા મળશે. તેમાં સૂચનાનો સમયગાળો અને ટ્રાંજેક્શનની સંખ્યા જણાવવી પડશે. OTP નાખ્યા બાદ 'Submit' પર ક્લિક કરો. પસંદ કરવામાં પીરિયડમાં ઓથેંટિકેશન અનુરોધની તારીખ, સમય અને પ્રકારની ખબર પડી જશે. જોકે, પેજ એ ખબર નહી પડે આ રિકવેસ્ટ કોણે કરી છે. 

ઓનલાઇન લોક કરી શકો છો જાણકારી
હવે જો તમારે આધાર સાથે સંકળાયેલી કોઇપણ જાણકારી શંકાસ્પદ લાગે છે, તો તમે આધારની જાણકારી ઓનલાઇન લોક કરી શકો છો અને જ્યારે તેનો ઉપયોગ કરવા માંગો છો તો તેને અનલોક પણ કરી શકાય છે. 

પાન કાર્ડ લિંક કરવું જરૂરી છે
પાન કાર્ડ લિંક તેના માટે તમારે ઇન્કમ ટેક્સની વેબસાઇટ પર જઇને PAN અને આધારની જાણકારી ભરવી પડશે અને ઓથેંટિકેશન પ્રક્રિયાને પુરી કરવી પડશે. હાલ તેની ડેડલાઇન વધારી દેવામાં આવી છે. 

બેંક ખાતાને કરો લિંક
તમે બેંક જઇને તમારા એકાઉન્ટને આધાર સાથે લિંક કરી શકો છો અથવા ઇન્ટરનેટ તથા મોબાઇલ બેંકિંગની સુવિધાનો ઉપયોગ પણ તેના માટે કરી શકો છો. ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા જો તમે લિંક કરવા માંગો છો તો ઓનલાઇન બેંકિંગ એકાઉન્ત પર લોગ ઇન કરો અને 'અપડેટ આધાર' લિંક પર ક્લિક કરો. આધારની જાણકારી ભર્યા બાદ સબમિટ કરો. રજિસ્ટર્ડ મોઇબાઇલ નંબર પર મોકલવામાં આવેલા OTP ની મદદથી પ્રક્રિયાને પુરી કરો. 

મ્યુચુઅલ ફંડ માટે
મ્યુચુઅલ ફંડને આધાર સાથે લિંક કરવા માટે કેટલીક કંપનીઓ ઓનલાઇન સુવિધા આપે છે. CAMS અને કાર્વી કોમ્યુટર શેર દ્વારા આ લિંક કરી શકાય છે. કંપનીઓની વેબસાઇટ પર જવું પડશે અને 'લિંક યોર આધાર' ટેબ પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ ફોર્મ ભરીને સબમીટ કરવું પડશે. OTP ભરો અને લિંકિંગ પ્રક્રિયાને પુરી કરવા માટે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news