પેટ્રોલ-ડીઝલમાં મોટી રાહત, આ કારણના લીધે 65 રૂપિયા સુધી આવી શકે છે ભાવ

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી એકવાર મોટી રાહત મળી શકે છે. નવા વર્ષના પહેલાં દિવસથી પેટ્રોલ-ડીઝલન ભાવમાં મોટી રાહત મળી રહી છે. એક જાન્યુઆરીના રોજ પેટ્રોલના ભાવ 19 પૈસા ઘટ્યા હતા, તો બીજી તરફ આજે પેટ્રોલના ભાવમાં 21 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. 

પેટ્રોલ-ડીઝલમાં મોટી રાહત, આ કારણના લીધે 65 રૂપિયા સુધી આવી શકે છે ભાવ

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી એકવાર મોટી રાહત મળી શકે છે. નવા વર્ષના પહેલાં દિવસથી પેટ્રોલ-ડીઝલન ભાવમાં મોટી રાહત મળી રહી છે. એક જાન્યુઆરીના રોજ પેટ્રોલના ભાવ 19 પૈસા ઘટ્યા હતા, તો બીજી તરફ આજે પેટ્રોલના ભાવમાં 21 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ત્રણ અને 4 ડિસેમ્બરના રોજ પેટ્રોલના ભાવ સ્થિર હતા. એવામાં નવા વર્ષે પેટ્રોલ-ડીઝલના લોકોને ફાયદો મળી રહ્યો છે. ગ્લોબલ માર્કેટમાં રૂપિયાની મજબૂતી અને ક્રૂડ ઓઈલના ભાવના ઘટાડાના લીધે કંપનીઓ થોડો-થોડો ઘટાડો કરી રહી છે. જાણકારોનું માનવું છે કે આગામી દિવસોમાં દિલ્હીમાં પેટ્રોલના ભાવ 65 રૂપિયા પ્રતિ લીટર સુધી જઇ શકે છે.

આગામી દિવસોમાં વધુ ઘટશે ભાવ
ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભવ સંપૂર્ણપણે આંતરરાષ્ટ્રીય બજાર પર નિર્ભર કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ડિમાંડ અને સપ્લાઇના આધારે નક્કી થાય છે. જાણકારોના અનુસાર ક્રૂડ ઓઇલના ઘટતી જતી ડિમાંડ અને વધુ ઉત્પાદનના લીધે ક્રૂડ ઓઇલના ભાવ ઓછા છે. આગામી થોડા દિવસોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે અને આશા છે કે તેનાથી પેટ્રોલ-ડીઝલના ભાવ બે-ત્રણ રૂપિયા ઘટી શકે છે. 

ક્યાં કેટલો ભાવ?

શહેર   પેટ્રોલ/લીટર ડીઝલ/લીટર
દિલ્હી   રૂ.68.44  રૂ.62.44
મુંબઇ રૂ.74.10 રૂ.65.34
કલકત્તા રૂ.70.58 રૂ.64.21
નોઇડા રૂ.68.74 રૂ.62.10
ગુડગાવ  રૂ.69.77 રૂ.62.71
બેંંગલુરૂ   રૂ.69.01 રૂ.62.80

એક લીટર પેટ્રોલમાં 50 ટકા ટેક્સ
શું તમને ખબર છે કે એક લીટર પેટ્રોલ ખરીદતી વખતે તમે જેટલી કિંમત પેટ્રોલની ચૂકવો છો એટલો જ તમે ટેક્સના રૂપમાં ચૂકવો છે. એટલા માટે પેટ્રોલ આટલું મોંઘુ હોય છે. લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં રાજ્યકક્ષાના નાણા મંત્રી શિવ પ્રતાપ શુક્લાએ જણાવ્યું હતું કે એક લીટર પેટ્રોલ પર ટેક્સ અને ડીલરનું કમિશન ઉમેરીએ તો 96.9 પૈસા થાય છે. જ્યારે પેટ્રોલની સાચી કિંમત ફક્ત 34 રૂપિયા પ્રતિ લીટર છે. 

કેવી રીતે જાણશો પોતાના શહેરમાં પેટ્રોલ ડીઝલનો ભાવ?
તમારા શહેરમાં દરરોજ પેટ્રોલ અને ડીઝલનો ભાવ જાણવો ખૂબ સરળ છે. તમે તમારા મોબાઇલ ફોનમાં ઇન્ડિયન ઓઇલ એટલે કે IOCL app ડાઉનલોડ કરી શકો છો, જેના પર રોજ તાજા ભાવ અપડેટ થાય છે. આ ઉપરાંત કસ્ટમર કેર મોબાઇલ નંબર દ્વારા  “પેટ્રોલ પંપના RSP Dealer Code” લખીને તેને 92249 92249 પર SMS કરી શકો છો. તેના જવાબમાં તમને તે પેટ્રોલ પંપર પેટ્રોલ-ડીઝલના ભાવ ખબર પડી જશે.

તમે પણ ચેક કરી શકો છો તમારા શહેરમાં શું છે ભાવ
તમે પણ તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ જાણવા માટે iocl.com પર જોઇ શકો છો. અહીં બધા શહેરોના કેટલાક કોડ આપવામાં આવ્યા છે 9224992249 પર મેસેજ કરી શહેરની કિંમત ફોન પર જાણી શકો છો.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news