ગોવિંદાની શ્રદ્ધાંજલિ વાંચીને કાદર ખાનનો દીકરો બરાબર ભડક્યો, કહી બેઠો ન કહેવાનું

1 જાન્યુઆરીએ બોલિવૂડના સ્ટાર કાદર ખાનનું કેનેડામાં અવસાન થયું છે

ગોવિંદાની શ્રદ્ધાંજલિ વાંચીને કાદર ખાનનો દીકરો બરાબર ભડક્યો, કહી બેઠો ન કહેવાનું

મુંબઈ : 1 જાન્યુઆરીએ બોલિવૂડના સ્ટાર કાદર ખાનનું કેનેડામાં અવસાન થયું હતું. તેમના અવસાનથી આખો દેશ દુઃખમાં ડૂબી ગયો હતો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ ટ્વિટ પર કાદર ખાનને શ્રદ્ધાંજલિ આપી હતી. કાદરખાન ગુજરી ગયા ત્યારે ગોવિંદાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કાદર ખાન ન માત્ર મારા ઉસ્તાદ હતા પણ પિતા સમાન હતા. તેમની સાથે કામ કરનાર દરેક એક્ટર તેમના સ્પર્શથી સુપરસ્ટાર બની ગયો. મારી વ્યથા હું શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો. જોકે, ગોવિંદાની આ શ્રદ્ધાંજલિ વાંચીને તેનો દીકરો સરફરાઝ બરાબર અપસેટ થયો છે અને તેણે ઇન્ડસ્ટ્રીના બેવડા ધોરણો પર પ્રહાર કર્યો છે. 

 

A post shared by Govinda (@govinda_herono1) on

સરફરાઝે મૃત્યુ કાદર ખાનને પિતાતુલ્ય ગણાવતા ગોવિંદા પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે તેણે મૃત્યુ પછી એક ફોન કરવાની દરકાર પણ નથી કરી. તેણે કહ્યું- પ્લીઝ ગોવિંદાને પૂછો તેણે તેના પિતાતુલ્ય કાદર ખાનના સ્વાસ્થ્યના કેટલી વાર સમાચાર પૂછ્યા? તેણે તેમના ગુજરી જવા પછી અમને એક ફોન પણ કરવાની તસદી લીધી છે ખરી? હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રી આવી જ બની ગઈ છે. સરફરાઝે જણાવ્યું, “હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રી આવી જ બની ગઈ છે. બધા અલગ અલગ કેમ્પમાં વહેંચાઈ ગયા છે.મારા પિતાએ અમને કહ્યું જ હતું કે આ ઈન્ડસ્ટ્રીમાં કોઈની પાસે કોઈ આશા ન રાખવી. બસ પોતાનું કામ કરવું અને કોઈ બદલાની આશા ન રાખવી.”

સરફરાઝે આરોપ મૂક્યો હતો કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં યોગદાન આપનારાઓ માટે કોઈને લાગણી રહી નથી. તે જ્યારે એક્ટિવ ન હોય ત્યારે તેમને અવગણી દેવાય છે. ટોચના કલાકારો રિટાયર કલાકારો સાથે માત્ર ફોટો પડાવવા પૂરતા દેખાય છે. લલિતા પવારજી અને મોહન ચોટીજીની જ હાલત જુઓ. મારા પિતા નસીબદાર હતા કે ત્રણ પુત્રો તેમની સારસંભાળ રાખવા માટે હતા. બાકી જેને આર્થિક કે ઈમોશનલ સપોર્ટ ન હોય તેમનું શું થાય? સરફરાઝે જણાવ્યું કે તેના પિતા ઈન્ડસ્ટ્રીમાં ઘણા લોકોથી ક્લોઝ હતા પરંતુ તે સૌથી વધારે બચ્ચન સાહેબને પ્રેમ કરતા હતા. હું તેમને જણાવવા માંગું છું કે મારા પિતા જીવનનની છેલ્લી ક્ષણ સુધી તેમને મિસ કરતા હતા અને તેમની વાતો કરતા હતા. પુત્રએ જણાવ્યું કે પિતા ગુજરી ગયા ત્યારે તેમના ચહેરા પર હાસ્ય હતુ. તે અમારા માટે આખી દુનિયામાં સૌથી કિંમતી ચીજ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news