આજે ફરી વધ્યા ઈંધણના ભાવ, જાણો કેમ ડીઝલના ભાવમાં જોવા મળી રહ્યો છે આટલો ઉછાળો?

રાજધાની દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસથી ડીઝલના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. પહેલીવાર એવું બન્યું છે કે એક લીટર ડીઝલનો ભાવ પેટ્રોલના ભાવ કરતા વધારે થઈ ગયો છે. આજે સતત 20મા દિવસે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (HPCL, BPCL, IOC)એ ઈંધણના ભાવમાં વધારો કર્યો છે. કંપનીઓએ 20મી દિવસે પેટ્રોલના ભાવમાં 21 પૈસાનો વધારો કર્યો છે જ્યારે ડીઝલના ભાવમાં 17 પૈસા વધાર્યા છે. આજે તમને એ પણ જણાવી દઈએ કે આખરે ડીઝલ કરતા પેટ્રોલ કેમ મોંઘુ થયું છે.  
આજે ફરી વધ્યા ઈંધણના ભાવ, જાણો કેમ ડીઝલના ભાવમાં જોવા મળી રહ્યો છે આટલો ઉછાળો?

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસથી ડીઝલના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. પહેલીવાર એવું બન્યું છે કે એક લીટર ડીઝલનો ભાવ પેટ્રોલના ભાવ કરતા વધારે થઈ ગયો છે. આજે સતત 20મા દિવસે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (HPCL, BPCL, IOC)એ ઈંધણના ભાવમાં વધારો કર્યો છે. કંપનીઓએ 20મી દિવસે પેટ્રોલના ભાવમાં 21 પૈસાનો વધારો કર્યો છે જ્યારે ડીઝલના ભાવમાં 17 પૈસા વધાર્યા છે. આજે તમને એ પણ જણાવી દઈએ કે આખરે ડીઝલ કરતા પેટ્રોલ કેમ મોંઘુ થયું છે.  

દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ 80.19 રૂપિયા
ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ડીઝલના ભાવમાં વધારો કરવાથી અસર એ થઈ છે કે સતત ત્રીજીવાર તે પેટ્રોલ કરતા પણ મોંઘુ થયું છે. ભારતના ઈતિહાસમાં પહેલીવાર એક લીટર ડીઝલની કિંમત પેટ્રોલની કિંમત કરતા વધી છે. શુક્રવારે થયેલા વધારા બાદ દિલ્હીમાં એક લીટર ડીઝલની કિંમત 80.19 રૂપિયા થઈ છે. જ્યારે પેટ્રોલની કિંમત 80.13 રૂપિયા થયો છે. 

— ANI (@ANI) June 26, 2020

આ છે ભાવવધારાનું મુખ્ય કારણ
પેટ્રોલ પંપ ડીલર એસોસિએશનના પ્રેસિડેન્ટ અજય બંસલે કહ્યું કે લોકડાઉન દરમિયાન કેન્દ્રએ એક્સાઈઝ ડ્યૂટી વધારી હતી. ત્યારબાદ દિલ્હી સરકારે વેટ વધાર્યો. ડીઝલ પર હાલ દિલ્હીમાં 31.83 રૂપિયા એક્સાઈઝ લાગે છે. જ્યારે દિલ્હી સરકાર દ્વારા 30 ટકા વેટ લગાવવામાં આવ્યો છે. એટલે કે બેઝ ટેક્સ જ મોંઘો થઈ ગયો. કારણ કે ક્રુડ ઓઈલના ભાવમાં રોજેરોજ વધારોઘટાડો થાય છે અને રૂપિયાના ડોલર સામે જે સ્થિતિ હોય છે તેની પણ અસર પડે છે. આથી ડીઝલના ભાવ વધ્યાં. જ્યારે ક્રુડ ઓઈલના ભાવ રોજ વધે ઘટે છે ત્યારે બંને ટેક્સ વધવાના કારણએ ટેક્સ બેઝ વધી ગયો. 

જુઓ LIVE TV

દરરોજ સવારે 6 વાગે બદલાય છે ભાવ
અત્રે જણાવવાનું કે દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી નવા રેટ લાગુ થાય છે. પેટ્રોલ અને ડીઝલના રેટમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ તેના ભાવ લગભગ બમણા થઈ જાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news