લદાખ સરહદે તંગદીલી

INDIA-CHINA STANDOFF: LAC પર કડકડતી ઠંડી સામે ચીની સૈનિકો પસ્ત, બચવા માટે કરી રહ્યા છે આ કામ

INDIA-CHINA FACEOFF: પૂર્વી લદાખમાં line of acctual control પર મહિનાથી ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે કડકડતી ઠંડીમાં પણ ભારત અને ચીનના સૈનિકો તહેનાત છે. જોકે ચીની સૈનિકો માટે હાડ થીજાવતી ઠંડીમાં ટકી રહેવું મુશ્કેલ થઈ રહ્યું છે.

Dec 2, 2020, 08:42 AM IST

વાતચીતથી સરહદ વિવાદનો ઉકેલ લાવવા માટે  India-China સહમત, આ રીતે દૂર કરાશે ગેરસમજ

ભારત અને ચીન (India-China)  પૂર્વ લદાખમાં ચાલી રહેલા સરહદ વિવાદનો પરસ્પર વાતચીત દ્વારા ઉકેલ લાવવા માટે સહમત થયા છે. આ સાથે જ મુદ્દાનો સર્વસામાન્ય ઉકેલ ન આવે ત્યાં સુધી બંને દેશ ફ્રન્ટ લાઈન એરિયામાં વધુમાં વધુ સંયમ જાળવી રાખશે. 

Nov 8, 2020, 10:21 AM IST

લદાખ તણાવ: ભારતની સ્પષ્ટ વાત, ચીન એપ્રિલ પહેલાંની યથાસ્થિતિ પૂર્વવત કરે, સૈનિકોને હટાવે

પૂર્વ લદાખ(East Ladakh)માં તણાવના સમાધાન માટે ભારતે સોમવારે ચીન (China) સાથે સાતમા તબક્કાની સૈન્ય વાર્તામાં ચીનને એપ્રિલ પહેલાની યથાસ્થિતિ પૂર્વવત કરવા અને વિવાદના તમામ પોઈન્ટ્સથી ચીની સૈનિકોની સંપૂર્ણ વાપસી કરાવવાનું કહ્યું. સરકારી સૂત્રોએ આ જાણકારી આપી. 

Oct 13, 2020, 06:35 AM IST

ભારત-ચીન સરહદ વિવાદનો ઉકેલ લાવવા માટે જલદી લેવાશે આ પગલું, વિદેશ મંત્રાલયનું નિવેદન

સરહદ વિવાદ (Border Dispute) નો ઉકેલ લાવવા માટે ભારત અને ચીન (China) વરિષ્ઠ કમાન્ડરોની આગામી બેઠક માટે સહમત થઈ ગયા છે. વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું કે બંને દેશોના સૈન્ય અધિકારીઓની બેઠક જલદી થઈ શકે છે. 

Sep 25, 2020, 09:38 AM IST

સરહદ વિવાદ: આજે ફરી કોર કમાન્ડરોની બેઠક, પહેલીવાર આ અધિકારી સામેલ!

ભારત અને ચીનની સેનાઓ વચ્ચે આજે કોર કમાન્ડર સ્તરની છઠ્ઠા તબક્કાની બેઠક યોજાઈ છે. જેમાં મુખ્યત્વે પૂર્વ લદાખમાં બંને દેશોના સૈનિકોને પાછળ હટાવવા અને તણાવ ઘટાડવા માટે બનેલી પાંચ પોઈન્ટની સહમતિના અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. 

Sep 21, 2020, 08:43 AM IST

આખરે ચીને સ્વીકાર્યું, ગલવાનમાં થયેલા લોહિયાળ ઘર્ષણમાં માર્યા ગયા હતા PLAના સૈનિકો

ભારત અને ચીન વચ્ચે સરહદ પર મે મહિનાથી જ તણાવની સ્થિતિ બનેલી છે. આ બધા વચ્ચે ચીન તરફથી હવે પહેલીવાર સ્વીકાર થયો છે કે ગલવાન ખીણમાં થયેલા લોહિયાળ ઘર્ષણમાં તેના સૈનિકોના પણ જીવ ગયા હતાં.

Sep 18, 2020, 09:49 AM IST

રાજ્યસભામાં બોલ્યા રક્ષામંત્રી રાજનાથ સિંહ- 'ચીનની કથની અને કરણીમાં ફરક'

ભારત અને ચીન વચ્ચે LAC પર ચાલી રહેલા તણાવ વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહ રાજ્યસભામાં નિવેદન આપતા કહ્યું કે ચીનની કથની અને કરણીમાં ફરક છે. ચીને પેટ્રોલિંગમાં વિધ્ન નાખ્યું આથી હિંસક ઝડપ થઈ. રક્ષામંત્રીએ કહ્યું કે આપણી સેના મુકાબલા માટે એકદમ તૈયાર છે. પહોંચી વળવામાં સક્ષમ છે. સેનાના શૌર્યની પ્રશંસા થવી જોઈએ. 

Sep 17, 2020, 01:12 PM IST

આ જ છે ચીનનું અસલ ચરિત્ર, એક બાજુ શાંતિની વાતો બીજી બાજુ આપી 'યુદ્ધ'ની પોકળ ધમકી

ચીન પોતાની નાપાક હરકતો કરવાનું છોડતું નથી. એક બાજુ સરહદ વિવાદ શાંતિપૂર્ણ ઉકેલવાની વાતો કરે છે અને બીજી બાજુ ભારતને પોકળ ધમકીઓ આપ્યા કરે છે. ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સ (Global Times)ના સંપાદકે ટ્વીટ કરીને ભારતને પોકળ ધમકી આપી છે.

Sep 16, 2020, 01:21 PM IST

સંસદમાં બોલ્યા રાજનાથ સિંહ, 'LAC પર ચીને સૈનિકોનો જમાવડો કર્યો, આપણી સેના પણ તૈયાર'

સંસદના ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ છે. લોકસભામાં રક્ષામંત્રી રાજનાથ સિંહે લોકસભામાં ચીન અને સરહદ વિવાદ પર નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે આજે હું આ સદનમાં લદાખની સ્થિતિથી સભ્યોને માહિતગાર કરવા આવ્યો છું. પીએમ મોદીએ બહાદુર જવાનો સાથે મુલાકાત કરી હતી  અને સંદેશો આપ્યો હતો કે દેશવાસીઓ વીર જવાનોની પડખે છે. મે પણ શૂરવીરોની સાથે સમય વિતાવ્યો છે. 

Sep 15, 2020, 03:27 PM IST

ચીનની હવે ભારતના આ મિત્ર દેશ પર ખરાબ નજર, સરહદે કર્યો સૈન્ય જમાવડો

પોતાની વિસ્તારવાદી આદતો માટે કુખ્યાત ચીન હવે ભારતના પડોશી દેશ ભૂતાનના કેટલાક વિસ્તારો પચાવી પાડવા માંગે છે. પીપલ્સ લિબરેશન આર્મી ભૂતાનના વિસ્તારો પર કબ્જો જમાવવાની તૈયારી કરી રહી છે.

Sep 15, 2020, 09:04 AM IST

Indo China: ગમે ત્યારે છેડાઈ શકે છે યુદ્ધ!, રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે કરશે મહત્વની બેઠક

ચીન સાથે લદાખમાં ચાલી રહેલો તણાવ સતત વધી રહ્યો છે. જેના કારણે હાલાત ગમે ત્યારે યુદ્ધમાં ફેરવાઈ શકે છે. જેને જોતા આજે રક્ષામંત્રીએ એક મહત્વની બેઠક બોલાવી છે. 

Sep 11, 2020, 09:44 AM IST

LAC પર તણાવ વચ્ચે રશિયામાં ભારત-ચીનના વિદેશમંત્રીઓની મહત્વની બેઠક, આ 5 મુદ્દા પર બની સહમતિ

LAC પર ચાલી રહેલા તણાવને ઓછો કરવા માટે ભારત અને ચીન વચ્ચે પાંચ પોઈન્ટ પર સહમતિ બની ગઈ છે. ભારતીય વિદેશમંત્રી એસ જયશંકર અને તેમના ચીની સમકક્ષ વાંગ યી વચ્ચે ગુરુવારે મોસ્કોમાં થયેલી બેઠકમાં સહમતિ બની. 

Sep 11, 2020, 07:49 AM IST

ભારત-ચીન સરહદ વિવાદ પર રશિયાએ આપ્યું મોટું નિવેદન, ડ્રેગનને લાગશે મરચા 

રશિયાએ ભારત-ચીન વચ્ચે ચાલતા સરહદ વિવાદમાં હસ્તક્ષેપ કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે. રશિયાએ સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી બંને દેશ તેને મધ્સ્થતા કરવાનું નહીં કહે ત્યાં સુધી તે આ મામલે વચ્ચે પડશે નહીં. જો કે તે બંને દેશોને વાતચીત દ્વારા આપસી વિવાદ ઉકેલવાનો પ્રયત્ન કરવા માટે પ્રેરિત કરતું રહેશે. 

Sep 9, 2020, 09:01 AM IST

ભારત-ઈરાન આ દેશમાં શાંતિ માટે કરશે કામ, ચીનને વધુ એક ઝટકો!

મોસ્કોથી પાછા ફરતી વખતે અચાનક ઈરાન પહોંચી ગયેલા રક્ષામંત્રી રાજનાથ સિંહે રવિવારે તેહરાનમાં ઈરાનના રક્ષામંત્રી બ્રિગેડિયર જનરલ અમીર હાતમી સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો સંલગ્ન અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ. 

Sep 6, 2020, 01:46 PM IST

LAC પર આર્મી ચીફ નરવણેએ કરી સુરક્ષા તૈયારીઓની સમીક્ષા, આપ્યું મોટું નિવેદન

ભારત-ચીન સરહદ પર  તણાવ વચ્ચે આર્મી ચીફ એમ એમ નરવણે બે દિવસના પ્રવાસે લદાખ પહોંચ્યા. સેનાધ્યક્ષ આ પ્રવાસ દરમિયાન ભારત અને ચીનની સરહદ LAC પર સેનાની તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. સેનાધ્યક્ષે ચુશુલમાં ફોરવર્ડ ચોકીઓની પણ મુલાકાત લીધી. 

Sep 4, 2020, 11:52 AM IST

ભારત-ચીન તણાવ પર અમેરિકાએ આપ્યું મહત્વનું નિવેદન, ડ્રેગનને મરચા લાગશે

ચીન સાથે વિવાદ પર અમેરિકાએ ફરીથી એકવાર ભારતનો સાથ આપ્યો છે. અમેરિકાએ કહ્યું કે ચીન તરફથી વારંવાર થતી ઉશ્કેરણીને પહોંચી વળવાનો એક માત્ર ઉપાય તેનો સામનો કરવો એ જ છે. અમેરિકાએ કહ્યું કે તે LAC પર ચાલી રહેલી ગતિવિધિઓ પર બાજનજર રાખી રહ્યું છે. 

Sep 2, 2020, 01:00 PM IST

બ્લેક ટોપમાં ચીનની સેનાની અવરજવર રોકવામાં આવી, ભારતે ટેન્ક તૈનાત કર્યા

એવું લાગે છે કે ચીનને વારંવાર હિન્દુસ્તાનના હાથે માર ખાવાની આદત પડી ગઈ છે. આવું એટલા માટે કહીએ છીએ કારણ કે ચીન વારંવાર ઘૂસણખોરીની કોશિશ કરી રહ્યું છે અને વારંવાર ભારતીય સેના તેને પછડાટ આપી રહી છે. ચીને 31 ઓગસ્ટની રાતે પણ એકવાર ફરીથી ઘૂસણખોરીની કોશિશ કરી હતી પરંતુ ભારતીય જવાનોએ તેને નિષ્ફળ બનાવી દીધી. ચોંકાવનારી વાત એ છે કે ચીન તરફથી આ હરકત એવા સમયે થઈ કે જ્યારે કમાન્ડર સ્તરની વાતચીત ચાલી રહી હતી. 

Sep 2, 2020, 09:13 AM IST

રાજનાથ સિંહે કરી ચીન સાથે તણાવ પર સમીક્ષા, ડોભાલે અધિકારીઓ સાથે કરી બેઠક

પેન્ગોંગમાં ચીનની સરખામણીએ ભારતની સ્થિતિ સારી છે. ચીને ભારત પર LACના ભંગનો આરોપ લગાવ્યો છે. 29-30 ઓગસ્ટની રાતે પેન્ગોંગમાં ચીની સૈનિકો સાથે ભારતીય સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. 

Sep 1, 2020, 01:30 PM IST

પેન્ગોંગમાં કેવી રીતે ભારતીય સેનાએ ચીની સૈનિકોને આપી ધોબીપછાડ...વાંચો પરાક્રમની INSIDE STORY

29/30 ઓગસ્ટની રાતે ભારતની સેનાના વીર જવાનોએ પેન્ગોંગમાં ચીની સૈનિકોની ઘૂસણખોરીની કોશિશ નિષ્ફળ બનાવી તો તેમના હોશ ઉડી ગયાં. ભારતે એકવાર ફરીથી ચાલબાઝ ચીનને બતાવી દીધુ કે હવે તેની કોઈ જ ચાલ સફળ થશે નહીં. લદાખમાં તૈયાર થઈને બેઠેલી ભારતીય સેનાએ દગાબાજ ચીનની ચાલને નિષ્ફળ બનાવી દીધી અને કેટલીક રણનીતિક દ્રષ્ટિએ મહત્વની જગ્યાઓ પર પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી લીધી છે. 

Sep 1, 2020, 12:32 PM IST

ભારતીય શૂરવીરોએ ચીની સૈનિકોને દમ દેખાડી ખદેડી મૂક્યા, જાણો ચીને શું કહ્યું?

ભારત અને ચીન (India and China)  વચ્ચે પૂર્વ લદાખ (Ladakh) માં ફરીથી ઘર્ષણ (Clash)  થયું. લદાખમાં પેન્ગોંગ ઝીલ વિસ્તારમાં  ભારત અને ચીનના સૈનિકો વચ્ચે આ ઘર્ષણ 29-30 ઓગસ્ટની રાતે થયું. ભારતીય સૈનિકોએ પણ ચીની સૈનિકોની આ ઘૂસણખોરી સામે જડબાતોડ જવાબ આપ્યો. આ ઘર્ષણમાં કોઈ પણ પ્રકારના નુકસાનના અહેવાલ નથી. ચીનની ચાલાકી જોઈને ભારતીય સેના સંપૂર્ણ અલર્ટ છે. ચુશુલ વિસ્તારમાં ચીની સૈનિકોની તૈયારીઓથી બરાબર માહિતગાર ભારતીય સૈનિકોએ 29/30 ઓગસ્ટની રાતે બરાબર કાર્યવાહી કરીને ચીની સૈનિકોને ખદેડી મૂક્યા. હવે આ ઝડપને લઈને ચીન સ્પષ્ટતા કરી રહ્યું છે. 

Aug 31, 2020, 03:57 PM IST