રેકોર્ડ સ્તર પર પહોંચ્યો ડીઝલનો ભાવ, પેટ્રોલની કિંમતમાં રાહત

ડીઝલના ભાવમાં શનિવારે વધારો થયો છે. દેશની રાજધાની સહિત તમામ મહાનગરોમાં ડીઝલ (Diesel Price Today) ખરીદવું મોંઘું બની ગયું છે. દિલ્હીમાં એક લીટર ડીઝલનો ભાવ 17 પૈસા વધીને 81.52 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે.

રેકોર્ડ સ્તર પર પહોંચ્યો ડીઝલનો ભાવ, પેટ્રોલની કિંમતમાં રાહત

નવી દિલ્હી: ડીઝલના ભાવમાં શનિવારે વધારો થયો છે. દેશની રાજધાની સહિત તમામ મહાનગરોમાં ડીઝલ (Diesel Price Today) ખરીદવું મોંઘું બની ગયું છે. દિલ્હીમાં એક લીટર ડીઝલનો ભાવ 17 પૈસા વધીને 81.52 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. તો બીજી તરફ પેટ્રોલનો ભાવ (Petrol Price Today)નો ભાવ યથાવત રહ્યો હતો. પેટ્રોલના ભાવમાં કોઇપણ વધારો થયો ન હતો.  

18 જુલાઇ 2020 પેટ્રોલ-ડીઝલના ભાવ
દિલ્હી- પેટ્રોલ 80.43 રૂપિયા અને ડીઝલ 81.52 રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઇ- પેટ્રોલ 87.19 રૂપિયા અને ડીઝલ 79.71 રૂપિયા પ્રતિ લીટર છે.
કલકત્તા- પેટ્રોલ 82.10 રૂપિયા અને ડીઝલ 76.67 રૂપિયા પ્રતિ લીટર છે.
કલકત્તા- પેટ્રોલ 83.63 રૂપિયા અને ડીઝલ 78.50 રૂપિયા પ્રતિ લીટર છે

ફક્ત ડીઝલ થઇ રહ્યું છે મોંઘું
તમને જણાવી દઇએ કે ઘણા દિવસોથી ફક્ત ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે, તો બીજી તરફ પેટ્રોલના ભાવ 29 જૂને વધ્યા હતા. ત્યારબાદ સતત પેટ્રોલના ભાવ યથાવત છે. 

દરરોજ 6 વાગે બદલાય છે ભાવ
તમને જણાવી દઇએ કે દરરોજ સવારે છ વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે છ વાગ્યાથી નવા ભાવ લાગૂ થાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી ડીલર કમીશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેનો ભાવ લગભગ બમણો થઇ જાય છે. 

આ પ્રકારે જાણી શકો છો આજનો તાજા ભાવ
પેટ્રોલ-ડીઝલનો દરરોજનો ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકો છો (How to check diesel petrol price daily). ઇન્ડીયન ઓઇલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક SP લખીને 9223112222 નંબર પર મોકલી શકે છે. તો બીજી તરફ એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને જાણી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news