આ તારીખે લોન્ચ થશે Redmi Note 7, તેના એક દિવસ પહેલાં Samsung Galaxy M30

રેડમી નોટ 7 (Redmi Note 7)ની રાહ જોઇ રહેલા લોકો માટે ખુશખબરી છે. આ સ્માર્ટફોનને લોન્ચ કરવાની તારીખની જાહેરાત થઇ ગઇ છે. 28 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં થનાર એક કાર્યક્રમમાં આ ફોનને લોન્ચ કરવામાં આવશે.

આ તારીખે લોન્ચ થશે Redmi Note 7, તેના એક દિવસ પહેલાં Samsung Galaxy M30

નવી દિલ્હી: રેડમી નોટ 7 (Redmi Note 7)ની રાહ જોઇ રહેલા લોકો માટે ખુશખબરી છે. આ સ્માર્ટફોનને લોન્ચ કરવાની તારીખની જાહેરાત થઇ ગઇ છે. 28 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં થનાર એક કાર્યક્રમમાં આ ફોનને લોન્ચ કરવામાં આવશે. આ કાર્યક્રમના ઠીક એક દિવસ પહેલાં 27 ફેબ્રુઆરીના રોજ સેમસંગ પોતાના Galaxy M30 ને ભારતમાં લોન્ચ કરવા જઇ રહી છે. તમને જણાવી દઇએ કે બંને મીડિયમ બજેટ સ્માર્ટફોન છે.

Redmi Note 7 ને ચીનમાં પહેલાં જ લોન્ચ કરવામાં આવી ચૂક્યા છે. તે સ્માર્ટફોનના ફીચરની વાત કરીએ તો 6.3 ઇંચ ફૂલ એચડી ડિસ્પ્લે છે. Qualcomm સ્નૈપડ્રૈગન 660 SoC પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનના ત્રણ વેરિએન્ટ છે. ડુઅલ રિયર કેમેરા 48 મેગાપિક્સલ છે અને 5 મેગાપિક્સલ છે. સેલ્ફી કેમેરા 13 મેગાપિક્સલ છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે 3GB RAM + 32GB વેરિએન્ટની કિંમત લગભગ 10300, 4GB RAM + 64GB વાળા વેરિએન્ટની કિંમત 12400 અને 6GB RAM + 64GB વાળા વેરિએન્ટની કિંમત 14500 રૂપિયાની આસપાસ છે.

સેમસંગે Galaxy M Serise ના બે સ્માર્ટફોન-Samsung Galaxy M10, Samsung Galaxy M20 ને જાન્યુઆરી મહિનામાં જ ભારતીય બજારમાં લોન્ચ કરી ચૂકી છે. 27 ફેબ્રુઆરીના રોજ Samsung Galaxy M30 કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફોનમાં Exynos 7904 SoC પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 5000mAh ની બેટરી હશે. સાથે જ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ હોઇ શકે છે. તેની કિંમત 14900 રૂપિયાની આસપાસ હશે.

M20 ના 4GB+64GB વેરિએન્ટની કિંમત 12,990 રૂપિયા છે. 3GB+32GB વેરિએન્ટની કિંમત 10,990 રૂપિયા છે. M10 ના 3GB+32GB વેરિએન્ટની કિંમત 8,990 રૂપિયા છે જ્યારે M10 ના 2GB+16GB વેરિએન્ટની કિંમત 7,990 રૂપિયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news