Silver Price Today: સસ્તી થઈ ચાંદી, જાણો કેટલા રૂપિયામાં મળી રહી છે એક કિલો

આજે બજાર ખુલતા ચાંદીની ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ગુરૂવારે 59873 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે બંધ થયેલી ચાંદી આજે 366 રૂપિયાના ઘટાડા સાથે ખુલી હતી. 

Silver Price Today: સસ્તી થઈ ચાંદી, જાણો  કેટલા રૂપિયામાં મળી રહી છે એક કિલો

નવી દિલ્હીઃ આજે ચાંદીની કિંમતોમાં ફરી ઘટાડો નોંધાયો છે. ગુરૂવારે 59,873 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર બંધ થયેલી ચાંદી આજે 366 રૂપિયા ઘટીને   (Silver price fall) 59,507 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર ખુલી છે. શરૂઆતી કારોબારમાં ચાંદી  59,658 રૂપિયા પ્રતિ કિલોના ઉચ્ચ સ્તરે પહોંચી, જ્યારે ચાંદી પોતાના ઓપનિંગ પ્રાઇસના સ્તરને તોડવામાં નિષ્ફળ રહી. ચાંદીની કિંમત ઓલ ટાઇમ હાઇથી આશરે 18 હજાર રૂપિયા સુધી ઘટી છે. 

ગુરૂવારે જ્વેલરી બજારમાં સોનું-ચાંદી
દિલ્હી સોની બજારમાં ગુરૂવારે સોનું 17 રૂપિયાની સામાન્ય તેજીની સાથે  48,257 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. એચડીએફસી સિક્યોરિટીએ આ જાણકારી આપી છે. પાછલા કારોબારી સત્રમાં ભાવ 48240 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. ચાંદી પણ 28 રૂપિયાની સાધારણ તેજીની સાથે  59,513 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ હતી. પાછલા સત્રમાં તેનો બંધ ભાવ 59,485 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો. એચડીએફસી સિક્યોરિટીઝ પ્રમાણે, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ લાભની સાથે 1815 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયો જ્યારે ચાંદી 23.42 ડોલર પ્રતિ ઔંસ પર લગભગ સ્થિર રહી. પટેલે કહ્યું, રજાને કારણે ઓછા કારોબારી સત્ર વાળા સપ્તાહમાં સોનાના ભાવમાં થોડો સુધાર આવ્યો,. થેંક્સ ગિવિંગ ઉત્સવના અવસરે અમેરિકી બજાર ગુરૂવારે બંધ હતું. ત્યાં કોવિડ-19ની રસીના સંદર્ભમાં થયેલી પ્રગતિ અને અમેરિકી પ્રોત્સાહન પેકેજને લઈને રોકાણકારો સતર્ક થઈ ગયા છે. 

જુઓ ઓલ ટાઈમ હાઈથી કેટલા ઘટા સોના-ચાંદીના ભાવ
7 ઓગસ્ટ, 2020 તે દિવસ હતો જ્યારે સોના-ચાંદીએ એક નવો રેકોર્ડ બનાવ્યો. સોનું અને ચાંદી પોતાના ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા હતા. 7 ઓગસ્ટે સોનાએ 5600 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઓલટાઈમ હાઈના સ્તરને પાર કર્યું, જ્યારે ચાંદી 77840 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી હતી. સોનું અત્યાર સુધી આશરે 7700 રૂપિયા નીચે આવ્યું છે, જ્યારે ચાંદી આશરે 18000 રૂપિયા પ્રતિ કિલો સુધી નીચે આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news