લક્ષ્મી વિલાસ બેન્કનો આ Bankમાં થશે વિલય, કેન્દ્રીય કેબિનેટે આપી મંજૂરી

કેબિનેટ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, લક્ષ્મી વિલાસ બેન્કમાં 20 લાખ ખાતાધારક છે, તેમને સુરક્ષા મળશે. હવે તે જ્યારે ઈચ્છે ત્યારે પૈસા ઉપાડી શકે છે. 

લક્ષ્મી વિલાસ બેન્કનો આ Bankમાં થશે વિલય, કેન્દ્રીય કેબિનેટે આપી મંજૂરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રીમંડળે સંકટગ્રસ્ત લક્ષ્મી વિલાસ બેન્કના DBS બેન્ક ઓફ ઈન્ડિયા લિમિટેડ (DBIL)માં વિલય પ્રસ્તાવ પર મહોર મારી દીધી છે. બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ સાથે ATCમાં એફડીઆઈને મંજૂરી આપવામાં આવી છે. 

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એક પત્રકાર પરિષદમાં કેબિનેટ નિર્ણયોની જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેન્કે લક્ષ્મી વિલાસ બેન્કનો DBS બેન્કમાં વિલયનો આદેશ આપ્યો હતો.  ATC Telecom Infraમાં 2480 કરોડના પ્રત્યેક્ષ વિદેશી રોકાણ  (FDI)ને કેબિનેટે મંજૂરી આપી છે. ટાટા સમૂહની કંપની એટીસીના 12 ટકા શેર એટીસી પેસિફિક એશિયાએ લીધા છે. 

તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ અને આર્થિક મામલાની મંત્રીમંડળીય સમિતિ  (CCEA)ની બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, મોદી સરકારનો ભાર આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા પર છે. તેથી તે માટે નાણા ભેગા કરવા હવે ડેટ માર્કેટનો ફાયદો ઉઠાવવામાં આવશે. 

— ANI (@ANI) November 25, 2020

NIIF ને મળશે 6 હજાર કરોડ
આ રીતે નેશનલ ઇનવેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (NIIF)ની સ્થાપના કરવામાં આવી હતી. કેબિનેટે આજે નિર્ણય લીધો છે કે તેમાં 6000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આ રોકાણ આગામી બે વર્ષમાં થશે. તેનાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે બોન્ડ માર્કેટ દ્વારા 1 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ એકઠી થશે. 

આ તારીખે બેન્કોમાં હડતાળ...આજે જ પતાવી લો બધા જરૂરી કામકાજ

ભારતીય રિઝર્વ બેન્કે 17 નવેમ્બરે દક્ષિણ ભારત કેન્દ્રીત લક્ષ્મી વિલાસ બેન્કને એક મહિનાના મોરેટોરિયમમાં મુકી હતી. આરબીઆઈએ બેન્કને આદેશ આપ્યો હતો કે આગામી એક મહિના સુધી બેન્કમંથી કોઈ ગ્રાહક 25 હજારથી વધુનો ઉપાડ કરી શકશે નહીં. આરબીઆઈના આ નિર્ણયની અસર બેન્કના શેરો પર પણ જોવા મળી રહી છે. 

કટોકટીની સ્થિતિમાં બેન્કમાંથી 5 લાખ રૂપિયા કાઢી શકાય છે. સારવાર, લગ્ન, શિક્ષણ અને અન્ય જરૂરી કામો માટે આ રકમ ઉપાડી શકાય છે, પરંતુ તે માટે ગ્રાહકોએ પૂરાવા આપવા પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news