5 રૂપિયાના આ શેર પર તૂટી પડ્યા વિદેશી રોકાણકારો, 7 કરોડથી વધુ શેર ખરીદ્યા, રોકાણકારો માલામાલ

Penny Stock: વિકાસ લાઈફકેર લિમિટેડના શેર આજે ચર્ચામાં છે. કંપનીના શેર આજે 4 ટકા ચડીને 5.22 રૂપિયા પર પહોંચી ગયા. આ પેની સ્ટોક પર વિદેશી રોકાણકારો ફિદા છે. આ જ કારણ છે કે માર્ચ ત્રિમાસિકમાં તેમાં પોતાની ભાગીદારી વધારી છે. આ પેની સ્ટોકે રોકાણકારોને માલામાલ કરી દીધા છે. 

5 રૂપિયાના આ શેર પર તૂટી પડ્યા વિદેશી રોકાણકારો, 7 કરોડથી વધુ શેર ખરીદ્યા, રોકાણકારો માલામાલ

Penny Stock: વિકાસ લાઈફકેર લિમિટેડના શેર આજે ચર્ચામાં છે. કંપનીના શેર આજે 4 ટકા ચડીને 5.22 રૂપિયા પર પહોંચી ગયા. આ પેની સ્ટોક પર વિદેશી રોકાણકારો ફિદા છે. આ જ કારણ છે કે માર્ચ ત્રિમાસિકમાં તેમાં પોતાની ભાગીદારી વધારી છે. અત્રે જણાવવાનું કે જાન્યુઆરીથી માર્ચ 2024 ત્રિમાસિક માટે વિકાસ લાઈફકેર લિમિટેડના શેર હોલ્ડિંગ પેટર્ન મુજબ દિગ્ગજ એફઆઈઆઈએ આ પેની સ્ટોકમાં ભાગીદારી લીધી છે. 31 માર્ચ 2024 સુધી એફઆઈઆઈ પાસે વિકાસ લાઈફકેરમાં 5.35 ટકા ભાગીદારી હતી. વિકાસ લાઈફકેરમાં ભાગીદારી ખરીદનારા એફઆઈઆઈમાં મોરેશિયસ સ્થિત એજી ડાયનેમિક્સ ફંડ સામેલ છે. 

વિકાસ લાઈફકેરની શેર હોલ્ડિંગ પેટર્ન
નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ત્રિમાસિક માટે વિકાસ લાઈફકેર લિમિટેડના શેર હોલ્ડિંગ પેટર્ન મુજબ એફઆઈઆઈ પાસે 7,17,48,542 વિકાસ લાઈફકેર શેર છે. જે 4.35 ટકા થાય. જો કે ડિસેમ્બર 2023ના શેર હોલ્ડિંગની પેટર્નમાં કોઈ પણ FII ને કંપનીમાં શેરોના માલિક દેખાડવામાં આવ્યા નહતા. જેનો અર્થ છે કે એફઆઈઆઈએ નાણાકીય વર્ષ 24ના ચોથા ત્રિમાસિક દરમિયાન આ પેની સ્ટોકમાં ભાગીદારી ખરીદી છે. 

એજી ડાયનેમિક્સ ફંડ પાસે 1.30 ટકાની ભાગીદારી

માર્ચ 2024માં વિકાસ લાઈફ કેર લિમિટેડમાં ભાગીદારી ધરાવનારા એફઆઈઆઈમાં રેડિયન્ટ ગ્લોબલ ફંડ, એમિનેન્સ ગ્લોબલ ફંડ અને એજી ડાયનેમિક્સ સામેલ છે. રેડિયન્ટ ગ્લોબલ ફંડ પાસે 2,86,29,500 શેર છે જે 1.73 ટકા થાય. એમિનેન્સ ગ્લોબલ  ફંડ પાસે 2,07,40,500 વિકાસ લાઈફકેર શેર કે સ્મોલ કેપ કંપનીમાં 1.26 ટકા ભાગીદારી છે. આ પ્રકારે મોરેશિયસ સ્થિત એજી ડાયનેમિક્સ ફંડ પાસે કંપનીના 2,15,11,857 શેર કે 1.30 ટકા ભાગીદારી છે. 

વિકાસ લાઈફકેર ઓર્ડર
વિકાસ લાઈફકેર લિમિટેડ હાલ પોતાના એગ્રી પ્રોડક્ટ ડિપાર્ટમેન્ટના નામ પર 50 કરોડ રૂપિયાના ઓર્ડર મળવનાને લઈને ચર્ચામાં છે. અત્રે જણાવવાનું કે કંપનીના શેર લગભગ ત્રણ મહિનાથી બેસ બિલ્ડિંગ મોડમાં છે.  જાન્યુઆરી 2024ના છેલ્લા વીકમાં એનએસઈ પર વિકાસ લાઈફકેરના શેરની કિંમત 52 અઠવાડિયાના ઉચ્ચતમ સ્તર 8 રૂપિયા પ્રતિ શેર પહોંચી ગઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news