સુશાંતના મોત બાદ અભિનવ કશ્યપે સલમાન ખાન પર સાધ્યું નિશાન, કહ્યુ- મારૂ કરિયર બરબાદ કર્યુ

અભિનવે પોતાના ફેસબુક પર સુશાંતના મોત બાદ એક લાંબી પોસ્ટ કરી છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કડવા સત્યને લઈને ઘણી વાત કરી છે જે એક્ટરના મોતનું કારણ હોઈ શકે છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યુ છે. 

  સુશાંતના મોત બાદ અભિનવ કશ્યપે સલમાન ખાન પર સાધ્યું નિશાન, કહ્યુ- મારૂ કરિયર બરબાદ કર્યુ

મુંબઈઃ એક તરફ જ્યાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ (Anil Deshmukh)એ સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોત પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બિઝનેસ રાઇવલરીના એંગલથી તપાસ કરવાની વાત કરી છે તો બીજીતરફ ફિલ્મ મેકર અભિનવ સિંહે પણ સરકારને આ મામલાની ઉંડાણથી તપાસ કરવાની અપીલ કરી છે. અભિનવે પોતાના ફેસબુક પર સુશાંતના મોત બાદ એક લાંબી પોસ્ટ કરી છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કડવા સત્યને લઈને ઘણી વાત કરી છે જે એક્ટરના મોતનું કારણ હોઈ શકે છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યુ છે. 

સુશાંતની આત્મહત્યાએ ઇન્ડસ્ટ્રીઝના તે મોટા પ્રોબ્લેમને સામે લાવીને રાખી દીધા છે. જેમાં અમારામાંથી ઘણા લોકો ડીલ કરે છે. ખરેખર એવી કઈ બાબત હોઈ શકે છે જે કોઈને આત્મહત્યા કરવા પર મજબૂર કરી દે?  મને ડર છે કે તેનું મોત #metooની જેમ એક મોટી મૂવમેન્ટની શરૂઆત ન હોય. 

સુશાંત સિંહ રાજપૂતના મોતે યશરાજ ફિલ્મ્સના ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીની ભૂમિકા પર સવાલ ઊભા કર્યાં છે, જેમાં બની શકે કે તેને આત્મહત્યાની તરફ ધકેલ્યો હોય, પરંતુ આ તપાસ અધિકારીઓએ કરવાની છે. આ લોકો તમારૂ કરિયર નથી બનાવતા, તમારા કરિયરની બરબાદ કરી દે છે. એક દાયકાથી તો હું સહન કરી રહ્યો છું. હું દાવાની સાથે કહી શકું કે બોલીવડના દરેક ટેલેન્ટ મેનેજર અને બધી ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સી કલાકારો માટે મોતનો ગાળીઓ હોય છે. આ બધા વ્હાઇટ કોલર દલાલ હોય છે અને તેની સાથે બધા સામેલ રહે છે. તેનો એક સામાન્ય મંત્ર છે- આપણામાં બધા નગ્ન અને જે નગ્ન નથી તેને નગ્ન કરો કારણ કે એક પકડાશે તો બધા પકડાઇ જશે. 

સૌથી પહેલા તો મુંબઈની બહારથી આવેલા ટેલેન્ટને આ કાસ્ટિંગ ડાયરેક્ટર (ટેલેન્ટ સ્કાઉટ) વગેરેનો સામનો કરવો પડે છે, જે લોકો પોતાના નાના-મોટા સંપર્કના બદલે સીધુ કમીશન માગે છે. 

સુશાંત રાજપૂતના પરિવાર પર વધુ એક મુસીબતનો પહાડ તૂટ્યો, રડીરડીને ભાભીનો ગયો જીવ 

ત્યારબાદ આ ટેલેન્ટને બોલીવુડ પાર્ટીઓની લાલચ આપવામાં આવે છે અને પછી આમ કોઈ રેસ્ટોરન્ટ લોન્ચ વગેરેના બહાને તેને સેલિબ્રિટી સાથે મળાવવામાં આવે છે. સેલિબ્રિટીની અલગ દુનિયા અને સરળતાથી પૈસાની લાલચનો ખેલ શરૂ થાય છે, જેના વિશે તેણે ક્યારેય વિચાર્યું હોતું નથી. મહત્વનું છે કે આવી પાર્ટીઓમાં તે બધા નજરઅંદાજ કરવામાં આવે છે અને તેની સાથે ખરાબ વ્યવહાર થાય છે જેથી તે હતોત્સાહિત અનુભવે છે અને તેનો આત્મવિશ્વાસ પડી ભાંગે છે. 

જ્યારે તેનો આત્મ વિશ્વાસ ભાંગે છે તો કાસ્ટિંગ ડાયરેક્ટર ઘણા વર્ષોના કોન્ટ્રાક્ટની ઓફર આપે છે અને આ ફીલ્ડના દરિંદોથી બચાવવાની પ્રોમિસ કરી અથવા નાની મોટી લાલચ આપીને તેને સાઇન કરવા માટે દબાવ બનાવે છે. યાદ રાખો કે આવા કોન્ટ્રાક્ટને તોડવાનો મતલબ છે કે આ ઉભરતા ટેલેન્ટ માટે આર્થિક દંડ. આ સ્કાઉટ પોતાની દાદાગીરી દેખાડી આવા ટેલેન્ટને વિશ્વાસ અપાવી દે છે કે તેની પાસે અહીં સહી કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news