સુશાંત રાજપૂતના પરિવાર પર વધુ એક મુસીબતનો પહાડ તૂટ્યો, રડીરડીને ભાભીનો ગયો જીવ

બોલિવુડના ફેમસ એક્ટર સુશાંતસિંહ રાજપૂતના પરિવાર પર જાણે દુખોનો પહાડ તૂટી પડ્યો છે. 14 જૂન એટલે કે રવિવારે જ્યાં સુશાંત સિંહ (Sushant Singh Rajput) ની આત્મહત્યાના સમાચાર પર આખો પરિવાર અંદરથી તૂટી ગયો છે, બોલિવુડ પણ ગમમાં છે, ત્યાં સુશાંતના પિતરાઈ ભાભી તેમના નિધનના સમાચાર સહન ન કરી શક્યા અને સોમવારે બપોરે તેમના ભાભીએ પણ જીવ ગુમાવ્યો છે. આ ઘટના સુશાંતના પરિવાર માટે વધુ એક દુખદ ઘટના સાબિત થઈ છે. જેને સહન કરવું પરિવાર માટે મુશ્કેલ સાબિત થયું છે. 

Updated By: Jun 16, 2020, 09:09 AM IST
સુશાંત રાજપૂતના પરિવાર પર વધુ એક મુસીબતનો પહાડ તૂટ્યો, રડીરડીને ભાભીનો ગયો જીવ

પૂર્ણિમા (મનોજ કુમાર) :બોલિવુડના ફેમસ એક્ટર સુશાંતસિંહ રાજપૂતના પરિવાર પર જાણે દુખોનો પહાડ તૂટી પડ્યો છે. 14 જૂન એટલે કે રવિવારે જ્યાં સુશાંત સિંહ (Sushant Singh Rajput) ની આત્મહત્યાના સમાચાર પર આખો પરિવાર અંદરથી તૂટી ગયો છે, બોલિવુડ પણ ગમમાં છે, ત્યાં સુશાંતના પિતરાઈ ભાભી તેમના નિધનના સમાચાર સહન ન કરી શક્યા અને સોમવારે બપોરે તેમના ભાભીએ પણ જીવ ગુમાવ્યો છે. આ ઘટના સુશાંતના પરિવાર માટે વધુ એક દુખદ ઘટના સાબિત થઈ છે. જેને સહન કરવું પરિવાર માટે મુશ્કેલ સાબિત થયું છે. 

CBI એ પહેલીવાર અત્યંત ઝેરીલા સેનેટાઈઝરને લઈને આપ્યું મોટું એલર્ટ

ઉલ્લેખનીય છે કે, સુધા દેવી અમ્બરેન્દ્ર સિંહના પત્ની હતા. જે સંબંધમાં સુશાંત રાજપૂતના પિતરાઈ ભાઈ હતા અને પાડોશી પણ હતા. છેલ્લાં કેટલાક દિવસોથી સુધા દેવી બીમાર હતા અને રવિવાર જેમ સુશાંતના મોતના સમાચાર આવ્યા, તેઓએ ખાવા-પીવાનું છોડી દીધું હતું. પરિવારજનોના સમજાવ્યા છતા પણ તેઓએ ખોરાક લીધો ન હતો. બસ તેમની આંખમાંથી સતત આસું વહી રહ્યાં હતા. અંતે સોમવારે સાંજે 5 વાગ્યે તેઓએ દમ તોડ્યો હતો.

UNHRC માં પાકિસ્તાનને ફરીથી લપડાક, કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા પર ભારતે આપ્યો જડબાતોડ જવાબ 

ઉલ્લેખનીય છે કે, સોમવારે મુંબઈના વિલેપાર્લેાં સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કાર સમયે ભારે વરસાદમાં પણ સુશાંતના મિત્રો તેમને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા. જેમાં રિયા ચક્રવર્તી, શ્રદ્ધા કપૂર, વરુણ શર્મા સહિતના અનેક બોલિવુડ સ્ટાર્સ તેમાં સામેલ રહ્યાં હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર